બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / malaysia king sultan ibrahim iskandar property

વર્લ્ડ / 47 લાખ કરોડનો માલિક બન્યો ઈસ્લામિક દેશનો રાજા: દીકરો ભારતીય સેનામાં રહી ચૂક્યો છે કેપ્ટન

Arohi

Last Updated: 01:41 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sultan Ibrahim Iskandar: 65 વર્ષના ઈસ્કંદર જોહોરના શાહી પરિવારથી આવે છે. રિપોર્ટ અનુસાર તેમની પાસે 47.33 લાખ કરોડની સંપત્તિ છે.

  • શાહી પરિવારમાંથી આવે છે ઈસ્કંદર 
  • તેમની પાસે છે 47.33 લાખ કરોડની સંપત્તિ
  • દીકરો ભારતીય સેનામાં રહી ચૂક્યો છે કેપ્ટન

મલેશિયામાં જોહોર રાજ્યના સુલ્તાન ઈબ્રાહિમ ઈસ્કંદર દેશના નવા રાજા બની ગયા છે. બુધવારે સુલ્તાન ઈસ્કંદરની શપથ વિધી હતી. તેમને બીજા 5 વર્ષ માટે રાજા પસંદ કરવામાં આવ્યા છે. 1957માં બ્રિટનથી આઝાદી બાદથી મલેશિયામાં મલય રાજ્યના શાસક એક બાદ એક 5 વર્ષના કાર્યકાળ માટે રાજગાદી સંભાળતા આવ્યા છે. 

શપથ પહેલા સુલ્તાન ઈસ્કંદરે પ્રાઈવેટ જેટથી કુઆલાલંપુર માટે ઉડાન ભરી હતી. જ્યારે સામાન્ય રીતે તે લોકોને મળવા માટે દર વર્ષે મોટરસાયકલ પર યાત્રાઓ કરતા હતા. 65 વર્ષના ઈસ્કંદર જોહોરના શાહી પરિવારથી આવે છે. રિપોર્ટ અનુસાર તેમની પાસે 47.33 લાખ કરોડની સંપત્તિ છે. સુલ્તાન ઈબ્રાહિમ ઈસ્કંદરના સૌથી મોટા દિકરા અને મલેશિયાના ક્રાઉન પ્રિંસ ટૂંકુ ઈસ્માઈલ ભારતીય સેનામાં કેપ્ટન પણ રહી ચુક્યા છે. 

સુલ્માનની પાસે ઘણા પ્રાઈવેટ જેટ, પ્રાઈવેટ આર્મી 
તેના ઉપરાંત સુલ્તાની પાસે 300 લક્ઝરી કાર છે જેમાંથી એક તેમને એજોલ્ફ હિટલરે ભેટમાં આપી હતી. સુલ્તાનની પાસે ગોલ્ડ-બ્લૂ રંગના બોઈંગ 737 સહિત ઘણા પ્રાઈવેટ જેટ પણ છે.

રિપોર્ટ્સ અનુસાર સુલ્તાન ઈસ્કંદરના પરિવારની પાસે એક પ્રાઈવટે આર્મી પણ છે. મલેશિયાના ઉપરાંત સિંગાપુરમાં પણ સુલ્તાનની 4 અરબ ડોલરની એક જમીન, એક ટાયર્સોલ પાર્ક અને બોટેનિકલ ગાર્ડનની પાસે પણ જમીન છે. 

સુલ્તાન ઈબ્રાહિમની પાસે રિયલ એસ્ટેટ અને ખનનથી લઈને ટેલિકમ્યુનિકેશન અને પામ તેલ સુધી ઘણા બિઝનેસમાં ભાગેદારી છે. તેમનુ નિવાસ ઈસ્તાના બુકિટ સિરીન છે જે તેમની આટલી સંપત્તિનો પુરાવો છે. સુલ્તાન ઈસ્કંદરની પાસે બાઈક્સનું પણ એક મોટુ કલેક્શન છે. 

2007માં ભારતીય સેનાનું નેતૃત્વ
સુલ્તાન ઈબ્રાહિમની પત્નીનું નામ જરીથ સોફિયા છે. તે શાહી પરિવારથી આવે છે. ઓક્સફોર્ડથી અભ્યાસ કરનાર સોફિયા લેખિકા છે અને બાળક માટે ઘણી પુસ્તકો પણ લખી ચુકી છે. સુલ્તાન અને સોફિયાના પાંચ દિકરા અને એક દિકરી છે. 

વધુ વાંચો: વીમા માટે ગુજરાતી પુત્રની હત્યા, 25 મણ ડ્રગ્સ વિદેશ મોકલ્યું, ભારતીય કપલનું મોટું ઈન્ટરનેશનલ સ્કેમ

સુલ્તાનના સૌથી મોટા દિકરા અને મલેશિયાના ક્રાઉન પ્રિન્સ ટુંકૂ ઈસ્માઈલ ભારતીય સેનામાં કેપ્ટન રહી ચુક્યા છે. સિંગાપુરની ન્યૂઝ એજન્સી અનુસાર 2007માં ટુંકૂ ઈસ્માઈલ ભારતીય સેનાની એક યુનિટનું નેતૃત્વ કરનાર પહેલા વિદેશી બન્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ