બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / know the updates about the coronavirus in india 19042020

સંકટની ઘડી / India : દેશમાં કોરોના વાયરસથી ફ્રી થયું ગોવા, તેલંગાણામાં 7 મે સુધી વધારાયું લૉકડાઉન

Bhushita

Last Updated: 08:39 AM, 20 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 16,116 કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 519 મોત થયા છે. જ્યારે 2302 દર્દીઓ ઠીક થયા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 1324 કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે 23 રાજ્યોના 54 જિલ્લાઓમાં ગત 14 દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણનો એકપણ કેસ સામે આવ્યો નથી.

(અપડેટ્સ 19 એપ્રિલ 2020 -  રાત્રે 12:00 વાગ્યા સુધી)

ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ  https://www.mohfw.gov.in/

તેલંગાણામાં 7 મે સુધી વધારાયું લૉકડાઉન

દેશમાં કોરોના વાયરસની મહામારીના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોના સંકટને લઇને હવે તેલંગાણા રાજ્યે લૉકડાઉનની મર્યાદા 7 મે સુધી વધારી દેવાઇ છે. રાજ્ય કેબિનેટની બેઠક બાદ રવિવારે તેને લઇને જાહેરાત કરાઇ છે.

આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસના વધુ 44 કેસ નોંધાયા

આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસના નવા 44 કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 647 કેસ નોંધાયા છે. જ્યારે 17 લોકોના કોરોનાથી મોત થયા છે. 

જમ્મૂમાં રોહિગ્યા મુસ્લિમોના કોરોના ટેસ્ટ જારી, 12 લોકોના નમૂના લેવાયા

જમ્મૂ કાશ્મીરના સ્વાસ્થ્ય વિભાગે રવિવારે જણાવ્યું કે અહીં અલગ-અલગ ઝૂંપડપટ્ટીઓમાં રહી રહેલા રોહિંગ્યા મુસ્લિમોના કોરોના વાયરસના ટેસ્ટ જારી છે અને 12 લોકોના નમૂના લેવામાં આવ્યા છે. 

દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 78 થઇ

દેશની રાજધાનીમાં વધુ 2 નવા ક્ષેત્રો સામેલ થવા સાથે દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 78 થઇ ગઇ છે. રવિવારે ઇન્દ્રપુરીમાં EA બ્લોક અને DC ઓફિસ કાપસહેડાના વિપરીત પ્લોટ નંબર 1294ને આજે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા. 

 

તમિલનાડુમાં બે પત્રકારોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી

શહેરના બે પત્રકારોમાં કોરોના વાયરસના સંક્રમણને પુષ્ટી મળી છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે તમિલ દૈનિકમાં કામ કરતા એક પત્રકાર અને તમિલ ચેનલમાં કામ કરનાર એક પત્રકાર કોરોના પોઝિટિવ આવ્યા છે.

મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 1407 થઇ, 72ના મોત

મધ્યપ્રદેશમાં રવિવારે પાંચ નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 1407 પર પહોંચી ગઇ છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 72 લોકોના મોત થયા છે. સૌથી વધારે ઇન્દોરમાં 50 લોકોના મોત થયા છે.  

NCERTના સિલેબસમાં સામેલ થઇ શકે છે કોરોના વાયરસ

NCERTના હવે પછીની પાઠ્યક્રમ સમીક્ષામાં કોરોના વાયરસ અને તેનાથી જોડાયેલા વિષયોને પાઠ્યક્રમમાં સામેલ કરવા પર વિચાર કરી રહી છે. એનસીઇઆરટીના ડિરેક્ટર ડૉ. ઋષિકેશ સેનાપતિએ આમ જાણકારી આપી. 

કોરોના વાયરસનું સંક્રમણ વંશ, ધર્મ, જાતિ નથી જોતો : PM મોદી

કોરોના વાયરસને લઇને પીએમઓએ ટ્વિટ કર્યું, તેમા પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાર કરતા પહેલા વંશ, ધર્મ, રંગ અને જાતિ નથી જોતો. પીએમ મોદીએ કહ્યું કે સંકટના આ સમયમાં આપણે એકજુટ છે. 

 

પેન્શન ઓછુ કરવાનો કોઇ પ્રસ્તાવ નહીં, કેન્દ્ર સરકારે આપી સ્પષ્ટતા

કેન્દ્ર સરકારે રવિવારે કહ્યું કે પેન્શન ઓછો કરવાનો કોઇ પ્રસ્વાવ નથી. સરકાર તેને લઇને કોઇપણ પ્રકારનો કોઇ વિચાર કરી રહી નથી. સરકાર તરફથી આ સ્પષ્ટતા એ અફવાઓ બાદ આવ્યું છે કે સરકાર પેન્શન ઓછુ કરવા અથવા તેને રોકવા પર વિચાર કરી રહી છે. 

દેશમાં કોરોના વાયરસથી ફ્રી થયું ગોવા, રાજ્યમાં એકપણ પોઝિટિવ કેસ નહીં

દેશાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે ગોવા કોરોના ફ્રી જાહેર થયું છે. રાજ્યમાં એકપણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નહીં. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવતે જાણકારી આપી કે રાજ્યમાં કોરોના વાયરસનો એકપણ પોઝિટિવ કેસ નથી. ગોવા કોરોના વાયરસ મહામારીથી ફ્રી થયું છે. 

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 15,712 કેસ, કુલ 507 મોત

સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને આઇસીએમઆરે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જાણકારી આપી કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 15,712 કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 1334 કેસ નોંધાયા છે. જ્યારે 27 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 507 મોત થયા છે. જ્યારે 2231 દર્દીઓ ઠીક થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 20 એપ્રિલથી દેશના કોરોના હૉટસ્પોટ વિસ્તારોમાં ઢીલ આપવામાં આવશે. લૉકડાઉનનું આ દરમિયાન કડક રીતે પાલન કરવામાં આવે. વેક્સીન અને ડ્રગની ટેસ્ટિંગના સંબંધમાં હાઇલેવલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે 23 રાજ્યોના 54 જિલ્લાઓમાં ગત 14 દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણનો એકપણ કેસ સામે આવ્યો નથી. 

લૉકડાઉનમાં આવતીકાલથી ચાલુ થશે આ વિભાગો

  • નવી સૂચિમાં 20 એપ્રિલથી દેશના ઘણા ભાગોમાં આરોગ્ય સેવાઓ, ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ, માછીમારી અને પશુપાલન પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે. આ સાથે, ચા, કોફી અને રબરના વાવેતરમાં મહત્તમ 50 ટકા મજૂરો સાથે કામ કરી શકાશે.
  • મનરેગા અંતર્ગત કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ સામાજિક અંતર અને માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવું પડશે. વીજળી, પાણી અને ગેસ જેવી જાહેર ઉપયોગિતાની વસ્તુઓનું સંચાલન ચાલુ રહેશે. રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર માલની અવરજવરની છૂટ આપવામાં આવશે.
  • બાંધકામ ક્ષેત્રના કામ શરૂ થવા દેવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઓફિસો પણ 20 એપ્રિલથી ખુલી જશે.
  • નાણાકીય અને સામાજિક સેવાઓ ક્ષેત્ર, ખાનગી સંસ્થાઓ જેવી કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, જેવી નાની સંસ્થાઓ, નાના ઢાબાને પણ આ સૂચિમાં રાખવામાં આવ્યા છે.
  • સરકારે ચેતવણી આપી છે કે આ પ્રવૃત્તિઓને મંજૂરી આપવાનો મતલબ છે કે લોકોની મુશ્કેલીઓ ઓછી થાય, પરંતુ હાલના માર્ગદર્શિકાઓને અનુસરીને જ આ બાબતોની સ્વીકૃતિ થશે. સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કચેરીઓ, કાર્યસ્થળો અને ફેક્ટરીઓમાં પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
  • કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ભારતમાં 20 એપ્રિલ, 2020 થી શરૂ થનારી પ્રવૃત્તિઓ અને સેવાઓની સૂચિ જાહેર કરી છે. જો કે, તેમણે કહ્યું કે આ ઓપરેશન કોરોના વાયરસ સંક્રમિત વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે નહીં.
  • અગાઉ જાહેર કરેલી યાદીમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા મોબાઇલ ફોન, ટીવી, રેફ્રિજરેટર્સ, લેપટોપ, કપડાં અને સ્કૂલનાં બાળકો માટે સ્ટેશનરી વસ્તુઓ અને કરિયાણા અને દવાઓ જેવી વસ્તુઓની વેચાણની મંજૂરી આપવામાં આવી હતી. હવેની નવી ગાઈડલાઈન અનુસાર ઈ કોમર્સ સાઈટ ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓ જ વેચી શકશે. અન્ય વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે. 
  • આ યાદીમાં નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને આવશ્યક સેવાઓ તરીકે મૂકવામાં આવી છે જેથી તેઓ ફરીથી શરૂ થઈ શકે.
  • અનુસૂચિત જનજાતિ દ્વારા ઉત્પાદિત નાળિયેર, મસાલા, વાંસ અને કોકો વાવેતર અને વન પેદાશોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • ગૃહ મંત્રાલયની એક સૂચના મુજબ ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠો અને સ્વચ્છતાના કામ અને વીજ લાઇનો નાખવા, ટેલિકોમ ઓપ્ટિકલ ફાઇબર અને કેબલ્સને પણ મંજૂરી આપવામાં આવશે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું છે કે ગુજરાતમાં રિકવરી દર કેરળના પ્રમાણમાં ઓછો છે. રોગપ્રતિકારક શક્તિ સહિતની બાબતો મહત્વની કોરોનાની જંગમાં મહત્વની રહે છે. કેરળમાં કેસો વહેલા આવ્યા હોવાથી રિકવરી વધુ જોવા મળી છે.

અમદાવાદમાં આજે કોરોનોના વધુ 140 પોઝિટિવ કેસ

અમદાવાદમાં આજે નરોડા, જમાલપુર, બહેરામપુરા વિસ્તારમાં કેસ નોંધાયા છે. રિલીફ રોડ, ત્રણ દરવાજા, જીવરાજપાર્ક વિસ્તારના કેસ છે. તો મણિનગર, મેઘાણીનગર, દાણીલીમડા, જુહાપુરામાં પણ આજે કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ કેસ આજે નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ આવ્યા છે. કુલ 1604 કેસ થયા છે જેમાંથી 94 સાજા થયા છે. 9 લોકો વેન્ટીલેટર ઉપર છે. કુલ 58 લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5 લોકોના મોત થયા છે. 

ગુજરાતી કલાકારોએ બનાવ્યું ગીત, દેશ ખીલશે, ગુજરાત ખીલશે

કોરોના વાયરસને લઇને જાગૃતતા ફેલાવવા ગુજરાતી કલાકારોએ પણ એક ગીત તૈયાર કર્યું છે. 30થી વધારે ગુજરાતી કલાકારોએ દેશ ખીલશે, ગુજરાત ખીલશેની થીમ પર ગીત બનાવ્યું છે. ગીતના માધ્યમથી ગુજરાતી કલાકારોએ લોકોને સંદેશ આપ્યો છે. સિંગર અરવિંદ વેગડાના અવાજમાં ગીત બનાવાયું છે. 

કોરોનાને લઈને દિલ્હીમાં રેપિડ ટેસ્ટ અભિયાન

આવતીકાલથી દિલ્હીમાં રેપિડ ટેસ્ટ અભિયાન શરૂ કરાશે. એક સપ્તાહમાં 42 હજાર કોરોના ટેસ્ટ કરાશે. દિલ્હીના તમામ હૉટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટ કરાશે તેમ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે. 

કોરોના વાયરસથી દોઢ મહિનાના બાળકનું મોત

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી દોઢ મહિનાના બાળકનું મોત થયું છે. આ બાળક લેડી હાર્ડિંગ કોલેજના કલાવતી શરન હોસ્પિટલના આઈસીયૂમાં એડમિટ હતું અને સારવાર સમયે જ મૃત્યુ પામ્યું. ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં આ સૌથી નાની ઉંમરનું બાળક છે. 

રાંચીમાં તબલીગી જમાતના 17 લોકોને જેલમાં ધકેલાયા

કોરોના વાયરસને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાંચીમાં તબલીગી જમાતના લોકો પર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ચીમાં તબલીગી જમાતના 17 લોકોને જેલમાં ધકેલાયા છે. તબલીગી જમાતના 17 વિદેશી લોકોને જેલમાં ધકેલાયા છે. 17 વિદેશી જમાતીઓમાંથી એકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામ જમાતીઓ પર વિઝા ઉલ્લંઘનનો આરોપ છે.

રેલ્વેની સ્થિતિ બની ગંભીર, પગાર અને ભથ્થામાં આવશે કપાત

લૉકડાઉનને કારણે રેલ્વેની સ્થિત હાલમાં ગંભીર બની છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટી.એ., ડી.એ. સહિત ઓવરટાઇમ ડ્યુટીના ભથ્થાઓ લગભગ 6 મહિના માટે રદ કરવામાં આવશે. મેઇલ-એક્સપ્રેસ ડ્રાઇવરો અને રક્ષકો માટે ભથ્થા અંગેના સૂચનો પણ કરવામાં આવ્યા છે.

WHOએ કર્યા ભારતના વખાણ

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાની સંખ્યા 500ને પાર છે. આ સમયે એક્ટિવ કેસની સંખ્યા પણ 13000ને પાર પહોંચી છે. WHOએ કહ્યું કે ભારતમાં લૉકડાઉનને ઝડપથી લાગૂ કરવાના કારણે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 328 નવા કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 3648 કેસ નોંધાયા છે જેમાં 2 હજાર 268 કેસ માત્ર મુંબઈમાં જ નોંધાયા.

જમાત બાદ રોહિંગ્યાથી દેશમાં વધી શકે છે કોરોનાના કેસ

તેલંગાણામાં 17 રોહિંગ્યા મુસલમાનો સામે કેસ દાખલ કરાયો છે. તેલંગાણા પોલીસે 17 રોહિંગ્યા સામે કેસ દાખલ કર્યો છે. 17માંથી 4 રોહિંગ્યા મુસલમાન કોરોના પોઝિટિવ છે. લૉકડાઉન વચ્ચે ધાર્મિક જલસામાં તેઓએ ભાગ લીધો હતો. આ સાથે જ રોહિંગ્યાનું જમાત કનેક્શન પણ સામે આવ્યું છે.

કેન્દ્ર રાજ્યો માટે વધુ એક પેકેજની કરી શકે છે જાહેરાત

ગત રાત્રે રાજનાથ સિંહના ઘરે મળેલી બેઠકમાં ચર્ચા થઈ હતી. મંત્રી સમુહની બેઠકમાં રાજ્યોના રાહત પેકેજ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાહત પેકેજ માટે સૈદ્ધાંતિક સહમતિ બની હતી. પેકેજના આકાર-રાજ્યોમાં વિતરણ મુદ્દે નિર્ણય બાકી રખાયો છે. બેઠકમાં લૉકડાઉન મુદ્દે પણ કરવામાં ચર્ચા કરાઈ છે. 20 એપ્રિલથી આંશિક છુટછાટ મુદ્દે બેઠકમાં ચર્ચામાં નક્કી કરાયું છે કે સંક્રમણ સ્તરના આધારે 20 એપ્રિલ બાદ છુટછાટ મળશે. 20 એપ્રિલ બાદ છુટછાટને લઇ રોડમેપ તૈયાર થઇ રહ્યો છે.

એરલાઈન્સ શરૂ કરવા મામલે ઉડ્ડયન મંત્રી પુરીનો ખુલાસો

હજૂ સુધી ઈન્ટરનેશનલ-ડોમેસ્ટિક ફ્લાઇટોને મંજૂરી મળી નથી. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટતા કરી છે કે એરલાઈન્સને પણ મંત્રી હરદીપ પુરીએ સલાહ આપી છે કે જ્યાં સુધી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી એરલાઈન્સ શરૂ કરવી નહીં. 

પીએમ મોદીએ દેશવાસીઓ માટે કર્યું જોશ ભર્યું ટ્વિટ

ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલા કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોના સંકટને લઇને દેશમાં લૉકડાઉન 3 મે સુધી વધારી દેવાયું છે. ત્યારે પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ગભરાવાની જરૂર નથી. યોગ્ય સાવધાની જાળવી રાખજો. આપણે સૌ સાથે મળીને કોવિડ 19 મહામારીને નિશ્ચિત રુપે હરાવીશું. પીએમ મોદીનો આ સંદેશ એ સમયે આવ્યો છે જ્યારે દેશમાં કોરોના પોઝિટિવ લોકોનો આંકડો 14,000ને પાર કરી ચૂક્યો છે અને કોરોના વાયરસને કારણે 480થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશવાસીઓમાંથી ડર દૂર કરવા માટે પીએમ મોદીએ એક જોશ ભર્યું ટ્વિટ કર્યું છે. 

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય

મહારાષ્ટ્ર સરકારે તેમના રાજ્યમાં શેરડીની ફેક્ટરીમાં કામ કરતા આશરે 1 લાખ પરપ્રાંતીય મજૂરોને વતન લોકડાઉન વચ્ચે પણ તેમના વતન પાછા જવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટેનું કારણ દેશમાં ચાલી રહેલા મેડિકલ ટેસ્ટને ગણાવવામાં આવ્યું છે. આ માહિતી સોશ્યલ જસ્ટિસ મિનિસ્ટર ધનંજય મુંડેએ શુક્રવારે આપી હતી. ધનંજય મુંડેએ ટ્વીટ કર્યું હતું કે "મારા શેરડીની ફેક્ટરીમાં કામ કરતા કામદાર ભાઈઓ માટે સારા સમાચાર છે! સરકારે આ મુદ્દે એક અગત્યનો નિર્ણય લીધો છે. તમે હવે સરકારની સુરક્ષા ગાઇડલાઇન્સની કડક પાલન કરીને વતન પરત ફરી શકો છો. પોતાના સ્વાસ્થ્યની અને પોતાના ગામના સ્વાસ્થ્યની કાળજી રાખો. એક વખત વતન પહોંચી ગયા પછી ઘરમાં જ રહેજો!"

ભારતીય નૌસૈના પણ કોરોનાની ચપેટમાં

ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસે હવે ભારતીય નૌસૈનાને પણ ચપેટમાં લઇ લીધા છે. સૂત્રો પ્રમાણે મુંબઇમાં વેસ્ટર્ન નવલ કમાન્ડમાં 26 નૌસૈનિક કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. કોરોના વાયરસ ભારતીય સૈન્ય બળમાં આટલી મોટા પ્રમાણમાં પહેલી વખત ફેલાયો છે. 

ગત 14 દિવસોમાં દેશના 45 જિલ્લાઓમાંથી કોઇ કોરોના વાયરસનો કેસ નહીં : સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શનિવારે નિયમિત યોજાતી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં જ 991 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. લવ અગ્રવાલે જણાવ્યું કે કોરોના વાયરસના કુલ કેસનીં સખ્યા વધીને 14,378 થઇ છે. ગત 24 કલાકમાં જ 43 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કુલ 480 લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે દેશ માટે રાહતના સમાચાર એ છે કે, ગત 14 દિવસોમાં દેશના 45 જિલ્લાઓમાંથી કોઇ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1992 લોકો કોરોના બીમારીથી ડિસ્ચાર્જ થયા છે જે 13.85 ટકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ