બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Joshimath unsafe hotels and buildings going to be demolised tomorrow

ઉત્તરાખંડ / ધસતા જોશીમઠમાં ઘર-દુકાનો- ભવનો તોડવાની વિરૂદ્ધ રહેવાશીઓ, ઉગ્ર વિરોધ, વળતરની માગ

Vaidehi

Last Updated: 08:27 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડનાં જોશીમઠમાં પ્રશાસને અસુરક્ષિત ઈમારતોને તોડવાનું કામ શરૂ કર્યું જેનો ઉગ્ર વિરોધ સ્થાનિકો દ્વારા કરાયો.

  • ધસતાં જોશીમઠને બચાવવા લોકો આગળ આવ્યાં
  • પ્રશાસન પાસે યોગ્ય વળતરની કરી માગ
  • પોલીસ સાથે ધક્કા-મુક્કી કરીને અભિયાન રોક્યું

ઉત્તરાખંડનાં જોશીમઠમાં કંપી રહેલી ધરતીને લીધે ઘરોમાં તિરાડો પડી ગઈ છે ત્યારે આ જર્જરીત ઈમારતોને તોડવાની કામગીરી આવતીકાલથી શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત તેવી હોટેલ્સ, ઘરો અને ભવનોને તોડવામાં આવશે જેને અસુરક્ષિત ઘોષિત કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત 2 હોટલથી થશે. 

2 હોટલોને તોડવાથી થશે શરૂઆત
આ અભિયાનની શરૂઆત 2 હોટલથી થશે. સૌથી પહેલાં હોટલ મલારી ઈન અને માઉન્ટ વ્યૂને હટાવવામાં આવશે. આ બંને હોટલોમાં અનેક તિરાડો પડી ચૂકી છે અને બંને પાછળની તરફ નમી ગઈ છે. બુધવારે આ હોટલોને તોડવાનું કામ શરૂ કરવામાં આવશે. આ તોડકામને લઈને જોશીમઠમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને સ્થાનીકો વળતરની માંગ પર અડગ છે.

હડતાલ પર બેઠા લોકો, કર્યો વિરોધ
જોશીમઠમાં પ્રશાસન આવતીકાલ બુધવારથી 2 હોટલોને ફગાવવાનું કામ શરૂ કરશે. આ અભિયાનની શરૂઆત થાય તે પહેલા જ ત્યાંના સ્થાનીય લોકો અને હોટલ સ્ટાફ રસ્તા પર ઊતર્યાં છે અને રોડ પર બેસીને પ્રદર્શન કરી રહ્યાં છે. આ વિરોધ પ્રદર્શનમાં અનેક મહિલાઓ જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે હોટલને ત્યારે જ તોડવામાં આવશે જ્યારે તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.

હોટલ તોડવાથી પહેલા રોડને કરાયું બ્લોક
જોશીમઠમાં હોટલોને તોડવાથી પહેલા અધિકારીઓએ રોડને બ્લોક કરી દીધેલ છે. તેથી તે રસ્તા પરથી વાહનોની અવરજવરને પણ રોકી દેવાયું છે. રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પણ ઊભી થઈ રહી છે. પ્રશાસનની તરફથી અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે હોટલોથી દૂર થઈ જવું. 

રક્ષા રાજ્યમંત્રી પહોંચ્યા જોશીમઠ
રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે આજે જોશીમઠની મુલાકાત કરી હતી. તેમણે આર્મી કેમ્પનું નિરીક્ષણ કર્યાં બાદ સુનીલ વોર્ડમાં અસરગ્રસ્ત લોકોની પણ મુલાકાત લીધી. તેમણે લોકોને વિશ્વાસ દેવડાવ્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ પ્રાકૃતિક આપત્તિથી લોકોને નિકાળવાનું કામ કરી રહી છે. 

678 મકાનો થયાં છે અસરગ્રસ્ત
જોશીમઠમાં તપાસ બાદ 9 વોર્ડનાં 678 મકાનોમાં તિરાડો આવી છે. સુરક્ષાની નજરથી 2 હોટલને આપત્તિ પ્રબંધન અધિનિયમ અંતર્ગત બંધ કરી દેવાયા. 16 જગ્યાઓ પર કુલ 81 પરિવારોને જ વિસ્થાપિત કરવામાં આવ્યાં છે. જોશીમઠમાં સરકારનો દાવો છે કે અત્યાર સુધી 19 જગ્યાઓ પર 213 રૂમમાં 1191 લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ