બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / krishna janmashtami preparation in Dwarka Dakor Shamlaji temples in gujarat

વ્હાલાના વધામણા / VIDEO: જન્માષ્ટમી નિમિત્તે ગુજરાત બન્યું કૃષ્ણમય, દ્રારકા-ડાકોર-શામળાજી સહિતના મંદિરોમાં જન્મોત્સવની તડામાર તૈયારીઓ

Dhruv

Last Updated: 11:14 AM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઇને આજે સમગ્ર ગુજરાત કૃષ્ણમય બન્યું છે. ત્યારે ડાકોર-દ્રારકાધીશ સહિતના મંદિરોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

  • ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની મંદિરોમાં તડામાર તૈયારીઓ
  • દ્રારકા અને શામળાજી સહિતના મંદિરોમાં ભગવાનને અનોખો શણગાર
  • વહેલી સવારથી જ અનેક મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે ગુજરાતમાં દ્રારકાધીશ મંદિર, ડાકોરનું રણછોડરાયનું મંદિર અને શામળાજી મંદિર સહિતના મંદિરોમાં ભગવાનને અનોખા પરિધાનથી શણગારવામાં આવ્યા છે. અલગ-અલગ મંદિરોમાં ભગવાનને અલગ-અલગ રીતે શણગારવામાં આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની એક ઝલક નિહાળવા માટે વહેલી સવારથી જ અનેક મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઇને રાજ્યના સમગ્ર મંદિરોમાં કેવી તૈયારીઓ કરવામાં આવી છે તેને વિગતવાર અહીં જોઇશું.

ભગવાન દ્રારકાધીશને નીરખવા ભક્તોની લાંબી કતાર

દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવને લઇને ભક્તિમય માહોલ જામ્યો છે. જન્માષ્ટમીને લઇને દ્રારકાધીશ મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે અહીં જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. અહીં જન્માષ્ટમીના દિવસે ગોમતીઘાટ પર સ્નાનનું અનેરું મહત્વ રહેલું છે. કારણ કે આજના દિવસે ભક્તો સ્નાન કરીને જગતમંદિરમાં પ્રવેશ કરે છે. દ્રારકામાં દૂર-દૂરથી ભક્તો દ્વારકાધીશના દર્શને આવી રહ્યાં છે. કૃષ્ણ જન્મોત્સવને લઈને દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન દ્રારકાધીશને નીરખવા ભક્તોની લાંબી કતાર જોવા મળી છે. અવનવી રીતે ભગવાનને રીઝવવા ભક્તો તૈયાર થઇ ગયા છે. બાળ ગોપાલોને સાથે લઈને ભક્તો જગતમંદિર પહોંચી રહ્યાં છે. દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાનની એક ઝલક માટે લાંબી લાઈન લાગી છે. જન્માષ્ટમી નિમિત્તે દ્રારકાધીશ મંદિરમાં ભક્તોની ભારે ભીડના કારણે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

શામળાજીમાં ભક્તો ભગવાનના દર્શન કરીને ભાવવિભોર બન્યા

સાબરકાંઠાના શામળાજી મંદિરમાં ભગવાન શામળિયા શેઠ પીળા વાઘા અને સોનાવેશમાં જોવા મળશે. શામળાજીમાં ભક્તો ભગવાનના દર્શન કરીને ભાવવિભોર બન્યા છે. જણાવી દઇએ કે, શામળાજીમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. શંખ, ચક્ર અને ગદા સાથે અહીં વિષ્ણુ ભગવાનના દર્શન થાય છે. આજે ભગવાનના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે અરવલ્લીની ગિરિમાળાઓ જય શામળિયાના નાદથી ગુંજી ઉઠી.

ડાકોરમાં ભગવાન રણછોડરાયને મહારાજાના સ્વરૂપે શણગાર કરાયો

ડાકોરમાં ભગવાન રણછોડરાયને શૃંગાર ભોગ ધરાવાયો છે. અહીં ભગવાનને વિશેષ એવું સાંકળ માખણ ધરાવાયું છે. ભગવાનનો મહારાજાના સ્વરૂપે શણગાર કરાયો છે. ડાકોર મંદિર રાજા રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું. મંદિરમાં રણછોડરાયજીને પૂરી-શાક, અથાણું, દૂધ, ભજીયા, શિરો અને દહીં સહિતના પકવાનો ધરાવાયા.

વડોદરામાં પણ આજે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાશે

વડોદરામાં પણ આજે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે વડોદરાના ઇસ્કોન મંદિરમાં ભગવાનના પરિધાન ખાસ વૃંદાવનથી આવ્યા છે. જેમાં ભગવાનને આજે સોનાના પારણામાં ઝુલાવાશે. ઇસ્કોન મંદિર સહિત તમામ મંદિરો રોશનીથી શણગારવામાં આવ્યા છે. ઇસ્કોન મંદિરમાં કેળના પાનનો શણગાર કરાયો છે. અહીં 12:30 વાગ્યે ભગવાનની રાજભોગ આરતી થશે અને સાંજના 7 વાગ્યે સંધ્યા આરતી કરાશે જ્યારે રાત્રે 12 વાગ્યે ભગવાનના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભગવાનને અભિષેક કરાશે.

જન્માષ્ટમીના તહેવાર પર સોમનાથમાં પણ ભક્તોની ભારે ભીડ

જન્માષ્ટમીના તહેવાર પર સોમનાથમાં પણ ભક્તોની ભારે ભીડ જામી છે. સોમનાથની આસપાસનો વિસ્તાર ભાવિકોથી ખીચોખીચ થઇ ગયો છે. હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી ભાવિકોની ભારે ભીડ જામી છે. સવારથી જ ગીર સોમનાથમાં હજારોની સંખ્યામાં અનેક ભક્તો ઉમટ્યા છે.

અમદાવાદ જગન્નાથ મંદિરમાં પણ જન્માષ્ટમીને લઇને તડામાર તૈયારીઓ

બીજી બાજુ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ જન્માષ્ટમીને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અહીં મંદિરમાં સાંજે ભજન સંધ્યાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. અહીં રાત્રે ધામધૂમથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ