ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Liquor Bottles Found from gujarat university campus Ahmedabad

અમદાવાદ / વિદ્યાના ધામમાં દારૂની મહેફિલઃ ગુજરાત યુનિવર્સિટીમાં કેમ્પસમાંથી દારૂની બોટલો મળી

Published By: Kashyap

Last Updated: 07:05 PM, 18 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. વિદ્યાના ધામમાં જ દારૂની મહેફિલ માણવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી જ દારૂની બોટલો મળી આવી છે. ત્યારે અહીં સવાલ એ છે કે આખરે યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલ ક્યાંથી આવી? કોની રહેમનજર હેઠળ આ બોટલો કેમ્પસમાં લાવવામાં આવી? સાથે જ જવાબદારો વિરુદ્ધ ક્યારે પગલા ભરાશે તે મોટો સવાલ છે.

ADVERTISEMENT

  • વિદ્યાના ધામમાં જ દારૂની મહેફિલ
  • ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી જ દારૂની બોટલો મળી
  • દારૃની મહેફીલ થતી હોવાની એનએસયુઆઈએ ફરિયાદ ઉઠાવી

ગુજરાત યુનિવર્સિટીમાં દારૃની મહેફીલ થતી હોવાની એનએસયુઆઈએ ફરિયાદ ઉઠાવી છે. યુનિ.કેમ્પસમાંથી ઈંગલિશ દારૃની બોટલ અને પેકેટ મળ્યા હતા. જેને લઈને એનએસયુઆઈએ રાતના સમયે દારૃની મહેફીલ થતી હોવાથી તાત્કાલિક જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માગ કરી છે.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં અંગ્રેજી દારૃની બોટલ અને તેનું પેકેટ મળ્યા હતા. અગાઉ પણ થોડા સમય પહેલા યુનિ.કેમ્પસમાંથી દારૃની બોટલ મળી હતી કેમ્પસમાં રોડ પર જ દારૃની બોટલ મળતા એનએસયુઆઈએ રાતના સમયે દારૃની મહેફીલ જામતી હોવાની ફરિયાદ કરી છે.  

યુનિ.કેમ્પસમાં જોઈએ તેટલી પુરતી સીક્યુરિટી છે નહીં અને યુનિ.માં નવા ચાર ગેઈટ બનાવી દેવાયા છે તેમજ નવા રસ્તાઓ બનાવી દેવાયા છે જે સાથે સિક્યુરિટી પોઈન્ટ વધ્યા છે પરંતુ માંડ ૫૦ ટકા જેટલા જ સિક્યુરિટી ગાર્ડ છે.

યુનિ.કેમ્પસમાં રાતના સમયે કેટલાક બહારના લુખ્ખા તત્વો પણ આવીને દારૃની મહેફીલ માણત હોવાની ફરિયાદ છે.આ અંગે યુનિ.ના એસ્ટેટ વિભાગને પણ એનએસયુઆઈ દ્વારા ફરિયાદ કરવામા આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat University ahmedabad ahmedabad Police liquor ગુજરાત યુનિવર્સિટી ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ