બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / little child playing with five feet snake in a viral video

OMG / 5 ફૂટના સાંપ સાથે રમકડાની જેમ રમી રહ્યું છે બાળક, VIDEO જોઈને ધબકારો ચુકી જશો

Arohi

Last Updated: 07:31 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો સાપને જોઈને ગભરાઈ જાય છે. પરંતુ એક નાના બાળકે લગભગ પાંચ ફૂટ લાંબા સાપને તેની પૂંછડીથી પકડીને ખેંચી લીધો. વાયરલ થતા આ વીડિયોને જોયા બાદ લોકો દંગ રહી ગયા છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો 
  • સાંપને પુછળીથી પકડીને ખેંચી રહ્યું છે બાળક 
  • જુઓ વાયરલ વીડિયો 

સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો વાયરલ થતા રહે છે જેને જોઈને આપણે દંગ રહી જઈએ. આજકાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને દરેક વ્યક્તિ દાંત નીચે આંગળી દબાવવા માટે મજબૂર થઈ જશે. 

રમકડાની જેમ સાંપને પકડી રહ્યું છે બાળક 
હકીકતે વાયરલ વીડિયોમાં એક બાળક સહેજ પણ ગભરાયા વગર 5 ફૂટ લાંબા સાપની પૂંછડી પકડે છે અને પછી તેને ખેંચવાનું શરૂ કરે છે. આ દૃશ્ય ખરેખર ખૂબ જ ડરામણું છે. બાળક માંડ ત્રણ-ચાર વર્ષનો હશે અને સાપને રમકડાની જેમ પકડી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે બાળકો રસ્તા પર રમી રહ્યાં છે. ત્યારે તેની પાસેથી લગભગ 5 ફૂટનો સાપ પસાર થાય છે. પરંતુ આ પછી જે થયું તે જોઈને તમે ચોક્કસ દંગ રહી જશો. એક બાળક સાપની પૂંછડી પકડે છે અને તેને પોતાની તરફ ખેંચવાનું શરૂ કરે છે. તમે જોઈ શકો છો કે સાપ કેટલી ઝડપથી ભાગવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ બાળક તેની પૂંછડી પકડીને તેની તરફ પાછું ખેંચે છે. આશ્ચર્યની વાત એ છે કે બાળક સાપથી બિલકુલ ડરતું નથી. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ