ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:14 PM, 27 February 2024
ADVERTISEMENT
આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રીને સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની સાથે પાર્વતી માતાની પણ વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને પાર્વતી માતાના વિવાહ થયા હતા. આ દિવસે ભગવાન શિવ દિવ્ય જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થયા હતા. દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચૌદશે મહાશિવરાત્રી ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે મહાદેવને કેવી રીતે પ્રસન્ન કરવા તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મહાશિવરાત્રી ઉપાય
મેષ- આ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળ અને ગાયના દૂધથી અભિષેક કરવો. મધ અને મીઠા ભાતનો ભોગ ધરાવવો. માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
મિથુન- મહાશિવરાત્રીના દિવસે મિથુન રાશિના જાતકોએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દહીં અને દૂધથી અભિષેક કરવો. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. ઘરમાં નાણાંકીય સમસ્યા ઊભી થતી નથી.
ADVERTISEMENT
કર્ક- વૈદિક જ્યોતિષ અનુસાર કર્ક રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર દૂધથી અભિષેક કરવો. સફેદ ચંદન, સફેદ કપડાં, સફેદ ફૂલ, ખીર અથવા સફેદ મિઠાઈનો ભોગ ધરાવવો. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ભગવાન શિવની અપાર કૃપા વરસે છે.
કન્યા- આ રાશિના જાતકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર જળાભિષેક કરવો. શિવલિંગ પર મધની સાથે બિલીપત્ર અર્પણ કરવું. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આ વખતે આ રાશિના જાતકો ખાસ બચીને રહે, કારણ ચંદ્રગ્રહણ, સાથે બની રહ્યો છે અશુભ યોગ
કુંભ- મહાશિવરાત્રીના દિવસે કુંભ રાશિના જાતકોએ ભગવાન શિવને ખુશ કરવા માટે મધ અને બોરનો પ્રસાદ ચઢાવવો. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવના અપાર આશીર્વાદ મળે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો