બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Masa asked to get a job in the police force in Rajkot and demanded 4 lakh rupees

કૌભાંડ / રાજકોટમાં માસાએ જ યુવકને મામૂ બનાવ્યો: LRDમાં નોકરીની લાલચ આપી લાખો ખંખેર્યા, ફોન કરાવીને કહ્યું પોલીસમાં હાજર થવાનું છે

Malay

Last Updated: 12:06 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં પોલીસમાં નોકરી અપાવવાનું કહી માસાએ ખંખેર્યા 4 લાખ રૂપિયા, ઉમેદવાર હાજર થવા પહોંચ્યો ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ફૂટ્યો ભાંડો

  • પોલીસની નોકરી આપવાના બહાને કૌભાંડ
  • બનાવટી નિમણૂક પત્રના નામે કૌભાંડ
  • યુવક પાસેથી માસાએ જ ખંખેર્યા 4 લાખ
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 4 લોકો સામે ફરિયાદ

આજના સમયમાં યુવાઓમાં સરકારી નોકરીનો ક્રેઝ ગજબનો વધી ગયો છે. જેના માટે તેઓ દિવસ રાત ખૂબ જ મહેનત કરે છે. તો કેટલાક યુવકો શોર્ટકટના ચક્કરમાં દલાલોમાં ફસાઈ જાય છે અને લાખો રૂપિયા ગુમાવે છે. આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. જેમાં એક યુવકને તેના સગા માસા અને તેમના ભાઈએ જ રૂપિયા 4 લાખનો ચૂનો લગાવ્યો છે. યુવકને તેના માસાને બનાવટી નિમણૂક પત્ર પણ આપ્યો હતો, જે લઈને તે નોકરી માટે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો. જ્યાં પોલીસે યુવકની ધરપકડ હતી. હાલ પોલીસે આ યુવક સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.  

ફાઈલ ફોટો

પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યો યુવક 
રાજકોટ શહેર રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત 19 ઓગસ્ટના રોજ રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રદીપ ભરતભાઈ મકવાણા (રહે. શિવરાજપુર, તા.જસદણ)નામનો યુવક આવ્યો હતો. તેણે ફરજ પર હાજર પોલીસકર્મીઓને પોતે વર્ષ 2021માં લેવાયેલી લોકરક્ષક ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં બિન હથિયાર લોકરક્ષક તરીકે પસંદગી પામેલ હોવાનું જણાવ્યું હતું અને એક નિમણૂંક રજૂ કર્યો હતો. 

નિમણૂંક પત્ર રજૂ કર્યો
જે નિમણૂંક પત્ર શંકાસ્પદ જણાતા પોલીસકર્મીઓ દ્વારા આ અંગેનો રેકોર્ડનો તપાસ્યો હતો. જેમાં જે નંબરનો નિમણૂક પત્ર લઈને પ્રદીપ મકવાણા આવ્યો હતો, તે નંબર પર મેહુલકુમાર તરબુંડિયા નામનો ઉમેદવારની પસંદગી થઈ હોવાનું અને તે હાલમાં ટ્રેનિંગમાં હોવાનું જાણવા મળ્યું હતું. 

ફાઈલ ફોટો

પૂછપરછમાં ભાંગી પડ્યો યુવક
જે બાદ પોલીસ દ્વારા પ્રદીપ મકવાણાની આકરી પૂછપરછ કરવામાં આવતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેણે લોકરક્ષક ભરતી 2021ની સ્પર્ધાત્મક પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું. જેમાં પોતે શારિરીક ક્ષમતા કસોટીમાં ફેલ થયો છે. જે બાદ તેના માસા ભાવેશભાઈ ગોબરભાઈ ચાવડા અને તેમના ભાઈ બાલાભાઈએ તેમનું લોકરક્ષક ભરતી બોર્ડમાં સેટિંગ હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેમણે આ માટે 4 લાખ રૂપિયાની માંગ કરી હતી. જે પ્રદીપના પિતા ભરતભાઈએ આપ્યા હતા.

પ્રમાણપત્રોના વેરિફિકેશનમાં ફૂટ્યો ભાંડો
જેના થોડા દિવસ બાદ માસા ભાવેશભાઈ  અને બાલાભાઈએ નકલી નિમણૂક પત્ર બનાવીને આપ્યો હતો અને ઓર્ડર ટપાલમાં આવશે તેવું જણાવ્યું હતું. જે બાદ ગત તા.25.07.2023ના રોજ ટપાલથી લોકરક્ષક તરીકે પસંદગી પામેલ હોવાનો નિમણૂકપત્ર આવ્યો હતો. જેના થોડા દિવસ બાદ એક મહિલાએ પ્રદીપ મકવાણાને ફોન કરીને ''ગાંધીનગરથી બોલું છું રાજકોટ પોલીસમાં હાજર થવાનું છે" તેવું જણાવ્યું હતું. જેથી તે હાજર થવા પહોંચ્યો ત્યારે પ્રમાણપત્રો વેરિફિકેશનમાં ભાંડો ફૂટ્યો હતો. હાલમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં પ્રદીપ મકવાણા, ભરત મકવાણા સહિત  મામા અને તેમના ભાઈ સામે ગુનો નોંધાયો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ