બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / Lungs Exercise for keep the lungs safe very importan

Lungs Exercise / આ 5 રીતે ફેફસાને રાખો એકદમ ફિટ, કોરોના વાયરસ જેવી બીમારીઓ સામે મળશે રક્ષણ

Manisha Jogi

Last Updated: 01:46 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lungs Exercise: કોરોના વધી રહ્યો છે. ઋતુગત વાયરલના કારણે ફેંફસા પર અસર થાય છે, જેના કારણે તેની કાર્યક્ષમતા ઘટી જાય છે.

  • કોરોનાના કેસમાં વધારો.
  • ઋતુગત વાયરલના કારણે ફેફસા પર અસર.
  • આ નુસ્ખા અપનાવવાથી ફેફસા થશે મજબૂત.

 ભારતમાં સતત કોરોના વધી રહ્યો છે. હાલમાં કોરોનાનો નવો વેરિએન્ટ XBB 1.16 ખૂબ જ તેજીથી ફેલાઈ રહ્યો છે. આ વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ તેમાં વધુ જોખમ રહેલું નથી. ઉપરાંત H3N2 વાયરસ પણ વાયરલ થાય છે. આ ઋતુગત વાયરલના કારણે ફેફસા પર અસર થાય છે, જેના કારણે તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. અહીંયા કેટલાક નુસ્ખા આપવામાં આવ્યા છે, જેની મદદથી તમારા ફેંફસા તંદુરસ્ત રહી શકે છે. 

ડીપ બ્રીથ કસરત કરો
ફેફસાને તંદુરસ્ત રાખવા માટે ડીપ બ્રીથ સૌથી બેસ્ટ કસરત છે. જેમાં 1થી 10 સુધીની ગણતરી કરતા જ્યાં સુધી ફેફસા ભરાઈ ના જાય ત્યાં સુધી શ્વાસ લો. આ પ્રકારે 1 થી 10 સુધીની ગણતરી કરતા જ્યાં સુધી ફેફસા ખાલી ના થાય ત્યાં સુધી શ્વાસ બહાર કાઢો. દરરોજ 15થી 30 મિનિટ સુધી આ પ્રકારે કરો. 

ધૂમ્રપાન ના કરો (No Smoking) 
ધૂમ્રપાનના કારણે ફેંફસા પર ખૂબ જ ખરાબ અસર થાય છે. વધુ માત્રામાં ધૂમ્રપાન કરવામાં આવે તો ફેફસામાં ધબ્બા પડી જાય છે. બ્રોંકાઈટિસ અને અસ્થમેટીકની સમસ્યા થાય છે. 

કપાલભાતિ કરો
ફેફસા માટે અનુલોમ વિલોમ અને કપાલભાતિને સારી કસરત માનવામાં આવે છે. અનુલોમ વિલોમ ડીપ બ્રિથિંગ જેવી એક કસરત છે, આ કારણોસર યોગ ગુરુની દેખરેખમાં અનુલોમ વિલોમ કરવું જોઈએ. કપાલભાતિ કરવા માટે પેટમાં શ્વાસ ભરીને ધીરે ધીરે છોડવામાં આવે છે, આ કસરત પણ યોગ ગુરુની દેખરેખમાં કરવી જોઈએ.

સવારે ઝડપથી ચાલો
ફિટ રહેવા કસરત કરવી જોઈએ. સવારે ઝડપથી ચાલવાથી આરોગ્યને ફાયદો થઈ શકે છે. શ્વસનતંત્રની માંસપેશીઓ મજબૂત થાય છે અને ફેફસા યોગ્ય પ્રકારે કાર્ય કરે છે. 

પ્રદૂષણથી દૂર રહો
આજના સમયમાં પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. મુંબઈ, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ જેવા શહેરોમાં પ્રદૂષણ વધી રહ્યું છે. પરાલી પ્રદૂષણને કારણે ફેફસા નબળા પડી જાય છે. શહેરમાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. ફેફસા સુરક્ષિત રહે તે માટે પ્રદૂષણયુક્ત ક્ષેત્રોથી દૂર રહો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ