બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Is it necessary to complete the notice period after resigning from the office know

કામની વાત / શું ઓફિસમાંથી રિઝાઈન આપ્યા બાદ નોટિસ પીરિયડ પૂરો કરવો જરૂરી? આ રહ્યો તમારા સવાલનો જવાબ

Megha

Last Updated: 09:57 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો નોકરી કરે છે એ નવી નવી નોકરીની ખોજ કરતાં રહે છે અને જ્યારે નવી નોકરી મળે છે ત્યારે જૂની નોકરીમાંથી રાજીનામું આપે છે. એ સમયે કંપનીમાં નોટિસ પીરિયડ પૂરો કરવો પડે છે.

દરેક લોકો સારો અભ્યાસ કરીને સારી નોકરી મેળવવાની અપેક્ષા રાખે છે. એવા ઘણા ઓછા લોકો છે જેઓ તેમની આખી જીંદગી એક જ કંપનીમાં કામ કરીને વિતાવે છે. સારા પદ અને સારા પગાર માટે લોકો સમયાંતરે નોકરીઓ બદલવા માટે જૂની નોકરીમાં રાજીનામું આપે છે. જો કે રેઝિગ્નેશન પછી પણ ત્યાં એક પ્રોસેસ છે જેનું પાલન કર્મચારીએ કરવું પડે છે.

જે લોકો નોકરી કરે છે એ લોકો નવી નવી નોકરીની ખોજ કરતાં રહે છે અને જ્યારે નવી નોકરી મળે છે ત્યારે જૂની નોકરીમાંથી રાજીનામું આપે છે. એ સમયે એમને કંપનીમાં નોટિસ પીરિયડ પૂરો કરવો પડે છે. જણાવી દઈએ કે નોટિસ પિરિયડ પૂરો કરવાના નિયમ લગભગ દરેક કંપનીઓમાં અલગ અલગ છે. જો કે નોટિસ પીરિયડ પૂરા કર્યા વિના એ કર્મચારી નોકરી છોડી શકે છે પણ આ સ્થિતિમા તેને અમુક નિશ્ચિત નિયમોનું પાલન કરવું પડે છે અને આ નિયમો આર્થિક દૃષ્ટિકોણથી કર્મચારી માટે ફાયદાકારક નથી હોતા. એટલા માટે જ રાજીનામું આપ્યા પછી નોટિસ પીરિયડની સર્વ કરવો જરૂરી બને છે.  

Are you thinking of changing jobs? So first know what are the rules regarding the notice period

જ્યારે પણ તમે કોઈ કંપનીમાં જોડાઓ છો ત્યારે ઘણા પ્રકારના દસ્તાવેજો પર સહી કરાવવામાં આવે છે અને એ દસ્તાવેજોમાં કંપનીની પોલિસી સાથે કામ કરવાની શરતો પણ સામેલ છે. તેમાં જ નોટિસ પીરિયડ વિશે પણ માહિતી લખવામાં આવી હોય છે. ઉદાહરણ તરીકે જો નક્કી કરવામાં આવેલ નોટિસ પિરિયડ કરતાં ઓછો નોટિસ પિરિયડ સર્વ કરવો હોય કે જો તમે નોટિસનો સમયગાળો પૂરો કરવા માંગતા નથી, તો તમારે કઈ પ્રક્રિયાને અનુસરવાની રહેશે આ વિશે દરેક માહિતી દસ્તાવેજોમાં મળી આવે છે. 

જણાવી દઈએ કે કંપનીઓ નોટિસ પિરિયડનો નિયમ રાખે છે જેથી જો કોઈ વ્યક્તિ નોકરી છોડીને જવાની સ્થિતિમાં હોય ત્યારે નોટિસ પિરિયડ દરમિયાન તેની જગ્યાએ બીજા કોઈ કર્મચારીને શોધી શકે. આ રીતે કંપનીના કામને અસર થતી નથી. રાજીનામું આપતાની સાથે જ કંપની નવા ઉમેદવારની શોધ શરૂ કરી. 

વધુ વાંચો: PPFમાં દર મહિને આ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો વ્યાજમાં થશે મોટું નુકસાન

હવે સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે નોટિસ પિરિયડ કેટલો હોય છે? તો જણાવી દઈએ કે નોટિસ પિરિયડનો કોઈ નિશ્ચિત નિયમ નથી. દરેક કંપની તેની કોન્ટ્રાક્ટ પોલિસીમાં આનો ઉલ્લેખ કરે છે પણ સામાન્ય રીતે પ્રોબેશન પરના કર્મચારી માટે નોટિસનો સમયગાળો 15 દિવસથી એક મહિનાનો હોય છે, જ્યારે કાયમી કર્મચારીઓ માટે નોટિસનો સમયગાળો બે થી ત્રણ મહિનાનો હોય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ