બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Israel kills Hamas commander Ali Qadi

હાહાકાર / ઈઝરાયલ બદલો લેવા તલપાપડ: હમાસનો કમાન્ડર અલી કાદી ઢેર, જાણો હમાસ યુદ્ધના 10 મોટા અપડેટ

Kishor

Last Updated: 08:01 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે ખતરનાક મોડ પર પહોચી ગયુ છે, યુદ્ધ રોકવાના કોઇ સંકેત પણ દુર દુર સુધી નજર આવતા નથી તેવામાં ઇઝરાયલે હમાસ કમાન્ડર અલી કાદીને મોતને ઘાટ ઉતારી દીધો છે.

  • ઇઝરાયલ-હમાસ યુદ્ધ ખતરનાક મોડ પર 
  • ઇઝરાયલે હમાસ કમાન્ડર અલી કાદીની હત્યા કરી
  • 1,000 ટન ખોરાકની સહાય

હમાસે શાંતિમાં પલિતો ચાંપ્યા બાદ હવે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ખતરનાક યુદ્ધ ખેલાઈ રહ્યું છે અને આ યુદ્ધ દિવસેને દિવસે ડરામણા મોડ પર જઈ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ઇઝરાયેલ પોતાના હુમલામાં વધારો કરી રહ્યું છે અને હુમલાનો બદલો લેવા માટે તલપાપડ જોવા મળી રહ્યું છે ત્યારે યુદ્ધ રોકાય તેવા કોઈ સંકેતો હાલ સામે આવી રહ્યા નથી.

દર્દીઓને સહાય મળવી જોઈએ
હુમલાને પગલે ગાઝા વિસ્તારની હોસ્પિટલો ભરાઈ ગઈ છે. બેડ ન મળતા હોવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગાઝાની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને સહાય પહોંચવી જોઈએ. 

લોકો ન પીડાઇ તે દિશામાં પગલાં ભરવા
સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને તેમના અમેરિકી સમકક્ષ એન્ટોની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી. આ બાદ ગાઝા અને ઈઝરાયેલમાં થયેલ માનવ મોત પર શોક  વ્યક્ત કરી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. અલ જઝીરાના અનુસાર,તેઓએ કહ્યું કે આ મુશ્કેલભરી સ્થિતિમાં બંને બાજુના નાગરિકોને અસર થઈ રહી છે. હવે વધુ લોકો ન પીડાઇ તે દિશામાં પગલાં ભરી કાર્યવાહી કરવી જોઈએ. તેમ કહ્યું હતું.

1,000 ટન ખોરાકની સહાય
સ્થાનિક મીડિયા અનુસાર ઇજિપ્ત દ્વારા ગાજામાં પેલેસ્ટિયન લોકો માટે ખોરાક અને પાણી પુરવઠો  સહિત 1,000 ટન સહાયની 100 વધુ ટ્રકો મોકલવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે..


અમે કોઈ સમુદાય કે દેશ વિરુદ્ધ નથી
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ પર હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાઈઝ ઉમર ફારુકે જણાવ્યું હતું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ મામલે સમાધાન શોધવાની દીશામાં સતત વિચારો થયા છે. એકપક્ષીય નિર્ણયો લઈ શકાય નહીં.. એવું લાગે છે કે પેલેસ્ટાઈનના લોકોને તેમના મૂળભૂત અધિકારો મળવા જોઈએ અને ઈઝરાયેલના લોકો પણ શાંતિથી જીવી શકે છે. અમે કોઈ સમુદાય કે દેશ વિરુદ્ધ ન હોવાનો પણ તેઓએ સુર પુરાવ્યો હતો.

 

ગાઝાથી અમેરિકાના નાગરીકોને બહાર જવાની મંજુરી
ઈઝરાયેલ અને ઈજિપ્તે કહ્યું છે કે અમેરિકન નાગરિકો રફાહ બોર્ડર દ્વારા ગાઝાની બહાર જઈ શકે છે.  આ બોર્ડર 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તેમ પણ ઈઝરાયેલ અને ઈજિપ્ત સરકારોએ જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગાઝાને નિયંત્રિત કરનાર હમાસ અમેરિકન નાગરિકોને વિસ્તાર છોડવા દેશે કે નહીં?

જુઠ્ઠાણા અને છેતરપિંડીને છતી થઈ
હમાસનું નિવેદન પણ સામે આવ્યું હતું..જેમાં  જણાવ્યું કે ઈઝરાયેલે શુક્રવારે ડઝનેક પેલેસ્ટાઈનીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.  તેઓ ખાલી કરાવવાના આદેશ બાદ જ્યારે દક્ષિણ ગાઝા તરફ જઈ રહ્યા હતા. જેની નિંદા કરી આ હત્યાકાંડ ઇઝરાયેલના જુઠ્ઠાણા અને છેતરપિંડીને છતી કરતા હોવાનું કહ્યું હતું.

કમાન્ડર અલી કાદીની હત્યા
વધુમાં હુમલામાં ઇઝરાયેલી સેનાએ હમાસ "નુખ્બા" કમાન્ડો ફોર્સના કંપની કમાન્ડર અલી કાદીની હત્યા કરી નાખી હતી. આ દરમિયાન સેનાએ સત્તાવાર નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે અલીએ ગયા અઠવાડિયે ગાઝા પટ્ટી નજીક ઇઝરાયેલી સમુદાયો પર હુમલાનું નેતૃત્વ કર્યું હતું.

મોત મામલે મોટા આપડેટ
બીજી બાજુ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં મોત મામલે મોટા આપડેટ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયા હતા. જેમાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 724 બાળકો સહિત ઓછામાં ઓછા 2,215 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 8,714 અન્ય ઘાયલ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ