બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:04 AM, 24 September 2023
ADVERTISEMENT
નવા પેરેન્ટ્સ માટે જાણવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કે તેમનું બાળક કોની સાથે વધું સેફ છે. કઈ વ્યક્તિ સાચી છે અને બાળક કોની સાથે વધુ સુરક્ષિત છે, તે સરળતાથી જાણી શકાતું નથી. અહીંયા અમે તેમને એવા લોકો વિશે જણાવી રહ્યા છીએ, જેમની સાથે તમારા બાળકને એકલું ના મૂકવું જોઈએ.
અપશબ્દ બોલતા લોકો
જે લોકો વાત વાતમાં ગાળો બોલતા હોય, અપશબ્દો બોલતા હોય તેવા લોકોથી તમારા બાળકને દૂર રાખવું જોઈએ. બાળકોને આ પ્રકારના લોકો સાથે રાખવાથી બાળક પર ખરાબ અસર પડે છે.
ADVERTISEMENT
જે લોકો કોઈની ઈજ્જત ના કરે
જે લોકો કોઈપણ વ્યક્તિની ઈજ્જત ના કરતા હોય તેવા લોકો સાથે બાળકને ના રાખવું. બાળકો આ પ્રકારના લોકો સાથે રહે તો તમારું બાળક પણ આ પ્રકારે કરી શકે છે.
દુ:ખી રહેતા લોકો
જે લોકો હંમેશા દુ:ખી રહેતા હોય, ખુશી ના થતી હોય તેવા લોકો સાથે બાળકને ના રાખવું જોઈએ. બાળકો આ પ્રકારના લોકો સાથે રહે તો બાળકો પર નેગેટીવ અસર થઈ શકે છે.
અનહેલ્ધી લાઈફસ્ટાઈલ
જે લોકોની લાઈફસ્ટાઈલ હેલ્ધી ના હોય તેવા લોકોથી બાળકને દૂર રાખવા. આ પ્રકારના લોકો સાથે રહીને તમારું બાળક પણ તે પ્રકારનું વર્તન કરવા લાગે છે.
અજાણી વ્યક્તિ
બાળકોને ક્યારેય પણ અજાણી વ્યક્તિના ભરોસે ના મુકવા જોઈએ. તે વ્યક્તિ તમારા બાળક સાથે કંઈપણ કરી શકે છે. અનેક વાર આ પ્રકારના કેસ સામે આવતા હોય છે.
આવા લોકોથી બાળકોને દૂર રાખવા
જે લોકો સાથે તમને ખુદને સેફ ફીલ ના થતું હોય તેવા લોકોથી બાળકોને દૂર રાખવા જોઈએ. આ પ્રકારની વ્યક્તિ બાળક સાથે ખોટુ કામ કરી શકે છે.
ફેમિલી મેમ્બર
ઘણીવાર ઘરનું સભ્ય તમારા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. ઘરની વ્યક્તિ અજીબ પ્રકારે બાળકની નજીક આવવાની કોશિશ કરે તો સતર્ક રહેવું અને તે વ્યક્તિથી બાળકને દૂર રાખવું.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.