બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / kedarnath jyotirlinga unknown facts kedarnath temple katha history pandav connection

ધર્મ / કેદારનાથના દર્શન વગર અધૂરી માનવામાં આવે છે બદ્રીનાથની યાત્રા, જાણો પાંડવો સાથે જોડાયેલી પૌરાણિક કથા

Arohi

Last Updated: 04:08 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેદારનાથ ધામ બાર જ્યોતિર્લિંગમાંથી એક હોવાની સાથે જ ચાર ધામ અને પંચ કેદારમાંથી પણ એક છે. આવો જાણીએ કેદારનાથ ધામની રસપ્રદ વાતો અને કથાઓ.

  • બાર જ્યોતિર્લિંગમાંથી એક છે કેદારનાથ 
  • કેદારનાથના દર્શન બાદ જ થાય છે બદ્રીનાથના દર્શન 
  • જાણો જ્યોતિર્લિંગની કથા 

શિવ પુરાણમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે. જ્યાં શિવ સ્વયં પ્રગટ થયા હતા. આમાંથી એક કેદારનાથ ધામ છે. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતમાં સ્થિત કેદારનાથ ધામ બાર જ્યોતિર્લિંગમાં સામેલ હોવાની સાથે જ ચાર ધામ અને પંચ કેદારમાંથી એક છે. 

આ મંદિરનું નિર્માણ પાંડવ વંશના જન્મજેયએ કરાવ્યું હતું. ત્યાર બાદ તેનો જીર્ણોદ્ધાર આદિ શંકરાચાર્યએ કરાવ્યો હતો. માન્યતા છે કે અહીં આવતા ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ કેદારનાથ ધામની રોચક કથા. 

કેદારનાથ જ્યોતિર્લિંગ કથા
પૌરાણીક કથા અનુસાર પાંડવોએ મહાભારતનું યુદ્ધ જીત્યું હતું અને તેઓ તેમના ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા માંગતા હતા. પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તે કૈલાસ પર્વત પર મહાદેવ પાસે પહોંચ્યો પરંતુ શિવે તેમને દર્શન ન આપ્યા અને અંતર્દ્યાન થઈ ગયા. પાંડવોએ હાર ન માની અને શિવની શોધમાં કેદાર પહોંચ્યા.

શિવે ધારણ કર્યું નંદીનું રૂપ 
પાંડવોના આગમનની જાણ થતા જ ભોલેનાથ બળદનું રૂપ ધારણ કરીને પ્રાણીઓના ટોળામાં જોડાઈ ગયા. પાંડવો શિવને ઓળખી ન શક્યા પરંતુ ભીમે પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કરીને બે પર્વતો પર પગ ફેલાવી દીધા. 

બધા પ્રાણીઓ ભીમના પગમાંથી નીકળી ગયા, પરંતુ  બળદના રૂપમાં મહાદેવ આ જોઈને ફરી અંતરધ્યાન થવા લાગ્યા ત્યારે જ ભીમે તેમને પકડી લીધી. પાંડવોની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને પાપોમાંથી મુક્ત કરી દીધા. ત્યારથી જ અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પુજવામાં આવે છે. 

કેદારનાથ ધામના રહસ્ય

  • સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. પહાડોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે. અહીં પાંચ નદીઓ મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરીનો સંગમ થાય છે. જેમાં કેટલીક નદીઓનું હવે અસ્તિત્વ જતુ રહ્યું છે.
  • અહીં બાબાના દર્શન પહેલા કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે. દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ બંધ અને ખોલવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે. તેને યાત્રાનું ફળ મળતું નથી. અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ ધરાવે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ