બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut Film Tejas will be released on 27 October, watch the trailer

બોલિવૂડ / ફિલ્મ 'તેજસ'નું બીજું ટીઝર રીલીઝ: કંગનાનો એક્શન અવતાર જોઈ ચાહકોનો જોશ હાઇ, રામ મંદિર પર એટેકની ચેલેન્જનો કરશે સામનો?

Vaidehi

Last Updated: 06:18 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં પોતાની ફિલ્મ તેજસનાં પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનાં દ્વિતીય ટ્રેલરને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

  • બોલીવુડ એક્ટ્રેસ કંગનાની ફિલ્મ આવી રહી છે
  • અપકમિંગ ફિલ્મ તેજસનાં પ્રમોશનમાં વ્યસ્ત છે કંગના
  • આજે ફિલ્મનું બીજું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે

કંગના રનૌતની ફિલ્મ તેજસ રિલીઝ થવા જઈ રહી છે જેમાં તે લીડ રોલમાં દેખાશે. તે એરફોર્સ ઓફિસરનું પાત્ર ભજવી રહી છે. 2 દિવસમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું બીજું ટીઝર લૉન્ચ થયું છે. ટીઝરને લોકોનો ઘણો સારો પ્રતિસાદ મળતો દેખાઈ રહ્યો છે.

અયોધ્યા મંદિર પર અટેક
ટીઝરમાં એક્ટ્રેસ કંગના એક મોટા મિશન પર દેખાઈ રહી છે. અયોધ્યાનાં મોટા મંદિરમાં તેને અટેકની ઈનફોર્મેશન મળી છે જેમાં કંગનાએ અનેક પ્રકારનાં ચેલેન્જીસનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ટીઝરમાં રામમંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કંગના રનૌત આ મૂવીમાં એક્શન મોડમાં દેખાશે કારણકે ટીઝરમાં જોઈ શકાય છે કે તે આતંકીઓ સાથે હિંમતપૂર્વક લડી રહી છે. 

એક્ટ્રેસે વીડિયો શેર કર્યો
એક્ટ્રેસ કંગનાએ આ વીડિયો શેર કરતાંની સાથે સોશિયલ મીડિયા પર લખ્યું કે,' આ નવો હિન્દુસ્તાન છે કે જ્યાં સુપરસોલ્જર્સ, તેજસ દુશ્મનો પર તાકાત સાથે વાર કરશે. 27 ઑક્ટોબરનાં તેજસ ફિલ્મ સિનેમાઘરોમાં જુઓ. ' આ ટીઝર પર ફેન્સની પણ પ્રતિક્રિયા આવી રહી છે. એક વ્યક્તિએ કમેન્ટમાં લખ્યું કે ભારતને છેડશો તો છોડશું નહીં.. તો અન્ય યૂઝરે લખ્યું કે બ્લોકબસ્ટર લોડિંગ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ