બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Murder In Gujarat, Drugs In Australia: Indian-Origin Couple's Empire Falls

બ્રિટન / વીમા માટે ગુજરાતી પુત્રની હત્યા, 25 મણ ડ્રગ્સ વિદેશ મોકલ્યું, ભારતીય કપલનું મોટું ઈન્ટરનેશનલ સ્કેમ

Hiralal

Last Updated: 05:17 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનની કોર્ટે ભારતીય કપલને 33 વર્ષની સજા ફટકારી છે. આ કપલ પર ગુજરાતના છોકરાની હત્યા અને વિદેશમાં ડ્રગ્સ મોકલવાનો આરોપ છે.

  • બ્રિટનની કોર્ટે ભારતીય કપલને ફટકારી 33 વર્ષની સજા
  • કપલે 2015માં ગુજરાતના છોકરાને દત્તક લઈને કરી હતી હત્યા 
  • કપલ લંડનમાં રહીને ઓસ્ટ્રેલિયા મોકલતું હતું ડ્રગ્સ
  • 25 મણ ડ્રગ્સ મોકલ્યું હોવાનો ખુલાસો 

બ્રિટનની એક કોર્ટે એક ભારતીય દંપતીને 33 વર્ષની જેલની સજા ફટકારી છે. આ દંપતી ડ્રગની દાણચોરીમાં દોષિત ઠર્યું હતું. આ દંપતી પર તેમના 11 વર્ષના દત્તક પુત્રની હત્યા કરવાનો પણ આરોપ છે. આ અંગે ભારત સરકારે બ્રિટિશ સરકારને આ દંપતીના પ્રત્યાર્પણની માંગણી કરી હતી.

કપલે 2015માં કરી હતી ગુજરાતી છોકરાની હત્યા
દોષી ઠરેલ કપલ આરતી અને કવલજીતે 2015માં ગુજરાતમાં ગોપાલ સેજાની નામના છોકરાને દત્તક લીધો હતો.  ગોપાલ તેની બહેન અને પિતા સાથે ગામમાં રહેતો હતો. દંપતીએ ગોપાલના પિતાને વચન આપ્યું હતું કે તેઓ ગોપાલને લંડન લઈ જશે. પરંતુ 2017માં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. 8 ફેબ્રુઆરી 2017ના રોજ તેનો મૃતદેહ રોડ કિનારેથી મળી આવ્યો હતો. શરીર પર છરી વડે હુમલાના નિશાન હતા. ભારતીય પોલીસે કહ્યું કે બંનેએ વીમાના પૈસા માટે બાળકને દત્તક લીધું, પછી તેનું અપહરણ કરીને તેની હત્યા કરી. 

ડ્રગ્સની દાણચોરી માટે નકલી કંપની ખોલી 
આરતી અને કવલજીતે 2015માં વેફ્લાય ફ્રેઈટ સર્વિસ નામની કંપની શરૂ કરી હતી. ઉપર ઉપરથી તો આ કપલ કાર્ગો મોકલવાનો દેખાડો કરતું હતું પરંતુ અંદરખાને 
ડ્રગ્સની દાણચોરી કરતું હતું. બંને મેટલ ટૂલબોક્સમાં ડ્રગ્સ છુપાવીને કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા અન્ય દેશોમાં મોકલતા હતા. 2021માં કારોબારનો પર્દાફાશ થયો ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે મે 2021 માં સિડની પહોંચ્યા પછી 514 કિલો કોકેન જપ્ત કર્યું હતું. ઓસ્ટ્રેલિયન પોલીસને ટૂલબોક્સના પ્લાસ્ટિક રેપિંગ પર રાયઝાદાના ફિંગરપ્રિન્ટ્સ મળી આવ્યા હતા. ટૂલબોક્સના ઓર્ડરની રસીદ કપલના ઘરેથી મળી આવી હતી. આ પછી આરતી અને કવલજીતને હેનવેલ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. 
કપલ 2019થી ઓસ્ટ્રેલિયામાં ડ્રગ્સવાળા બોક્સ મોકલી રહ્યું હતું. શંકા ન રહે તે માટે કેટલાક બોક્સ ખાલી પણ મોકલવામાં આવ્યા હતા. એજન્સીને 22 ખાલી બોક્સ અને કોકેઈનથી ભરેલા 15 બોક્સની માહિતી મળી હતી. જો કે, તેમની યોજનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે દંપતીની 21 જૂન, 2021 ના ​​રોજ તેમના હેનવેલ નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન તેના ઘરમાંથી રોકડ અને સોનાનો ઢોળ ચડાવેલ ચાંદીની લગડીઓ મળી આવી હતી. આ કપલે મોંઘો ફ્લેટ અને લેન્ડ રોવર જેવી મોંઘી કાર પણ ખરીદી હતી. આ બંનેએ બેંકમાં અબજો રૂપિયા જમા કરાવ્યા હતા, આથી તેમની સામે મની લોન્ડરીંગનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ