બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / lockdown 4 tamilnadu coronavirus covid 19 chennai maharashtra

Lockdown / કોરોના સંકટ : મહારાષ્ટ્ર બાદ દેશના આ રાજ્યે પણ 31 મે સુધી લંબાવ્યું લૉકડાઉન

Mehul

Last Updated: 04:18 PM, 17 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુએ પણ લૉકડાઉનને 31 મે સુધી આગળ વધાર્યું છે. બંને રાજ્યોમાં ગત દિવસોથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં જારી લૉકડાઉન 3.0 આજે પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર આજે લૉકડાઉન 4ની જોગવાઇ અને નિયમોની જાહેરાત કરવા જઇ રહી છે.

  • દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુએ પણ લૉકડાઉનને 31 મે સુધી આગળ વધાર્યું
  • તમિલનાડુમાં બીજા રાજ્યોની તુલનામાં કોરોના વાયરસના વધારે દર્દીઓ મળ્યા છે

આ પહેલા મહારાષ્ટ્ર અને તમિલનાડુએ લૉકડાઉનને 31 મે સુધી ચાલુ રાખવાનું એલાન કર્યું છે. તમિલનાડુમાં બીજા રાજ્યોની તુલનામાં કોરોના વાયરસના વધારે દર્દીઓ મળ્યા છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા 10 હજારને પાર કરી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ તમિલનાડુમાં હાલ કોરોના વાયરસના કુલ સંક્રમણના કેસ 10,585 છે. અહીં 3538 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે, જ્યારે 74 લોકોના મોત થયા છે. 

તમિલનાડુ સરકારે રાજ્યના 25 જિલ્લાઓને વિશેષ રાહત આપી છે. આ જિલ્લાઓમાં લૉકડાઉન વધારવાની સાથે રાજ્ય સરકારે લોકોને અલગ-અલગ પ્રકારની રાહત આપી છે. હવે એક જ જિલ્લાની અંદર બસોથી આવવા-જવા માટે ઇ-પાસની જરૂર પડશે નહીં. સરકારે લોકોને અપીલ કરી છે કે માત્ર કામ માટે જ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, જેથી સંક્રમણ ઓછામાં ઓછુ થાય. 

આ ઉપરાંત તેમા પ્રાઇવેટ બસોમાં માત્ર 20 લોકો જઇ શકે છે, જ્યારે મોટી વેનમાં 7 લોકોને જવાની મંજૂરી હશે. જ્યારે ઇનોવા જેવી કારમાં 3 લોકો અને નાની કારમાં 2 લોકો જ મુસાફરી કરી શકશે. જ્યારે સરકાર અનુસાર મનરેગા પ્રોજેક્ટમાં 100 ટકા ક્ષમતાની સાથે કામ કરી શકાશે. 

જ્યારે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે તથા માસ્ક ફરજિયાતપણે પહેરવું પડશે. જ્યારે સરકારે ચેન્નઇ, કાંચીપુરમ, વિલ્લૂપુરમ જેવા કોરોન પ્રભાવિત જિલ્લાઓમાં કોઇ રાહત આપી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ