ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Man attacks Woman in one-sided love affair

અમદાવાદ / યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લેતાં એક વર્ષ બાદ પ્રેમીએ બદલો લીધો

Published By: Kashyap

Last Updated: 09:22 PM, 1 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તેં મારી સાથે લગ્ન કર્યાં નથી, તું મારી નથી થઇ તો તને કોઈની નહીં થવા દઉં તેમ કહી પ‌િરણીતાને છરીના ઘા મારી જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લેતાં એક વર્ષ બાદ પ્રેમીએ બદલો લીધો હતો.

ADVERTISEMENT

વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં  પ‌િરણીત યુવતીએ મહેશ ઉર્ફે મુકેશ રાઠોડ વિરુદ્ધ હત્યાની કોશિષની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આજથી બે મહિના પહેલાં તે ડિલિવરી માટે તેના પિયર જશોદાનગરના દુર્ગાનગર ખાતે પિતાના ઘરે રહેવા આવી છે અને પંદર દિવસ પહેલાં તેણે એક બાળકીને જન્મ આપ્યો છે. યુવતીને લગ્નના એકાદ વર્ષ પહેલાં તેના ઘર નજીક રહેતો મુકેશ રાઠોડ નામનો યુવક અવારનવાર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો, જેથી યુવતીનાં માતા-પિતાએ તેનાં લગ્ન બીજા યુવક સાથે કરાવી દીધાં હતાં. 

ગઈ કાલે યુવતી અને તેનો ભાઈ ઘરે હતાં ત્યારે  મુકેશ ત્યાં આવ્યો હતો અને યુવતીને કહ્યું કે તેં મારી સાથે લગ્ન નથી કર્યાં, તું મારી નથી થઈ તો તને કોઈની નહિ થવા દઉં. તેણે આમ કહીને યુવતીના ગળાના ભાગે છરીના ઉપરછાપરી ઘા માર્યા હતા અને કહેવા લાગ્યો હતો કે આજે તો તને જાનથી મારી નાખીશ. તને મારી નાખવા માટે જ આવ્યો છું. આ દરમિયાન યુવતીએ બચાવ માટે હાથ વચ્ચે લાવતાં હાથ પર પણ છરી વાગી હતી.

યુવતીએ બૂમાબૂમ કરતાં લોકો આવી જતાં મુકેશ રાઠોડ નાસી ગયો હતો. યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યારબાદ યુવતીએ મુકેશ રાઠોડ વિરુદ્ધ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Police ahmedabad અમદાવાદ છરી હુમલો ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ