બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / malaria fever symptoms what to eat and avoid during malaria

હેલ્થ ટીપ્સ / મિક્સ સિઝનમાં ખાસ સાચવજો! મલેરિયા જેવા રોગો બની શકે છે ખતરો, આટલી વાતોનું રાખો ધ્યાન

Premal

Last Updated: 02:12 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેલેરિયા તાવ, મચ્છરથી થતો એક સંક્રમિત રોગ છે. જે ફીમેલ એનોફિલીજ મચ્છરના કરડવાથી થાય છે. મેલેરિયા થતા ઝડપી તાવની સાથે બીજા ઘણા લક્ષણો જોવા મળે છે.

  • મેલેરિયા થયા બાદ ભૂલથી પણ આ વસ્તુઓનુ સેવન ન કરશો
  • ઝડપી તાવની સાથે બીજા ઘણા લક્ષણો જોવા મળે છે
  • મેલેરિયા થયા બાદ પૌષ્ટિક ભોજનનુ કરો સેવન

જાણો મેલેરિયા કઈ રીતે ફેલાય છે?

મેલેરિયા થતા દર્દીની ખાસ કાળજી રાખવી પડે છે. કારણકે આ જીવલેણ પણ હોઇ શકે છે. તો આવો જાણીએ આ દરમ્યાન કયા પ્રકારનુ ડાયટ લેવુ જોઈએ અને કઈ વસ્તુઓનુ સેવન ના કરવુ જોઈએ. મેલેરિયા એક સંક્રમિત રોગ છે, જે એનોફિલીન મચ્છરો દ્વારા ફેલાય છે. મેલેરિયાથી પીડિત દર્દીઓના બ્લડ પ્લેટલેટ્સ ઘણા ઓછા થાય છે, જેનાથી નબળાઈ, તાવ અને સ્નાયુઓમાં દુ:ખાવો થાય છે. સમયસર સારવાર ના મળતા આ બિમારી જીવલેણ પણ થઇ શકે છે. જે દેશોમાં વરસાદ વધારે પડે છે ત્યાં મેલેરિયા થવો સામાન્ય વાત છે. મેયો ક્લિનિક મુજબ દર વર્ષે લગભગ 290 મિલિયન લોકો મેલેરિયાથી સંક્રમિત થાય છે અને 4,00,000થી વધુ લોકો આ બિમારીથી મરી જાય છે. એવામાં આવો જાણીએ મેલેરિયાના લક્ષણો કેવા હોય છે અને કેવા પ્રકારની ડાયટથી તેનાથી રિકવર થઇ શકાય છે. 

મેલેરિયાના લક્ષણ 

મેલેરિયાના લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, બેચેનીનો અહેસાસ, માથાનો દુ:ખાવો, ઉબકા અને ઉલ્ટી, ડાયેરિયા, પેટમાં દુ:ખાવો, સ્નાયુઓ અને સાંધામાં દુ:ખાવો, થાક, શ્વાસ ઝડપથી લેવો અને હાર્ટ બીટ વધવી, કફ વગેરે મહેસૂસ થાય છે.

મેલેરિયા થયા બાદ શું ખાશો અને શું નહીં?

પૌષ્ટિક ભોજન કરો 

જ્યારે કોઈ વ્યક્તિને મેલેરિયા થાય છે તો શરીરને કેલેરી અને પૌષ્ટિક ચીજ વસ્તુઓની જરૂરીયાત ઘણી વધારે હોય છે. એવામાં આ દરમ્યાન દર્દીને હાઈ કેલેરીવાળા ડાયટનુ સેવન કરવુ જોઈએ. તમે આ દરમ્યાન ચોખાના બદલે ઘઉં અને બાજરીનુ સેવન કરી શકો છો. ચોખા સરળતાથી પચી જાય છે, જેનાથી એનર્જી ખૂબ ઝડપથી રિલીઝ થાય છે. મેલેરિયાના દર્દીઓ માટે ફ્રેશ ફ્રૂટ્સ અને શાકભાજીઓ વધુ ફાયદાકારક સાબિત થાય છે. અમુક અભ્યાસ મુજબ, વિટામિન A અને વિટામિન Cથી ભરપૂર ફળ અને શાકભાજીઓ જેવા કે ગાજર, પપૈયુ, દ્રાક્ષ, બેરી, નારંગી જેવી વસ્તુઓ મેલેરિયાના દર્દીઓની ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.

સીડ્સ અનેે નટ્સનુ કરો સેવન

જ્યારે તમને મેલેરિયા થાય છે તો તમારે તમારા ડાયટમાં વધારે ફાઈટોન્યુટ્રીએન્ટ્સને સામેલ કરવાની જરૂર હોય છે, જે સંક્રમણને કારણે થતા એન્ટીઑક્સિડેન્ટ સ્ટ્રેસ સામે લડવામાં મદદ કરે છે. નટ અને બીજ ફાઈટોન્યુટ્રીએન્ટ્સની સાથે-સાથે હેલ્ધી ફેટ અને પ્રોટીનના પાવરહાઉસ છે. એવામાં સીડ્સ અને નટ્સ એક સારુ ઓપ્શન સાબિત થઇ શકે છે. 

આ વસ્તુઓનુ ના કરશો સેવન

મેલેરિયા થયા બાદ હાઈ ફાઈબર ફૂડ્સ જેમ કે લીલી પાંદડાવાળી શાકભાજી, મોટા છાલવાળા ફ્રૂટ્સ અને આખા અનાજનુ સેવન કરવાથી બચો. આ ઉપરાંત ફ્રાઈડ, મેદો અને વધુ મીઠી વસ્તુઓનુ સેવન ના કરવુ જોઈએ. આ દરમ્યાન વધારે ગરમ અને મસાલાવાળો આહાર ના ખાવો જોઈએ. કારણકે તેનાથી પેટમાં મુશ્કેલી થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ