બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Lok Sabha Election 2024 Voters above 85 years of age and disabled voters can cast their vote at home

Lok Sabha Election 2024 / 85 વર્ષથી વધુ વય તથા દિવ્યાંગ મતદાતાઓ ઘરે બેઠાં જ Vote આપી શકશે, નહીં જવું પડે મતદાન કેન્દ્ર

Megha

Last Updated: 03:58 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે 96.8 કરોડ મતદારો મતદાન કરવાના છે, જેમાં 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો અથવા વિકલાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે, જેથી તેઓ ઘરેથી પોતાનો મત આપી શકે.

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સૌથી પહેલા કહ્યું કે ચૂંટણી એ એક તહેવાર છે, દેશનું ગૌરવ છે.

આંકડો જાહેર કરતાં રાજીવ કુમારે કહ્યું કે આ વખતે 96.8 કરોડ મતદારો મતદાન કરવાના છે અને આ લોકસભા ચૂંટણીમાં લગભગ 1.8 કરોડ મતદારો એવા છે કે જેઓ પ્રથમ વખત કોઈ ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહ્યા છે. સાથે જ એમ પણ કહ્યું કે આ વર્ષે લોકસભા ચૂંટણીમાં 55 લાખ EVMનો ઉપયોગ થશે, 10.5 લાખ પોલિંગ સ્ટેશન હશે. 

વિકલાંગ વોટરને આ સુવિધા મળશે 
 મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હિમાલયથી લઈને સમુદ્ર સુધી અને રણથી લઈને વરસાદી નોર્થ-ઈસ્ટ સુધીના બૂથ પર સમાન સુવિધાઓ હશે. 85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અથવા વિકલાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે, જેથી તેઓ ઘરેથી પોતાનો મત આપી શકે. જ્યારે તેઓ બૂથ પર આવશે, ત્યારે કમિશનના સ્વયંસેવકો તેમને મદદ કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ