બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / jammu and kashmir pakistan india indian army

કાર્યવાહી / પાકિસ્તાનના ‘નાપાક’ ઈરાદાઓને નિષ્ફળ બનાવવા ભારતે આ રીતે કર્યો વજ્રપ્રહાર

Kavan

Last Updated: 04:03 PM, 27 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું કહેવાય છે કે, ‘પહેલો સગો પાડોશી’, પણ આપણો દેશ પાડોશીની બાબતમાં ખાસ નસીબદાર સાબિત થયો નથી. અવારનવાર પાકિસ્તાન અને ચીન અવળચંડાઈ કરીને ભારતની શાંતિને ડહોળવાના પ્રયત્નો કરતા રહે છે અને આપણા દેશના વીર જાંબાઝો તેને વારંવાર નિષ્ફળ બનાવતા આવ્યા છે.

  • પાકિસ્તાનના ‘નાપાક’ ઈરાદા પર વજ્રપ્રહાર
  • ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
  • વિશ્વફલક પર પાકિસ્તાન ઉઘાડું પડ્યું 

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર જે સતર્કતા સાથે સુરક્ષાદળોએ ખતરનાક હથિયારોથી ભરેલા ટ્રકમાં સવાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને ઉડાવી દીધા, તેનાથી એક વાત ફરીથી સ્પષ્ટ થઈ ગઈ છે કે, પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરમાં હિંસક હુમલાઓનું ષડ્યંત્ર રચી રહ્યું છે. આતંકવાદીઓની એ ટ્રક જ તેમના માટે કબ્રસ્તાન બની ગઈ. સુરક્ષાદળોના જવાનો જો એ સમય સતર્ક ન હોત તો આતંકીઓએ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીઓમાં લોહીની નદીઓ વહેવડાવી દીધી હોત એ નક્કી છે.

સરહદ પર ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ 

બીજી તરફ ભારતીય સેના પણ સતત સરહદો પર પાકિસ્તાનની ગોળીબારીનો જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાન દરેક વખતે શિયાળાની ઠંડી શરૂ થાય તે પહેલા આતંકીઓની ઘૂસણખોરી માટે યુદ્ધવિરામનો ભંગ કરીને સરહદ પર આડેધડ ફાયરિંગ કરીને આતંકીઓને કવર આપવાની નાપાક પ્રવૃત્તિ કરે છે. પાકિસ્તાનના ફાયરિંગમાં છેલ્લા થોડા દિવસોમાં આપણા જવાનો અને સામાન્ય નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. સરહદ પારના આતંકવાદને ખતમ કરવા માટે લાઈન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પરના ટેરર લોન્ચ પેડ અને પાકિસ્તાની સેનાની ચોકીઓને તબાહ કરવામાં આવી રહી છે. 

પ્રધાનમંત્રી મોદીએ આપ્યો જવાબ 

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનની સેનાની સતત વધતી જતી આક્રમકતા અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામના ઉલ્લંઘનની ઘટનાઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લલકાર કર્યો છે કે, ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ વખતે અમે જોરદાર જવાબ આપીશું. સંરક્ષણ નીતિની દૃષ્ટિએ ભારત હવે એકદમ સ્પષ્ટ વલણ ધરાવે છે. 

Jammu and Kashmir: One Army personnel has lost his life

ભારતે હંમેશાં સરહદની સમસ્યાને કૂટનૈતિક અને રાજનૈતિક સ્તર પર વાતચીત કરીને ઉકેલવાની ખાનદાની કોશિશ જ કરી છે, પરંતુ હવે જ્યારે વાત આત્મરક્ષાની અને આત્મસન્માનની છે ત્યારે ભારત કોઈ પ્રકારના સમાધાન કરવાના મૂડમાં નથી. ભારતની આ બદલાયેલી આક્રમક નીતિનો પરિચય થતાં જ ચીન અને પાકિસ્તાન વધારે ઘાંઘાં બન્યાં છે.

આતંકવાદી પ્રવૃત્તિઓના કાવતરાનો પર્દાફાશ

ભારતે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને સાબિત કરી દીધું છે કે, હવે દુશ્મનોને તેમના નાપાક ઈરાદાનો જવાબ તેમના જ ઘરમાં ઘૂસીને મારીને આપવામાં આવશે. પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓના કાવતરાનો પર્દાફાશ ભારતે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પણ કર્યો છે.

indian china troops fired 200 rounds on ladakh pangong north bank before jaishankar wang yi meet in moscow

પાકિસ્તાન પર હાલ ભારતનું ઘણું દબાણ

પાકિસ્તાન પર હાલ ભારતનું ઘણું દબાણ છે અને બીજી તરફ એફટીએફ દ્વારા પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકવાનો ડર પણ ઊભો થયો છે. પાકિસ્તાન એફટીએફની આકરી કાર્યવાહીથી બચવા માટે થોડા થોડા સમયે આતંકવાદ સામે કડક અને નક્કર કાર્યવાહીનું નાટક કરતું રહે છે. મુંબઈ આતંકી હુમલાના મુખ્ય ષડ્યંત્રકાર હાફિઝ સઈદ અને અન્ય આતંકવાદીઓને ટેરર ફન્ડિંગના બે કેસમાં ફટકારવામાં આવેલી ૧૦ વર્ષની સજા પાકિસ્તાનનું આવું જ એક નાટક છે.

 પાકિસ્તાન ખતરનાક આતંકવાદી સંગઠનોને પોષી રહ્યું છે 

દુનિયા આખી જાણે છે કે, પાકિસ્તાન ખતરનાક આતંકવાદી સંગઠનોને પોષતું આવ્યું છે અને ભારતના સૌથી મોટા દુશ્મન એવા આ આતંકીઓને પાકિસ્તાન સરકારી સુરક્ષામાં સાચવીને બેઠું છે. પાકિસ્તાન ફક્ત ભારત માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે ખતરનાક છે અને આ વાત ભારતે વૈશ્વિક મંચ પર પણ સાબિત કરી દીધી છે. આજે સરકારની આકરી કાર્યવાહી અને કડક વલણના કારણે ભારતીય સૈન્ય અને દેશવાસીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. હવે સવાલ એ છે કે, આપણે હંમેશાં પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદનો સામનો જ કરતા રહીશું કે તેને પાઠ પણ ભણાવીશું. હવે શું વિકલ્પ બાકી છે? જે દેશ આઝાદીના ૭૩ વર્ષ પછી પણ સુધર્યો નથી તે હવે શું સુધરશે? પાકિસ્તાનના શાસકો સારી સમજે છે કે જો ભારતે હકીકતમાં હુમલો કર્યો તો ડરપોક પાકિસ્તાનની હાલત શું થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ