બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / job offer on instagram led to 5 lakh rupees fraud

જાણી લેવું પડે / સોશિયલ મીડિયા પર નોકરીની ઓફરથી લલચાઈ ન જતા, ચાલી રહ્યો છે પૈસાનો ખેલ, જાણજો નહીંતર કંગાળ

Hiralal

Last Updated: 05:02 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્સ્ટાગ્રામ પર નોકરીની લાલચમાં આવીને મહારાષ્ટ્રની એક મહિલાને લાખોનો ચૂનો લાગ્યો હતો.

  • ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ થયા ઠગબાજો
  • નોકરીની લાલચ આપીને પડાવી રહ્યાં છે લાખો રુપિયા
  • મુંબઈ નજીકના થાણેમાં મહિલાને લાગ્યો 5 લાખ રુપિયાનો ચૂનો 

આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા બધા સાયબર ફ્રોડ થઈ રહ્યા છે. ફોટ શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ ખૂબ લોકપ્રિય છે પરંતુ હવે નોકરી વાંચ્છુક લોકોએ ઈન્સ્ટાગ્રામ પર સાવધાન રહેવાની જરુર છે અને તેનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. 

બેન્ક એકાઉન્ટમાંથી 5.38 લાખ રુપિયા કપાઈ ગયા 
તાજા કિસ્સામાં થાણેની 26 વર્ષીય મહિલા સાથે 5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર નકલી જોબ ઓફર દ્વારા મહિલાને 5 લાખનો ચૂનો લાગી ગયો હતો. મહિલાએ ઈન્સ્ટાગ્રામ ફીડને સ્ક્રોલ કરતી વખતે નોકરીની જાહેરાત જોઈ હતી. નોકરીની જાહેરાત પર ટેપ કર્યા પછી, એક વેબસાઇટ ખુલી, જ્યાં નોકરીના બદલામાં થોડી ચુકવણી કરવાનો વિકલ્પ હતો. અહીં આપેલી સૂચનાના પગલે મહિલાએ વિગતો પણ દાખલ કરી પેમેન્ટ કરી દીધું હતું. નવાઈની વાત એ છે કે આ પેમેન્ટ બાદ આગામી 6 દિવસમાં મહિલાના બેંક એકાઉન્ટમાંથી કુલ 5,38,173 રૂપિયા કપાઈ ગયા હતા.ખાતામાંથી મોટી રકમ ગુમાવ્યા બાદ મહિલાએ જોબ ઓફર કરનારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાંથી મહિલાને કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો. આ પછી, મહિલાને ખ્યાલ આવી ગયો હતો કે તેની સાથે સાયબર ફ્રોડ થયો છે.  મહિલાએ ચિતલસર પોલીસ સ્ટેશનમાં આઈપીસી 420 અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ સાયબર ફ્રોડનો કેસ નોંધાવ્યો છે અને પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર નોકરીના કૌભાંડોથી કેવી રીતે બચવું 

1- પોસ્ટ કરેલી જોબ ઓફરને ધ્યાનથી વાંચો. છેતરપિંડી કરનારાઓ યૂઝર્સનું ધ્યાન આકર્ષિત કરવા માટે આકર્ષક જોબ ટાઇટલ સાથે પોસ્ટ્સ શેર કરે છે, પરંતુ સામાન્ય રીતે તેમાં કામ વિશે કોઈ માહિતી હોતી નથી. આવી પોસ્ટ જોઈને તેના પર બિલકુલ ક્લિક ન કરો.

2- કંપનીનું નામ ઓનલાઇન સર્ચ કરો. નોકરીના વર્ણનમાં, કંપનીની વિગતો અને સત્તાવાર વેબસાઇટ પરનું કારકિર્દી પૃષ્ઠ પણ ફિશિંગની લિંક હોઈ શકે છે. હેકર્સ આજકાલ હોશિયારીથી સાચી વેબસાઈટ્સની નકલ કરી રહ્યા છે અને છેતરપિંડી કરી રહ્યા છે. આનાથી બચવા માટે, તે વધુ સારું છે કે તમે અન્ય સ્રોતોમાંથી પણ આ લિંકની પુષ્ટિ કરો.

3- નકલી વેબસાઈટને ઓળખવા માટે યૂઆરએલ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી બની જાય છે. નકલી યુઆરએલનું લેન્ડિંગ પેજ ભલે અસલી લાગે, પરંતુ તેમાં કેટલીક ગ્રાફિકલ ભૂલ થવાની શક્યતા વધારે છે. જો તમને યુઆરએલમાં કોઈ ભૂલ જોવા મળે તો તમારે તરત જ એલર્ટ થવાની જરૂર છે. આ ઉપરાંત પૈસાના બદલામાં ઓનલાઈન નોકરી આપનારા લોકોથી ચેતી જજો. ઉપરાંત, કોઈ પણ અજાણી એડ અથવા લિંક પર ક્લિક કરશો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ