બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Mehsana Dudhsagar Dairy, Sabarkantha Sabardary, Sumul Dairy of Surat increased the price of milk per kg fat in the interest of cattle breeders

શ્વેતક્રાંતિ / ગુજરાતની મહત્વની ડેરીઓએ પ્રતિ કિલો ફેટે દૂધના ભાવ વધાર્યા, લાખો પશુપાલકોને થશે મોટો ફાયદો

Vishnu

Last Updated: 12:01 AM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા દૂધસાગર ડેરી, સાબરકાંઠાની સાબરડેરી, સુરતની સુમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં  પ્રતિ કિલો ફેટે દૂધના ભાવ વધાર્યા

  • પશુપાલકોને માટે રાહતભર્યો નિર્ણય
  • મોટી ડેરીઓએ પ્રતિ કિલો ફેટે દૂધના ભાવ વધાર્યા
  • ૧ માર્ચ ૨૦૨૨થી લાગુ પડશે નવા ભાવ

મહેસાણા દૂધસાગર ડેરીએ દૂધ પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કર્યો છે હવે પશુપાલકોને હવે 680ના બદલે રૂ.700 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટના 20 રૂપિયાથી વધુ મળશે
દૂધસાગર ડેરી દ્વારા 6.50 લાખ પશુપાલકોના હિતમાં નિર્ણય, ડેરીના ચેરમેન અશોક ચૌધરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

સાબરડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધના ભાવ વધાર્યા
સાબરકાંઠાના પશુપાલકો માટે પણ સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. હવે પ્રતિ કિલો ફેટે રૂપિયા 720નો ભાવ લાગુ પડશે. આ સાથે પશુ દાણના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. સાબરદાણના ભાવમાં પ્રતિ બેગ 100 રૂપિયાનો વધારો કરવામાં આવતા  નવો ભાવ પ્રતિ બેગ 1400 રૂપિયા થઈ ગયો છે.

સુમુલ ડેરીનો પણ રાહત ભર્યો નિર્ણય
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને માટે રાહતભર્યો નિર્ણય કરવામાં આવ્યો છે. સુમુલ ડેરી દ્વારા દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂ.૨૦ નો ભાવ વધારો કરવામાં આવ્યો.છે. આ નિર્ણયથી બંને જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.નવો વધારો લાગુ કરવામાં આવતા  જેમાં ગાયના ફેટમાં કિલો રૂ. 680 હતા તે વધીને 700 થઇ ગયા છે. જયારે ભેંસના કિલો ફેટે ૬૯૫  હતા. તેમાં  રૂ|.૨૦  નો વધારો થતા રૂ|.૭૧૫ થઇ ગયા છે. આ ભાવ વધારો ૧ માર્ચ ૨૦૨૨થી લાગુ પડશે.

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો
અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની અસર નાના શહેરોથી લઇને અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી જેવા મોટા શહેરોમાં સહિત આખાય દેશમાં જોવા મળશે.મહત્વનું છે કે અમૂલ દૂધના પ્રતિ લિટર પાઉચમાં રૂપિયા 2નો વધારો જ્યારે 500 MLના પાઉચમાં રૂપિયા 1નો વધારો કરવામાં આવ્યો છે.અમુલે પશુપાલકોને અપાતી કિંમતોમાં પણ વધારો કર્યો હતો પ્રતિ કીલો ફેટે પશુપાલકોને રૂ.35ને સ્થાને રૂ40 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હી, એનસીઆર, ગુજરાત, પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં આ ભાવ વધારો આવતીકાલથી લાગુ થનાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ