બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / jammu kashmir delimitation commission released final report latest news

BIG NEWS / જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન થયું પૂર્ણ: કુલ 90 બેઠકોની વિધાનસભામાં સર્જાશે નવા સમીકરણ

Dhruv

Last Updated: 03:35 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પૂર્ણ થઇ ગયું છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં હવે કુલ 90 વિધાનસભા બેઠકો માટે નવી સીટનું સમીકરણ સર્જાશે.

  • જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પૂર્ણ
  • કુલ 90 બેઠકોની વિધાનસભામાં નવા સમીકરણ સર્જાશે
  • જમ્મુ ક્ષેત્રમાં 6 અને કાશ્મીરમાં એક બેઠક વધશે

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પૂર્ણ થયું છે. ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 બેઠકોની વિધાનસભામાં નવા સમીકરણ સર્જાશે. વિધાનસભા સીટોના ​​સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ સાત વિધાનસભા સીટો વધશે. રિપોર્ટ અનુસાર જમ્મુ ક્ષેત્રમાં 6 અને કાશ્મીરમાં એક બેઠક વધશે. એ મુજબ, જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠકો હશે. જેમાંથી 47 કાશ્મીર વિભાગની અને 43 જમ્મુ વિભાગની હશે. આ ઉપરાંત અનુસૂચિત જનજાતિ માટે 9 અને અનુસૂચિત જાતિ માટે 07 બેઠકો અનામત રાખવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું સૂચિત ચિત્ર

  • કુલ બેઠકો: 90
  • કાશ્મીર વિભાગ: 47
  • જમ્મુ વિભાગ: 43
  • SC (અનુસૂચિત જાતિ): 07
  • ST (અનુસૂચિત જનજાતિ): 09

જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચે કેન્દ્રશાસિત પ્રદેશનો અંતિમ અહેવાલ જાહેર કરી દીધો છે. રાજ્યમાં વિધાનસભા અને લોકસભા સીટોનું સીમાંકન નક્કી કરવાની જવાબદારી કમિશનની હતી, જે આજે પૂરી થઈ ગઈ છે. ઘાટીમાં વિધાનસભા ચૂંટણી માટે આ અહેવાલની રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે એવી આશા સેવાઇ રહી છે કે, ટૂંક સમયમાં જ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણીનું બ્યુગલ વાગી શકે છે.

દરેક લોકસભામાં હશે 18 વિધાનસભા ક્ષેત્ર

સીમાંકન પંચે જમ્મુ-કાશ્મીરની લોકસભા બેઠકોમાં પણ ફેરબદલ કર્યો છે. હવે કાશ્મીર અને જમ્મુ બંને વિભાગમાં અઢી-અઢી લોકસભા બેઠકો હશે. અગાઉ જમ્મુ વિભાગમાં ઉધમપુર ડોડા અને જમ્મુ અને કાશ્મીરમાં બારામુલા, અનંતનાગ અને શ્રીનગરમાં બેઠકો હતી. નવી વ્યવસ્થા હેઠળ અનંતનાગ સીટ હવે અનંતનાગ-રાજોરી પુંછ તરીકે ઓળખાશે એટલે કે જમ્મુ સીટમાંથી બે જિલ્લા રાજોરી અને પૂંચને બહાર કાઢીને અનંતનાગમાં સામેલ કરવામાં આવ્યા છે. દરેક લોકસભા સીટમાં 18 વિધાનસભા સીટો હશે. ઉધમપુર સીટથી રિયાસી જિલ્લાને હટાવીને જમ્મુમાં ઉમેરવામાં આવ્યો છે.

સાત બેઠકો વધી, છ જમ્મુમાં અને એક કાશ્મીરમાં

સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ મુજબ સાત વિધાનસભા સીટો વધારવાની છે. આ સાથે વિધાનસભામાં સભ્યોની સંખ્યા 83 થી વધારીને 90 કરવી પડશે. કેન્દ્રશાસિત પ્રદેશ બનતા પહેલા, વિધાનસભાની બેઠકોની સંખ્યા 87 હતી, જેમાંથી ચાર સીટો લદ્દાખની હતી. લદ્દાખના અલગ થવાથી 83 સીટો બાકી હતી જે વધીને 90 થઈ જશે. સીમાંકન પંચે સાત બેઠકોમાંથી કાશ્મીરમાં એક સીટ અને જમ્મુ વિભાગમાં છ બેઠકોનો વધારો કર્યો છે.

ઓક્ટોબરમાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી

જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, સીમાંકનની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. આગામી છથી આઠ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમાં કોઈ શંકા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, અમરનાથ યાત્રા પછી વિધાનસભાની ચૂંટણી યોજવી વધુ અનુકૂળ માનવામાં આવે છે કારણ કે યાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય દળો રાજ્યમાં હાજર રહેશે. ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા માટે કોઈ વધારાની ઝુંબેશ રાખવામાં નહીં આવે.

જાણો શું હોય છે આ સીમાંકન?

સીમાંકન એ કાયદાકીય સંસ્થા સાથે પ્રાદેશિક મતવિસ્તારની સીમાઓ નક્કી કરવાની એક પ્રક્રિયા છે. સીમાંકનનું કામ ઉચ્ચ સત્તા ધરાવતી સંસ્થાને આપવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પ્રદેશમાં એકવાર ફરી રાજ્યમાં સીમાંકન માટેનું કમિશન બનાવવામાં આવ્યું છે. આ વખતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સીમાંકન પંચની રચના કરવામાં આવી છે.

જાણો જમ્મુ-કાશ્મીરમાં છેલ્લું સીમાંકન ક્યારે થયું હતું?

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લું સીમાંકન 1995માં કરવામાં આવ્યું હતું. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં 12 જિલ્લા અને 58 તાલુકાઓ હતા. હાલમાં રાજ્યમાં 20 જિલ્લા અને 270 તાલુકાઓ છે. તમને જણાવી દઇએ કે, છેલ્લું સીમાંકન 1981ની વસ્તી ગણતરી પર આધારિત હતું. જ્યારે આ વખતે સીમાંકન પંચ 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની કામગીરી કરી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ