બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Launching of 'Mission LiFE' in Kevadia by PM Modi

મિશન 'દક્ષિણ ગુજરાત' / PM મોદીના હસ્તે કેવડીયામાં 'Mission LiFE'નું લોન્ચિંગ, જાણો શું છે આ મિશન લાઇફ અને તેનો ઉદ્દેશ્ય

Dhruv

Last Updated: 12:29 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે PM મોદીના હસ્તે આજે કેવડીયા ખાતે 'મિશન લાઈફ'નું લોન્ચિંગ કરવામાં આવ્યું.

  • PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
  • કેવડીયા ખાતે મિશન લાઈફનું PMએ કર્યું લોન્ચિંગ
  • તાપીના વ્યારામાં વિકાસલક્ષી કાર્યોનો કરશે શિલાન્યાસ

વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે ગઇકાલે PM મોદીએ ગાંધીનગરના ડિફેન્સ એક્સપો કાર્યક્રમમાં હાજરી આપી હતી. તદુપરાંત રાજકોટ અને જૂનાગઢમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આજે PM મોદીએ કેવડીયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું છે. આ સિવાય PM મોદી કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. જ્યારે તાપીના વ્યારામાં પણ PM મોદી વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ કરશે.

'Mission LiFE'ના લોન્ચિંગ દરમ્યાન PMએ શું કહ્યું?

હવે લોકો આબોહવા પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે: PM

કેવડિયામાં PM મોદીના હસ્તે મિશન લાઇફના લોકાર્પણ દરમ્યાન કેવડિયામાં PM મોદીના હસ્તે મિશન લાઇફનું લોકાર્પણ સંબોધન કરતા કહ્યું કે, 'એક ધારણા બનાવવામાં આવી હતી કે આબોહવા પરિવર્તન એ માત્ર નીતિ-સંબંધિત મુદ્દો છે અને તે અંગે સરકારો અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પગલાં લેશે. પરંતુ હવે લોકો આબોહવા પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે.'

આપણી જીવનશૈલી થોડોક બદલાવ પર્યાવરણ માટે મદદગાર સાબિત થઇ શકે: PM

વધુમાં PMએ કહ્યું કે, 'કેટલાક લોકો ACનું તાપમાન 17 ડિગ્રી સુધી ઘટાડવાનું પસંદ કરે છે, જેનાથી પર્યાવરણ પર તેની નકારાત્મક અસર પડે છે. જીમમાં જતી વખતે વખતે તમે સાયકલનો ઉપયોગ કરો. આપણી જીવનશૈલી બદલવા માટે થોડુંક કરવું એ પર્યાવરણ માટે ઘણું મદદગાર સાબિત થઇ શકે છે.'

'મિશન લાઇફ' આબોહવાના સંકટ સામે લડવામાં મદદ કરશે: PM

PM મોદીએ કહ્યું કે, 'આબોહવા પરિવર્તનનો મુદ્દો હવે સર્વત્ર જોવા મળી રહ્યો છે, આજે આપણા ગ્લેશિયર્સ પીગળી રહ્યાં છે, નદીઓ સુકાઈ રહી છે. ત્યારે 'મિશન લાઇફ' આબોહવાના સંકટ સામે લડવામાં મદદ કરશે.'

જાણો શું છે મિશન LiFE ?

  • PM મોદીએ ગ્લાસ્ગો ખાતે LiFEની વિભાવના રજૂ કરાઇ હતી
  • વ્યક્તિ,સંસ્થાને LiFE ને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન ગણવા હાંકલ કરી 
  • LiFEનો હેતુ પૃથ્વી સાથે એકરૂપતા સાધે તેવી જીવનશૈલી જીવવવાનો
  • જે આવી જીવનશૈલી જીવે છે તેમને "પ્રો–પ્લાનેટ પીપલ" કહેવાય છે
  • મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે 
  • રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા 
  • ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે

શું છે મિશન LiFE નો ઉદ્દેશ્ય?

  • વર્ષ 2022-23થી 2027-28ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટેનું છે
  • વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા એક અબજ ભારતીયો એકત્રિત કરવાનું છે
  • અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાનો પણ ઉદ્દેશ્ય
  • દેશમાં વર્ષ-2028સુધીમાં ગામડાઓ,શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 80% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય
  • એક અબજ લોકો રોજિંદા જીવનને પર્યાવરણ અનુરૂપ વર્તન અપનાવે તો કાર્બન ઉત્સર્જનમાં 20 ટકાનો ઘટાડો આવે

પર્યાવરણના સંરક્ષણ-સંવર્ધન માટે ભારતની સિદ્ધિઓ

  • વન ક્ષેત્ર અને વન્યજીવોમાં વધારો
  • સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતામાં વધારો
  • ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્ય
  • પુન:પ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક

જાણો PM મોદીનો આજનો કાર્યક્રમ

વ્યારામાં કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

વડાપ્રધાન દરિયાઈપટ્ટી પરના કોસ્ટલ હાઈવેના સુધારણા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે. દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ  ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. કુલ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

તાપી જિલ્લાને PM મોદી આપશે મોટી ભેટ

તાપી તથા નર્મદા જિલ્લામાં ₹302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની  ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે 5 કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે.  અન્ય એક મહત્વપૂર્ણ વિકાસકાર્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે .કુલ ₹1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ