બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / Landslide wreaks havoc in eastern Nepal: 5 dead, 28 missing

કુદરતનો કહેર / પૂર્વી નેપાળમાં ભૂસ્ખલને મચાવી તબાહી: 5 લોકોને કાળ ભરખી ગયો, 28 લાપતા, ઍલર્ટ જાહેર

Priyakant

Last Updated: 09:23 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Landslides In Eastern Nepal News: ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ,  ઘણી જગ્યાએથી ભૂસ્ખલનના અહેવાલ, કેટલાય લોકોના મોત-ડઝનેક લોકો ગુમ

  • નેપાળના પૂર્વ ભાગોમાં સતત વરસાદ ચાલુ
  • કેટલાય લોકોના મોત, ડઝનેક લોકો ગુમ
  • પૂર્વ નેપાળમાં ભૂસ્ખલનને કારણે પાંચ લોકોના મોત

નેપાળના પૂર્વ ભાગોમાં સતત વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટનામાં કેટલાય લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ તરફ આ કહેરમાં ડઝનેક લોકો ગુમ છે. પોલીસે જણાવ્યું કે, પૂર્વ નેપાળમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધી 28 લોકો લાપતા છે. પોલીસે જણાવ્યું કે, ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.

પૂર્વ નેપાળમાં ભારે વરસાદ
ચોમાસાના કારણે પૂર્વ નેપાળમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણી જગ્યાએથી ભૂસ્ખલનના અહેવાલ છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ગુમ હોવાનું કહેવાય છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ શું કહ્યું ? 
આ તરફ નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર કોશી પ્રાંતના કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને તાપલેજુંગ, પંચથર, સંખુવાસભા અને તેરહાથુમમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં પૂર અને ભૂસ્ખલન બાદ ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. રસ્તાઓ, પુલ અને એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ ચૈનપુર નગરપાલિકા-4માં નિર્માણાધીન સુપર હેવા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વિસ્તારમાં કામ કરતા એક વ્યક્તિનું મોત થયું હતું. આ દરમિયાન અન્ય 21 લોકો ગુમ થયા હતા. નાયબ પોલીસ અધિક્ષક બિરેન્દ્ર ગોદારે કહ્યું કે, પૂર પછી મજૂરો સુરક્ષિત સ્થળે ગયા કે હેવા નદીમાં વહી ગયા? અમે તેની તપાસ કરી રહ્યા છીએ.

નવ વર્ષની બાળકીનું મોત
પડોશી પંચથર જિલ્લામાં ભૂસ્ખલનમાં એક મકાન ધોવાઈ જતાં નવ વર્ષની બાળકીનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે, આ વિસ્તારમાં આવેલા પૂર બાદ ચૈનપુરના પાંચ ગ્રામવાસીઓ પણ ગુમ થઈ ગયા છે. પ્રાથમિક તપાસ સૂચવે છે કે, ચૈનપુર નગરપાલિકા-4 અને પંચખાપન નગરપાલિકા-9માં ભૂસ્ખલન બાદ નદી બંધ થઈ ગઈ હતી. હવામાનની આગાહી કરનારાઓએ નેપાળમાં આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન નદીઓના જળસ્તર વધવા માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ