બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / land on moon what is the rate of plot on the moon know illegal and legal process

જાણવા જેવું / ચંદ્ર પર જમીન લેવાનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો જાણી લો કિંમતથી લઈને રજીસ્ટ્રેશન સુધીની સંપૂર્ણ પ્રોસેસ

Arohi

Last Updated: 02:35 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Land On Moon: ચંદ્રયાન 3એ ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિંગ કરી લીધું છે. એવામાં ચંદ્ર પર જમીન લેવાની લાઈન હવે વધારે વધી ગઈ છે. એવામાં જો તમે પણ ચંદ્ર પર પોતાનો પ્લોટ ખરીદવા માંગો છો તો જાણી લો કેવી રીતે લઈ શકો છો.

  • અભિનેતા શાહરૂખ ખાનની ચંદ્ર પર છે જમીન 
  • સુશાંત સિંહ રાજપૂત પણ છે લિસ્ટમાં 
  • જાણો કોણ વેચે છે ચંદ્ર પર જમીન 

ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટની સાંજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કરી ગયું છે. ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ બાદ હવે રોવર મોડ્યુલ ચંદ્ર વિશે જાણકારી મેળવશે. ચંદ્ર પર ભારતનો ઝંડો લહેરાયા બાદ ફરી એક વખત ચંદ્ર પર લોકો જમીન લઈ રહ્યા છે. આમ તો તમને જણાવી દઈએ કે ઘણા સ્ટાર્સે ચંદ્ર પર પહેલાથી જ પોતાનો પ્લોટ બુક કરાવી દીધો છે. જો તમે પણ પોતાની જમીન ત્યાં લેવા માંગો છો તો પહેલા આ ડિટેલ્સ જાણી લો. 

ચંદ્ર પર જમીન 
હમણાંથી ઘણી વખત એવી વાતો સાંભળવા મળે છે કે કોઈ વ્યક્તિએ ચંદ્ર પર જમીન ખરીદી. સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સુશાંત સિંહ રાજપૂતના નામ પર પણ ચંદ્રમાં જમીન છે. સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2018માં ચંદ્ર પર જમીન ખરીદી હતી. ત્યાં જ બોલિવુડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનને તેમને એક ફેને ચંદ્ર પર જમીન ભેટ આપી હતી. 

કઈ રીતે ખરીદશો ચંદ્ર પર જમીન? 
રિપોર્ટ અનુસાર Luna Society International અને International Lunar Lands Registry એવી કંપની છે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે. આ કંપનીઓ દ્વારા 2002માં જ હૈદરાબાદના રાજીવ બાગડી અને 2006 બેંગ્લોરના લલિત મોહતાએ પણ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. 

આ લોકોનું માનવું છે કે ચંદ્ર પર આજે નહીં તો કાલે જીવન તો વસવાનું જ છે. સુશાંતે ચંદ્ર પર જમીન ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજીસ્ટ્રીથી ખરીદી હતી. તેમની આ જમીન ચંદ્રના 'સી ઓફ મસકોવી'માં છે. 

કેટલી છે કિંમત 
લૂનર રજીસ્ટ્રી ડોટ કોમના અનુસાર ચંદ્ર પર એક એકડ જમીનની કિંમત 37.50 અમેરિકી ડોલર એટલે કે લગભગ 3112.52 રૂપિયા છે. ઓછી કિંમત હોવાના કારણે લોકો ભાવનાઓમાં વહીને રજીસ્ટ્રી કરાવવા માટે નથી વિચારતા. જ્યારે જમીનની કિંમત નક્કી છે તો સવાલ એ ઉઠે છે કે આખરે ચંદ્રનો માલિક કોણ છે? 

એક રિપોર્ટ અનુસાર અંતરિક્ષના કોઈ પણ ગ્રહ કે પછી ચંદ્ર પર કોઈ પણ એક દેશ કે વ્યક્તિનો અધિકાર નથી. ચંદ્ર પર કોઈ પણ દેશનો ઝંડો ભલે હોય પરંતુ ચંદ્રનું માલિક કોઈ નથી. 

ચંદ્ર પર જમીનનું વેચાણ કાયદેસર છે કે ગેરકાયદેસર? 
આ વિશે ઈન્ટરનેશનલ સંગઠનોનું માનવું છે કે ચંદ્રની જમીન પર કાયદેસર રીતે કોઈનો માલિકી હક નથી માની શકાતો કારણ કે પૃથ્વીથી બહારની દુનિયા સંપૂર્ણ માનવ જાતિની ધરોહર છે. તેના પર કોઈ એક દેશનો કબજો ન હોઈ શકે. 

1967ની આઉટર સ્પેસ ટ્રીટી અનુસાર સ્પેસમાં કોઈ પણ ગ્રહ કે તેમના ઉપગ્રહો પર કોઈ પણ એક દેશના વ્યક્તિનો અધિકાર નથી. ભારત સહિત 110 દેશોએ તેના પર સાઈન કર્યું છે. વગર કોઈ અધિકારે કંપનીઓ ચંદ્ર પર જમીનની રજીસ્ટ્રી કરવાનો દાવો કરે છે. આ એક પ્રકારનો ગોરખ ધંધો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ