બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Lottery scam online fraud never click on suspicious link

તમારા કામનું / લિંક પર ક્લિક કરી ઓફરનો તાત્કાલિક લો લાભ, આવો મેસેજ આવે તો ચેતજો, શોર્ટ કટમાં છેતરાય ન જતાં

Arohi

Last Updated: 10:19 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lottery Scam: ડિજિટલાઈઝેશનનો જમાનો છે અને એવામાં સ્કેમર્સ પણ હવે ખૂબ જ સ્માર્ટ થઈ ગયા છે. તમારી એક ભૂલ તમારૂ ખાતુ ખાલી કરી શકે છે. જો તમને લોટરી જીતવાનો કોઈ મેસેજ આવે છે તો સાવધાન થઈ જાઓ.

  • નવી રીતે લોકોને છેતરી રહ્યા છે સ્કેમર્સ 
  • લિંક પર ક્લિક કરવાની ન કરતા ભૂલ 
  • લોટરીની ઓફર આપીને કરે છે ફ્રોડ 

સ્કેમર્સે લોકોને ઠગવાની નવી રીત શોધી કાઢી છે. સ્કેમર્સ હવે લોકોને લોટરી જીતી હોવાની ઓફર આપી રહ્યા છે. પૈસા જીતવાની લાલચ આપીને સ્કેમર્સ લોકોને લિંક મોકલીને તેના પર ક્લિક કરાવે છે. જો ક્યારેક તમારી પાસે અજાણ્યો ઈમેલ, કોલ કે પછી મેસેજ આવે જેમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો હોય કે તમે 25 લાખ રૂપિયાની લોટરી જીતી છે તો સાવધાન થઈ જાઓ. જો તમે ભૂલથી પણ આ મેસેજ પર ક્લિક કરી નાખ્યું તો તમારૂ બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. 

સ્કેમર્સના શકંજામાંથી આ રીતે બચો 
સ્કેમર્સ તમારી મહેનતની કમાણી પર ખરાબ નજર પણ નાખી શકે છે. પરંતુ તેના માટે તમારે સતર્ક રહેવાની જરૂર છે. અમુક એવી ભૂલ છે જેને તમારે કરવાથી બચવું જોઈએ જેમ કે જો કોઈ પણ અજાણ્યું વ્યક્તિ તમને ઈમેલ, કોલ કે મેસેજ દ્વારા લોટરી જીતવાની લાલચ આપીને કોઈ લિંક પર ક્લિક કરવા કહે તો ભૂલથી પણ કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો. 

લિંક પર ક્લિક કરવાથી બે વસ્તુઓ થઈ શકે છે. પહેલી કે તમારા ડિવાઈઝનું કંટ્રોલ સ્કેમર્સના હાથમાં જઈ શકે છે. અથવા તો લિંક પર ક્લિક કરવાથી તમારા ડિવાઈસમાં મેલવેયર એટલે કે વાયરસ આવી શકે છે. એક વખત સ્કેમર્સના હાથમાં તમારા ડિવાઈસનું કંટ્રોલ આવી જશે તો સમજી જજો કે સ્કેમર્સ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી નાખશે. 

Cyber Crime Helpline Number
જો ભૂલથી પણ તમે એવી કોઈ અજાણી લિંક પર ક્લિક કરો છો અને તમારાથી કોઈ ભૂલ થાય છે અથવા તો એવી કોઈ ઓફર મળે છે તો તમારે સૌથી પહેલા સાઈબર ક્રાઈમ નેશનલ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવાનો રહેશે. આ નંબર પર કોલ પર તમે ફરિયાદ નોંધાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ