બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Irrfan Khan Film Angrezi Medium Movie Review In Gujarati

Movie Review / કોરોનાના કહેર વચ્ચે રિલીઝ થઈ ઈરફાનની 'અંગ્રેજી મીડિયમ', કોમેડી અને ઈમોશન્સથી ભરપૂર છે ફિલ્મ

Noor

Last Updated: 01:14 PM, 13 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરફાન ખાન, રાધિકા મદાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ' આજે એટલે કે 13 માર્ચે રિલીઝ થઈ ચૂકી છે. બીમારીને કારણે લાંબા બ્રેક બાદ ઈરફાન ખાને પડદાં પર વાપસી કરી છે. આ ફિલ્મ ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મીડિયમની સીક્વલ છે. જોકે, કોરોના વાયરસને કારણે દેશના 3 રાજ્યો કેરળ, દિલ્હી અને જમ્મૂ-કશ્મીરમાં આ ફિલ્મ રિલીઝ થઈ નથી, કારણ કે અહીં 31 માર્ચ સુધી બધાં જ થિયેટર અને મલ્ટીપ્લેક્સ બંધ કરવામાં આવ્યા છે. અહીં આ ફિલ્મ 31 માર્ચ પછી રિલીઝ કરવામાં આવશે.

સ્ટાર કાસ્ટઃ ઈરફાન ખાન, કરીના કપૂર ખાન, રાધિકા મદાન, દીપક ડોબરિયાલ, પંકજ ત્રિપાઠી

ડિરેક્ટર: હોમી અદજાનિયા

ડ્યૂરેશન: 2 કલાક 10 મિનિટ

જોનરઃ ડ્રામા

કહાની

ઈરફાન ખાનની કમબેક ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. કેન્સર સામે લડીને ઈરફાને આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મની કહાનીની વાત કરીએ તો ઉદયપુરમાં રહેતા ચંપક બંસલ (ઈરફાન ખાન) મીઠાઈની દુકાન ચલાવે છે. ઈરફાન જાણીતા મીઠાઈવાળા ઘસીટારામનો પૌત્ર છે. તેનો બિઝનેસ પણ સારો ચાલી રહ્યો છે. બસ અંગ્રેજી બોલવામાં તે થોડો પાછળ પડે છે. હવે ચંપક તો વધુ ભણેલો નથી પરંતુ એ તેની દીકરી તારિકા (રાધિકા મદાન)ને મોટાં સપનાઓ જોવાથી રોકતો નથી. તેની દીકરી ભણવામાં એટલી હોશિયાર નથી પરંતુ તે લંડનમાં અભ્યાસ કરવાના સપના જુએ છે. તેને લંડનની ટ્રૂફોર્ડ યૂનિવર્સિટીમાં એડમિશન જોઈએ. હવે દીકરીની આ જીદ્દને કારણે ચંપક ફસાઈ જાય છે. તેણે દીકરીના સપના પૂરા તો કરવા છે પરંતુ દીકરીને ખુદથી દૂર પણ નથી મોકલવી. 

પરંતુ પછી ચંપક દીકરીનું સપનું પૂરું કરવાનો નિર્ણય લે છે અને પછી તે દીકરીનું લંડન એડમિશન કરાવવાના પ્રયાસોમાં લાગી જાય છે. તેના આ કામમાં તેનો મિત્ર ઘસીટેરામ (દીપક ડોબરિયાલ) મદદ કરે છે. આ બંને લંડનની નાગરિકતા લેવા પણ તૈયાર થઈ જાય છે અને એ પણ નકલી પાસપોર્ટ પર. હવે તારિકાને લંડનની ટ્રૂફોર્ડ યૂનિવર્સિટીમાં એડમિશન અપાવવા માટે કઈ-કઈ ટ્રિક અપનાવશે ફિલ્મની કહાની તેના પર જ આધારિત છે. શું તે તારિકાનું લંડનમાં એડમિશન કરાવી શકશે? શું ચંપક તેના મિશનમાં કામયાબ થશે? ચંપક અને ઘસીટેરામનું જૂઠ બધાંની સામે તો નહીં આવી જાય? આ સવાલોના જવાબ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. 

ડિરેક્શન

ફિલ્મનું ટ્રેલર જોઈને એવું લાગી રહ્યું હતું કે ફિલ્મમાં વિદેશી યૂનિવર્સિટીમાં એડમિશનને લઈને થતી પરેશાની દર્શાવવામાં આવશે. જોકે, ફિલ્મમાં આ મુદ્દો થોડો સાઈડલાઈન થયેલો દેખાયો અને ફિલ્મમાં પિતા અને દીકરીના સંબંધ પણ વધુ ફોકસ કરવામાં આવ્યું છે. જેના કારણે ફિલ્મ તેના મૂળ મુદ્દાથી હટી ગઈ છે. ફિલ્મના ડિરેક્શનની વાત કરીએ તો ડિરેક્ટર હોમી અદજાનિયાની આ ફિલ્મ દર્શકોને અંત સુધી પકડી રાખવામાં થોડી નિષ્ફળ ગઈ છે. ફિલ્માં ફીલ ગુડ ફેક્ટર મિસિંગ છે. ફિલ્મને જોતા તમે અંદાજો લગાવી શકો છો કે આગળ ફિલ્મમમાં શું થવાનું છે. ડિરેક્ટર સાકેત ચૌધરીની ફિલ્મ હિન્દી મીડિયમની જેમ અંગ્રેજી મીડિયમ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી શકે છે નહીં એ જોવાનું રહ્યું. 

એક્ટિંગ

ફિલ્મમાં ઈરફાન ખાન અને દીપક ડોબરિયાલની એક્ટિંગ કાબિલે-એ-તારીફ છે. ઈરફાન ફિલ્મમાં કમાલ દેખાઈ રહ્યો છે. દીપકની એક્ટિંગ પણ બેમિસાલ છે. આ બંનેની નેચરલ કોમિક ટાઈમિંગ દરેક સીનમાં જાન ફૂંકી દે છે. આ સિવાય ઈરફાનની દીકરીના રોલમાં રાધિકા મદાને પણ સારું કામ કર્યું છે અને પોતાનો રોલ બખૂબી નિભાવ્યો છે. કરીના કપૂરની એક્ટિંગની વાત કરીએ તો તે ઠીકઠાક છે. તે ફિલ્મમાં હોય કે ન હોય તેનાથી કોઈ ફરક પડતો નહીં. ફિલ્મમાં તેને વધુ કંઈ કરતાં દેખાડી નથી. 

ફિલ્મ જોવી કે નહીં?

આ ઈરફાનની કમબેક ફિલ્મ છે. સાથે જ ફિલ્મમાં ઈરફાનની દરદાર એક્ટિંગ, કોમિક ટાઈમિંગ અને કોમેડી દર્શકોને પકડી રાખે છે. જેથી એકવાર તો આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ