બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Korean citizen dies due to parachute damage in Dharampur
Malay
Last Updated: 02:14 PM, 25 December 2022
ADVERTISEMENT
કડીના ધરમપુર ગામની પી.જે. પટેલ સર્વ વિદ્યાલયના સષ્ટિપૂર્તિ કાર્યક્રમમાં દુર્ઘટના ઘટી છે. પેરાશૂટ ડેમેજ થતાં કોરિયન નાગરિકનું મૃત્યુ નીપજ્યું છે. કડી પ્રાંત અધિકારીની આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
કડીના ધરમપુરમાં પેરાશૂટ ડેમેજ થતા કોરિયન નાગરિકનું મૃત્યુ
આ મામલે મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ધરમપુર ગામે આવેલી પી.જે. પટેલ સર્વ વિદ્યાલયના સષ્ટિપૂર્તિ કાર્યક્રમમાં પુષ્પ વર્ષા માટે બોલાવવામાં આવેલા પેરાશૂટ ડાયવરનું નીચે પટકાતા મોત નીપજ્યું છે. પેરાશૂટ દુર્ઘટનામાં કોરિયન નાગરિકના મૃત્યુ મામલે તપાસના આદેશ આપ્યા છે. કડી પ્રાંત અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
પેરાશૂટ ઉડાડવા માટે કોઈ પરવાનગીની જરૂર નથી: પ્રાંત અધિકારી
કડી પ્રાંત અધિકારીએ આ મામલે જણાવ્યું કે, ધરમપુર ગામે હાઈસ્કૂલના સમારોહમાં પુષ્પ વર્ષા માટે પેરાશૂટ ડાયવરને બોલાવાયા હતા. ગામના જ એક વેપારીએ બે પેરાશૂટ ડાયવરને આમંત્રણ આપ્યું હતું. બંને શાળાનો કાર્યક્રમ પતાવીને ખારાઘોડા જવાના હતા. પરંતુ એ પહેલા આજના કાર્યક્રમમાં ચાઈનીઝ દોરીથી પેરાશૂટ ડેમેજ થતાં ડાયવર નીચે પટકાયો હતો, જેમાં તેનું મોત નીપજ્યું છે.
આમાં વહીવટીતંત્રની કોઈ બેદરકારી નથી: પ્રાંત અધિકારી
તેઓએ વધુમાં જણાવ્યું કે, પેરાશૂટ ઉડાડવા માટે કોઈ પરવાનગીની જરૂર નથી, કોમર્શિયલ ઉપયોગ માટે પેરાશૂટ ઉડાવાય તો જ પરવાનગી જરૂરી નથી.આમાં વહીવટીતંત્રની કોઈ બેદરકારી નથી. અમે પેરાશૂટ બાબતે SOP જાહેર કરવા સરકારને વિનંતી પત્ર લખીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.