બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / KRK charges 25 lakh for not doing negative publicity

ભાંડો ફૂટ્યો / નેગેટીવ પબ્લિસીટી ન કરવા માટે બોલીવૂડનો આ ખાન લે છે 25 લાખ રૂપિયા, ઑડિયો વાયરલ

Kinjari

Last Updated: 10:25 AM, 3 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ ફિલ્મોને ક્રિટીસાઇઝ કરવા માટે ફેમસ ખાન એટલે કમાલ રાશિદ ખાન. સલમાનથી લઇને રણબીર કપૂર સુધી પંગો લઇ ચૂકેલા KRK નેગેટિવ પબ્લિસીટી ન કરવાના લાખો રૂપિયા ચાર્જ કરે છે.

  • બોલીવૂડનો આ ખાન થયો એક્સપોઝ
  • ઑડીયો થઇ રહ્યો છે વાયરલ 
  • મિકા સિંહથી લઇ સલમાન સાથે લઇ ચૂક્યો છે પંગો 

સેલેબ્સ સાથે લીધો પંગો 
પહેલા જ સલમાન ખાન, મિકા સિંહ, રણવીર સિંહ, વિદ્યા બાદલ, કંગના રણૌત અને રણબીર કપૂર સાથે પંગો લીધા બાદ કમાલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે 25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરતો જોવા મળી રહ્યો છે. આ ઓડીયો રેકોર્ડિંગ ખુબ વાયરલ થઇ રહ્યુ છે જેમાં કમાલ એક પ્રોડ્યુસર સાથે વાત કરી રહ્યો છે. 

રોહીત ચૌધરી નામના પ્રોડ્યુસરે આ ઓડીયોને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે. આ ઓડીયો દ્વારા તે લોકોને કમાલનો અસલી ચહેરો બતાવવા માગે છે. રોહીતે દાવો કર્યો છે કે કમાલ બહુ મોટો બ્લેકમેલર છે. તે નેગેટિવ પબ્લિસીટી ન કરવાના 25 લાખ રૂપિયા લે છે. 

 

થોડા સમય પહેલા સલમાન ખાન અને તેની ફિલ્મ રાધે પર કમેન્ટ કરવા પર સલમાને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી હતી પરંતુ તેનાથી પાઠ ન ભણ્યો અને હવે શાહરૂખ ખાન પર કમેન્ટ કરી છે. 

શાહરૂખ પર કરી કમેન્ટ 
KRKએ ટ્વિટ કરી કે, મને ખબર નથી પડતી કે શાહરૂખ ખાન સાથે સાઉથના ડિરેક્ટર Atlee કેમ ફિલ્મ કરી રહ્યાં છે. જેને હિન્દી સિનેમાના દર્શકો વિશે કંઇ જ ખબર નછી. શાહરૂખ ખાનની આ જ તકલીફ છે કે તે વાર્તાની જગ્યાએ મેકર્સ પર ભરોસો કરે છે. 

 

બાદમાં KRKએ લખ્યું કે, શાહરૂખ પણ બીજા સ્ટાર્સની જેમ ભૂલ કરી રહ્યો છે. તે પણ પરદા પર 56 વર્ષનો ઘરડો દેખાવા નથી માગતો, તે ક્યુટ બોયની ઇમેજ ધરાવવા ઇચ્છે છે. 

સલમાન સાથે લીધો હતો પંગો 

તમને જણાવી દઈએ કે, કેઆરકે એટલે કે કમાલ આર ખાને ટ્વિટ કરીને સલમાન ખાનની ફિલ્મની ખૂબ ટીકા કરી હતી. જે બાદ સલમાને કેઆરકે પર માનહાનિનો દાવો કર્યો છે અને નોટિસ ફટકારી. એ પછી કેઆરકે સલમાન વિરૂદ્ધ એક પછી એક ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો છે. ત્યારે હાલમાં ફરી તેણે એક વાંધાજનક ટ્વિટ કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે. 

કેઆરકેએ પોતાની ટ્વિટમાં ભાઈજાનને રસ્તા પર લાવવાની વાત કહી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું, સાંભળ્યું છે કે તેણે ઘણાં લોકોના કરિયર ખતમ કરી દીધા છે. જેણે પણ તેના વિરૂદ્ધ કંઈ કહ્યું છે, તેણે એ લોકોને બરબાદ કરી નાખ્યું. હવે હું તેનું કરિયર બરબાદ કરી નાંખીશ અને તેને રસ્તા પર લાવી દઈશ.

એ પછી વધુ એક ટ્વિટમાં કેઆરકેએ લખ્યું-મને બોલિવૂડમાંથી ઘણાં ફોન આવી રહ્યાં છે. ઘણાં લોકો ટ્વિટ કરીને સજાની માંગ પણ કરી રહ્યાં છે અને ઘણાં લોકોએ તો એવું પણ કહ્યું કે તમને મારી નાખીશું. તમારી ચિંતા બદલ આભાર. પણ હું એનાથી ડરતો નથી. હું સત્ય માટે લડતો રહીશ. જોકે, કેઆરકેની આવી ટ્વિટ્સ બાદ હજી સુધી સલમાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ