Jamnagar News: જામનગરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડૉ.ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. ડૉ. ગાંધીના નિધનથી તબીબી આલમ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
હાર્ટ એટેકના કેસમાં સતત વધારો
ખ્યાતનામ હ્રદય રોગ નિષ્ણાતનુ નિધન
હાર્ટ એટેકને કારણે તબીબનું મોત
છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાલ જામનગરમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં શહેરના એક જાણીતા તબીબનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે.
ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે નિધન
જામનગર શહેરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે નિધન થયું છે. હ્રદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. ડૉ. ગૌરવ ગાંધીના નિધનના કારણે જામનગરના તબીબોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
હ્રદય રોગ નિષ્ણાત ડૉ.ગૌરવ ગાંધીનું નિધન
માર્ચ મહિનામાં ડૉ.સંજીવ ચગનું થયું હતું નિધન
આપને જણાવી દઈએ કે, રાજ્યના જાણીતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ.મિલન ચગના ભાઈ અને જામનગરના જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડૉ.સંજીવ ચગનું ગત 3 માર્ચના રોજ મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું હતું.
ડૉ.સંજીવ ચગ
ચાલતા-ચાલતા ઢળી પડ્યા હતા ડૉ સંજીવ ચગ
જામનગરના જોલી બંગલા રોડ ઉપર ક્લિનિક ધરાવતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ 57 વર્ષના ડૉ.સંજીવ ચગ ગત 3 માર્ચના રોજ સવારે પાર્ક કોલોનીમાં આવેલા તેના નિવાસસ્થાનથી મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા. આ દરમિયાન તેઓ સેન્ટ આન્સ સ્કૂલ સામેના બેંક રોડ ઉપરથી ચાલતા-ચાલતા ઢળી પડ્યા હતા. જે બાદ વોકિંગમાં નિકળેલા લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. તેઓને જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેઓને પમ્પીંગ સહિતની સઘન સારવાર આપવામાં આવી હતી. જોકે, બાદમાં તેઓને મૃત જાહેર કરાયા હતા.