બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / IT department raids Ahmedabad continued second day

કાર્યવાહી / સતત બીજા દિવસે અમદાવાદમાં IT વિભાગના દરોડા યથાવત, મળી આવ્યા કરોડોના બિન હિસાબી વ્યવહાર

Ajit Jadeja

Last Updated: 11:06 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિન હિસાબી વ્યવહારો તપાસવા ટેકનીશિયનો અને નિષ્ણાંતોની મદદ લેવાઇ છે. આ સાથે જ ઇન્કમટેક્સ વિભાગે 20થી વધુ બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા

Ahmedabad IT Raids : અમદાવાદમાં આયકર વિભાગ ના દરોડા બીજા દિવસે પણ યથાવત છે. ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પરની રિવર વ્યૂ હોટલ પર તપાસ ચાલી રહી છે. 20થી વધુ જગ્યા ઉપર ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં 75થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. દરોડામાં કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહારો પકડાયા છે. ગોપાલ ડેરીના બિન હિસાબી વ્યવહારો તપાસવા ટેકનીશિયનો અને નિષ્ણાંતોની મદદ લેવાઇ છે. આ સાથે જ ઇન્કમટેક્સ વિભાગે 20થી વધુ બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે. 

IT વિભાગે 20થી વધુ બેંક એકાઉન્ટ સિઝ કર્યા

અમદાવાદમાં સતત બીજા દિવસે IT વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પરની રિવર વ્યૂ હોટલમાં તપાસમાં કરોડોના બિનહિસાબી વ્યવહાર મળ્યા હોવાનું બહાર આવી રહ્યુ છે. IT વિભાગના 75થી વધુ અધિકારીની ટીમ દ્વારા 20થી વધુ સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. પ્રાથમિક માહિતી મુજબ તપાસમાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા છે. ગોપાલ ડેરીના વ્યવહાર તપાસવા ટેક્નિશિયન, નિષ્ણાતોની મદદ લેવાઈ છે જ્યારે IT વિભાગે 20થી વધુ બેંક એકાઉન્ટ સિઝ કર્યા છે.

ચુંટણી પહેલા જ મોટી કાર્યવાહી

લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાતમાં આઇટી વિભાગે મોટી કાર્યવાહી  કરી છે. અમદાવાદમાં બિન હિસાબી વ્યવહારો પકડાયા છે. શહેરના હોટલ અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રૂપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. નોધનીય છે કે અગાઉ આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર લોબી અને જ્વેલર્સને ગ્રૂપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ એક એવી રણનીતિ જેના દમ પર ભાજપને ચૂંટણીમાં મળે છે દમદાર જીત, સમજો મિશન 400 પાર માટેનું પોલિટિકલ ગણિત

લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે આવકવેરા વિભાગની કાર્યવાહી

ગુજરાતમાં એક તરફ લોકસભા 2024ની ચૂંટણીનો માહોલ છે ત્યારે આવકવેરા વિભાગ શહેરમાં એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદ આવકવેરા વિભાગની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. ગોપાલ ડેરી અને આશ્રમ રોડ પરની રિવર વ્યૂ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં આવેલા સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ ગ્રૂપના સંચાલક રાજુ ઉર્ફે નીશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ અને અન્ય ભાગીદારોની ઓફિસો, ઘરોમાં પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પડ્યા છે. શહેરમાં કુલ 13 સ્થળો પર દરોડા અને સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. 20થી વધુ બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા છે. સતત બીજા દિવસે પણ સર્ચ ચાલી રહ્યુ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ