બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Jaya Ekadashi: These 4 things should not be done even by mistake

જયા એકાદશી / આજે જયા એકાદશી: ભૂલથી પણ ન કરવા જોઈએ આ 4 કામ, નહીંતર જીવનમાં વધી જશે પરેશાનીઓ

Pooja Khunti

Last Updated: 08:02 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથીએ જયા એકાદશી ઉજવવામાં આવે છે. 20 ફેબ્રુઆરીને મંગળવારના રોજ એકાદશીનું વ્રત રાખવામાં આવશે.

હિન્દુ શાસ્ત્રોમાં દરેક તિથીનું અલગ-અલગ મહત્વ છે. તેમા પણ એકાદશીનું તો વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથીએ જયા એકાદશી ઉજવવામાં આવે છે. 20 ફેબ્રુઆરીને મંગળવારના રોજ એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે અને તેમની પૂજા પણ કરે છે. 

આ દિવસે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ 
એકાદશીની શરૂઆત સૂર્યોદયથી થાય છે અને બીજા દિવસે દ્વાદશી તિથીના રોજ તેનું સમાપન થાય છે. ભક્તોએ એકાદશીનું વ્રત શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ. આ દિવસે વ્રત રાખનાર દરેક ભક્તોએ કેટલીક વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ભક્તોના જીવનમાં સમસ્યાઓ સર્જાય શકે છે. 

વાંચવા જેવું: પ્રેત યોનીના જન્મમાંથી છુટકારો, તમામ પાપોનો વિનાશ, આજે જયા એકાદશી વ્રત, જાણો મહત્વ, વિધિ અને નિયમ

જયા એકાદશીના દિવસે આ કામ ન કરવા જોઈએ 

  • જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. દરરોજ નિયમિત રીતે માતા તુલસીની પૂજા કરવામાં આવે અને તેમને જળ અર્પણ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પરતું તમારે ભૂલથી પણ એકાદશીના દિવસે તુલસીના છોડને જળ અર્પણ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. તેથી એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી અર્પણ ન કરવું જોઈએ. 
  • એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં ખરાબ ભાવનાઓ ન રાખવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ માટે ખરાબ ન બોલવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુના ભજન ગાવા જોઈએ. 
  • એકાદશીના દિવસે ભાતનું સેવન ન કરવું જોઈએ. 
  • આ દિવસે વ્યક્તિએ તામસિક ભોજનનું સેવન પણ ન કરવું જોઈએ. આ સાથે દારૂ નું સેવન પણ કરવું જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ