બ્રેકિંગ ન્યુઝ
એન્યુઇટિ પેમેન્ટમાં ગ્રાહકની તરફથી જમા થયેલી રકમ પર વ્યાજ લગાવીને એક નક્કી કરેલા સમય પછી આવક મળવાની ચાલુ થાય છે.
ADVERTISEMENT
આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયાની માસિક એન્યૂઇટિ માટે રોકાણ કરી શકાય છે, જે 25 હજાર રૂપિયા છે. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એન્યૂઇટિ ડિપોઝિટ 36/60/84 અથવા 120 મહિનાના સમયગાળા માટે થઈ શકે છે. આ થાપણો પર વ્યાજ દર થાપણદાર દ્વારા પસંદ કરાયેલી ટર્મ ડિપોઝિટ પર લાગુ થશે. ધારો કે, જો તમે 5 વર્ષ માટે એન્યૂઇટિ ડિપોઝિટ કરાવવા માગતા હો તો 5 વર્ષની FD પર ચાલુ વ્યાજ દર આપવામાં આવશે.

ADVERTISEMENT
ડિપોઝિટ કરનાર વ્યક્તિનાં મૃત્યુના કિસ્સામાં સમય કરતા પહેલાં જ ઉપાડ કરવાની મંજૂરી મળે છે. આ ઉપરાંત, એન્યૂઇટિમાં જમા રાશિ પર 75% સુધી લોન પણ લઈ શકાય છે. જો તમે લોનનો વિકલ્પ પસંદ કરો તો ભવિષ્યના એન્યૂઇટિનું પેમેન્ટ લોન અકાઉન્ટમાં ત્યાં સુધી જમા થતું રહેશે, જ્યાં સુધી સંપૂર્ણ લોનની રકમ પરત ન મળી જાય.
જો તમે 5 વર્ષ માટે 10 હજાર રૂપિયાની માસિક એન્યૂઇટિ ઈચ્છો તો 7%ના વ્યાજ દર અનુસાર તમારે એન્યૂઇટિ ડિપોઝિટમાં 5,07,965.93 રૂપિયા જમા કરવા પડશે.
ADVERTISEMENT
એન્યૂઇટિ RDથી કેવી રીતે અલગ છે:
એન્યૂઇટિ ડિપોઝિટ RDથી અલગ છે. RDમાં જમાકર્તા દર મહિનાની એક નિશ્ચિત રાશિ જમા કરે છે અને મેચ્યોરિટી પર એક નિશ્ચિત રાશિ મળે છે. પરંતુ એન્યૂઇટિ ડિપોઝિટના મામલામાં ઉલ્ટુ હોય છે. જ્યાં જમાકર્તા એક સાથે એમાઉન્ટ જમા કરે છે અને પૂરા કાર્યકાળ માટે દર મહિને એક નક્કી એમાઉન્ટ મળે છે.
ADVERTISEMENT

એન્યૂઇટિ FDથી કેમ અલગ છે:
ADVERTISEMENT
FDના મામલામાં જમાકર્તા એક વિશેષ કાર્યકાળ માટે એકસાથે અમાઉન્ટ જમા કરાવે છે જેવા કે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ અથવા તો 7 વર્ષ વગેરે. મેચ્યોટિરી પર વ્યાજ સહિત રાશિ એક સાથે મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.