બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Lip-lock shown on TV: After watching the romantic scene of BIGG BOSS, people asked - what kind of family show is this
Megha
Last Updated: 11:08 AM, 5 November 2023
ADVERTISEMENT
રિયાલિટી ટીવી શો બિગ બોસમાં ઘણી વખત ખેલાડીઓ કેમેરાની સામે હદ વટાવતા જોવા મળ્યા છે.આ વખતે ઈશા માલવિયા અને સમર્થ જુરેલ આમ કરતા જોવા મળી રહ્યા છે. 'Bigg Boss 17' માં ઈશા માલવિયા, સમર્થ જુરેલ અને અભિષેક કુમારનો લવ ટ્રાયએન્ગલ દર્શકો માટે માથાનો દુખાવો બની ગયો છે.
Nibba Nibbi Bigg Boss ko ab kuch aur hi show banate hue.@BeingSalmanKhan bhai ye aapka family show.pic.twitter.com/awppfnJqKo
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) November 4, 2023
ADVERTISEMENT
વીકેન્ડ કા વારમાં સલમાન ખાને ઈશા માલવિયાને આ લવ ટ્રાયએન્ગલનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપ્યો હતો. આ દરમિયાન તેણે ઈશાનો ગેમ પ્લાન જાહેર કર્યો અને કહ્યું કે તે ઈચ્છે છે કે સમર્થ અને અભિષેક તેની પાછળ લડે. સલમાનના ઠપકા બાદ હવે ઈશા માલવીયા અને સમર્થ જુરેલનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
સમર્થ અને ઈશા કેમેરાની સામે લિપ-લૉક કરતા અને બેડશીટની અંદર ઈન્ટિમેટ થતા જોવા મળે છે. બિગ બોસ 17ના નિર્માતાઓએ શોની 'અનસીન' ક્લિપ્સમાં આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અભિષેક પણ બંનેના રોમાંસને ડિસ્ટર્બ કરતો જોઈ શકાય છે.
કેમેરાની સામે થઈ રહ્યું છે લિપ લોક
સમર્થ પહેલા ઈશા સાથે કેમેરાની સામે ખુલ્લામાં લિપ-લૉક કરે છે અને પછી જ્યારે તેને ઘરમાં લાગેલા કેમેરાનો વિચાર આવે છે ત્યારે તે ઈશા સાથે બ્લેન્કેટની અંદર જાય છે. તે જ સમયે, અભિષેક, જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તેને ખબર પડી કે તે બંને રોમાંસ કરી રહ્યા છે અને તે જઈને કહે છે.અરે, મને એક આપો... તમે બંને ચાદર લઈને બેઠા છો.
લોકોએ કહ્યું – ફેમિલી શો છે કે શું?
અભિષેકનો અવાજ સાંભળીને સમર્થ ઝડપથી બેડશીટમાંથી બહાર આવે છે અને તેને બેડશીટ આપે છે. આ વીડિયો પર લોકોએ ઘણી કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું, "ભાઈ આ કેવો ફેમિલી શો છે? "જ્યારે એકે લખ્યું, "બીગ બોસ હવે પહેલા જેવું નથી રહ્યું..''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.