બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / issue will be resolved soon Rishikesh Patels important statement regarding Kisan Sanghs movement in Gandhinagar

ખાતરી / 'ટૂંક સમયમાં જ પ્રશ્ન હલ કરાશે', ગાંધીનગરમાં કિસાનસંઘના આંદોલનને લઇને ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન

Kishor

Last Updated: 04:36 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘના આંદોલનના આજે ત્રીજા દિવસે મહીલાઑ પણ જોડાઈ હતી. તો બીજી તરફ ખેડૂતોના પ્રશ્નોના હલ માટે વિચારણા ચાલી રહી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

કિસાન સંઘના આંદોલનમાં મહિલાઓ જોડાઈ
સરકાર માગણી નહિ સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
ટૂંક સમયમાં પ્રશ્ન હલ કરવામાં આવશેઃ ઋષિકેશ પટેલ 

ગાંધીનગર ખાતે રી-સરવેની અરજીનો નિકાલ કરવા સહીત પડતર માંગણીઓને ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠલ આંદોલન કરી રહ્યા છે. આ કિસાન સંઘની માંગણીઓને લઇ મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. જેમણે જણાવ્યું કે કિસાન સંઘની માગ અંગે સરકાર દ્વારા બેઠક કરવામાં આવી છે. આંદોલનને લઇને સિનિયર મંત્રીઓ સાથે બેઠક કરાયા બાદ પ્રશ્નોના હલ માટે વિચારણા ચાલી રહી હોવાનું ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.  જે અંગે સરકાર હકારાત્મક વલણ અપનાવી ટૂંક સમયમાં પ્રશ્ન હલ કરવામાં આવશે તેવી ઋષિકેશ પટેલે ખાતરી આપી હતી.

કિસાન સંઘના આંદોલનમાં ગુજરાતભરમાંથી મહિલાઓ જોડાઈ
બીજી તરફ આ આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. ત્રણ દિવસના આંદોલન છતાં સરકાર દ્વારા નમતું ન જોખવામાં આવતા આજે મહિલાઑ પણ જોડાઈ હતી. ગુજરાતભરમાથી મહિલાઑએ ઉમટી પડી હતી અને સરકાર માંગણી નહિં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં આ મામલે ખેડૂતોની પરેશાની પારખી PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહીતના નેતાઑ મધ્યસ્થી કરે તેવી માંગણી ઉઠાવી હતી. 

વીજબિલ, રી-સર્વે સહીતની માંગ 
હોર્સપાવરના આધારે વીજબિલ આપવાની માંગ, રી-સરવેની અરજીનો નિકાલ કરવાની માંગણી, ખાતર સહીતના મુદે ખેડૂત આગેવાનોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ખેડૂતોના પ્રશ્ને સરકાર જાણી જોઈને આંખ આડા કાન કરતી હોવાના પણ ખેડૂત આગેવાનોએ આરોપ લગાવ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ