બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Mayawatis big statement regarding the Lok Sabha elections said which party will contest the election with

લોકસભા ચૂંટણી 2024 / કઈ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે BSP? આખરે માયાવતીએ કર્યું મોટું એલાન, અટકળોનો અંત

Pravin Joshi

Last Updated: 02:31 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માયાવતીએ જાહેરાત કરી હતી કે BSP લોકસભા ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન કરશે નહીં અને એકલા હાથે ચૂંટણી લડશે. તેણે અખિલેશ યાદવ પર પણ જોરદાર પ્રહારો કર્યા છે.

  • BSP સુપ્રીમો માયાવતીએ તેમના જન્મદિવસ પર મોટી જાહેરાત કરી 
  • માયાવતી લોકસભા ચૂંટણીમાં અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે
  • માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટી એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે

બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ તેમના જન્મદિવસ પર મોટી જાહેરાત કરી છે. BSP સુપ્રીમોના જણાવ્યા અનુસાર, તેમની પાર્ટી લોકસભા ચૂંટણી (2024)માં અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરવા જઈ રહી નથી. માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. આ સાથે માયાવતીએ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ પર પ્રહારો કર્યા છે. માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અખિલેશે કાંચીડોની જેમ રંગ બદલ્યો. કાચીંડાની જેમ રંગ બદલનારાઓથી સાવધાન રહેવું જોઈએ. ઍમણે કિધુ ભારત ગઠબંધનને લઈને બસપાના લોકોને ગેરમાર્ગે દોરવાના ઉદ્દેશ્યથી જે રીતે સપા સુપ્રીમોએ કાંચીડાની જેમ રંગ બદલ્યા છે, આવી સ્થિતિમાં બહુજન લોકોએ સાવચેત રહેવું પડશે. અમારી પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે. ચૂંટણી જો અમે લડીશું તો અમારી સાથેની પાર્ટીને જ ફાયદો થશે, તેથી અમે એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. દેશની મોટાભાગની પાર્ટીઓ બસપા સાથે મળીને ચૂંટણી લડવા માંગે છે.

સરકારે સૌના કલ્યાણ અને સૌના સુખ માટે કામ કર્યું

અમારી સરકારે સૌના કલ્યાણ અને સૌના સુખ માટે કામ કર્યું. ત્યારપછીની સરકારો અમારી યોજનાઓની નકલ કરીને લોકોને ભૂલી જવાનો પ્રયાસ કરી રહી છે. આમ છતાં જ્ઞાતિવાદી, મૂડીવાદી અને સંકુચિત માનસિકતાના કારણે લોકોને આ યોજનાઓનો પૂરેપૂરો લાભ મળી રહ્યો નથી. વિરોધ પક્ષોની સરકારોને કારણે દલિતોનો સંપૂર્ણ વિકાસ થઈ શકતો નથી. દેશમાં SC-ST અને અન્ય વર્ગોને સરકારી નોકરીઓમાં આપવામાં આવતી અનામતનો પૂરો લાભ નથી મળી રહ્યો. અન્ય કેસોમાં પણ આ લોકોની હાલત દયનીય રહે છે. તમને જણાવી દઈએ કે, માયાવતીએ પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે દેશમાં ગમે ત્યારે ઈવીએમ ચૂંટણીની વ્યવસ્થા ખતમ થઈ શકે છે.

વધુ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ભડકો? ચૂંટણી પહેલા જ વધ્યું મોદી સરકારનું ટેન્શન, જાણો કારણ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી

માયાવતીના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રીએ X પોસ્ટ કરીને લખ્યું, બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, સુશ્રી માયાવતીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન! હું તમારા માટે સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ