બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / kiren rijiju And rajnathsingh praised Indian Army and said yangtse area of arunachalpradesh fully secured

તણાવ / ભારતના જાંબાઝોની મુલાકાતે પહોંચ્યાં કેન્દ્રીય મંત્રી, તવાંગમાં જાત તપાસ બાદ આપ્યાં સારા સમાચાર

Vaidehi

Last Updated: 05:36 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીની સૈનિકોએ 9 ડિસેમ્બરનાં તવાંગ સેક્ટરનાં યાંગ્ત્સે ક્ષેત્રમાં LAC પર અતિક્રમણ કરી સ્થિતિને એકતરફી રીતે બદલવાનાં પ્રયાસો કર્યાં હતાં. ચીનનાં આ પ્રયાસનો ભારતીય સેનાએ દ્ઢતાથી સામનો કર્યો છે.

  • LAC પર થયેલ અથડામણ મુદે બોલ્યાં રિજિજૂ
  • ટ્વિટ કર્યું કે, ભારતીય સેનાએ બહાદુરીથી લડત આપી
  • રાજનાથસિંહે પણ સેનાની કરી પ્રશંસા

અરૂણાચલ પ્રદેશનાં તવાંગમાં ચીની સેનાની ઘુસણપીઠ બાદ હવે સ્થિતિ થોડી સામાન્ય થઇ છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આ બાબત અંગે જાણકારી આપી છે. રિજિજૂએ જણાવ્યું કે જ્યાં ભારતીય સેનાની ચીની PLA આર્મીની સાથે અથડામણ થઇ હતી તે તવાંગનાં યાંગ્ત્સે ક્ષેત્ર હવે સંપૂર્ણરીતે સુરક્ષિત છે.  ચીની સૈનિકોએ 9 ડિસેમ્બરનાં તવાંગ સેક્ટરનાં યાંગ્ત્સે ક્ષેત્રમાં  LAC પર અતિક્રમણ કરી સ્થિતિને એકતરફી રીતે બદલવાનાં પ્રયાસો કર્યાં હતાં. ચીનનાં આ પ્રયાસનો ભારતીય સેનાએ દ્ઢતાથી સામનો કર્યો છે અને બંને પક્ષો વચ્ચે થયેલ અથડામણમાં ભારતીય પક્ષનાં કોઇપણ સૈનિકનું મૃત્યુ થયું નથી.

ભારતીય સેનાએ બહાદુરીથી લડત આપી
ભારતીય સેનાએ બહાદુરીથી ચીની સૈનિકોને ભારતીય ક્ષેત્રમાં અતિક્રમણ કરવાથી રોક્યું અને તેમને તેમની ચોકી પર પાછા વળવા માટે મજબૂર કરી દીધુ હતું. કિરેન રિજિજૂએ ટ્વિટ કરતાં કહ્યું કે ભારતીય સેનાનાં બહાદુર જવાનોની પર્યાપ્ત તૈનાતીનાં લીધે અરૂણાચલ પ્રદેશનાં તવાંગમાં યાંગ્ત્સે ક્ષેત્ર હવે પૂરીરીતે સુરક્ષિત છે. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે ગલવાન ઘાટી સંઘર્ષ અને અરૂણાચલ પ્રદેશનાં તવાંગ સેક્ટરમાં થયેલ અથડામણ દરમિયાન ભારતીય સૈનિકોએ જે બહાદુરી અને સાહસનું પ્રદર્શન કરેલ છે તે ખરેખર પ્રશંસનીય છે અને તેના માટે તેમની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે.

રાજનાથસિંહે પણ કરી સેનાની પ્રશંસા
ભારતીય વેપાર અને ઉદ્યોદ મહાસંઘમાં પોતાના સંબોધનમાં રાજનાથે ચીન સાથેના વિવાદથી નિપટવાની સરકારની રણનીતિ પર શંકા કરવા માટે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી પર પરોક્ષરૂપે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ગલવાન હોય કે તવાંગ, સશસ્ત્ર બળોએ જે રીતે બહાદુરી અને વીરતાનું પ્રદર્શન કરેલ છે તેના માટે તેમની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. રાજનાથસિંહે કહ્યું કે અમે વિપક્ષનાં કોઇપણ નેતાની ઇચ્છાઓ પર ક્યારેય સવાલો ઊઠાવ્યા નથી અમે કેવળ નીતિઓનાં આધાર પર જ દલીલો કરી છે. રાજનીતિ સત્ય પર આધારિત હોવી જોઇએ. લાંબા સમય સુધી અસત્યનાં આધાર પર રાજનીતિ ન કરી શકાય.

દુનિયામાં ભારતનું કદ વધ્યું છે- રાજનાથસિંહ
તેમણે કહ્યું કે સમાજને સાચા માર્ગ તરફ લઇ જવાની પ્રક્રિયાને રાજનીતિ કહેવામાં આવે છે. હંમેશા કોઇની પણ ઇચ્છાઓ પર શંકા કરવું તેનું કારણ મને સમજાતું નથી. તેમણે આગળ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં વિશ્વ પટલ પર ભારતનું કદ ઘણું વિશાળ થયું છે. હવે ભારત વિશ્વ મંચ પર એજન્ડ સેટ કરવાની દિશામાં કામ કરી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ