યૂએઈ અને ઈઝરાયલની વચ્ચે શાંતિ ડીલ કરાવનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન મુદ્દે તગડો ઝટકો લાગ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈરાન પર લાગેલા હથિયાર પ્રતિબંધનો સમય અનિશ્ચિતકાળ સુધી વધારીને અમેરિકાના પ્રસ્તાવને રદ્દ કર્યો છે. તેનાથી ટ્રમ્પ પ્રશાસને ધમકી આપી છે કે કે તેહરાન પર સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ ફરી લગાવવા માટે પગલાં લઈ શકે છે. અમેરિકાને ફક્ત ડોમિનિકન ગણરાજ્યનું સમર્થન મળ્યું.
ઈરાન અને અમેરિકા વચ્ચે વણસ્યા સંબંધો
ઈરાને અમેરિકાના પ્રસ્તાવને રદ્દ કર્યો
અમેરિકાને ફક્ત ડોમિનિકન ગણરાજ્યનું સમર્થન મળ્યું
સંયુક્ત રાષ્ટ્રની 15 સભ્યોની પરિષદમાં શુક્રવારે 2 દેશોના પ્રસ્તાવને સમર્થન અને 2 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું જ્યારે 11 દેશ ગેરહાજર રહ્યા હતા. રશિયા અને ચીને તેનો વિરોધ કર્યો. જ્યારે જર્મની, ફ્રાન્સ, બ્રિટેન અને અન્ય 8 દેશોએ મતદાન કર્યું નહીં. પ્રસ્તાવને પાસ કરવા માટે ઓછામાં ઓછા 9 દેશોના સમર્થનની જરૂર હતી.
અસફલ રહ્યું સુરક્ષા પરિષદઃ પોમ્પિઓ
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું કે સુરક્ષા પરિષદની ઉપર આંતરરાષ્ટ્રિય શાંતિ અને સુરક્ષા બનાવી રાખવા માટેની જવાબદારી છે. પરંતુ તે આ જવાબદારી બનાવી રાખવામાં અસફળ રહ્યું છે. તેઓએ કહ્યું કે તેણે ઈરાન પર 13 વર્ષ જૂના હથિયાર પ્રતિબંધનો સમય વધારવાનો યોગ્ય પ્રસ્તાવ રદ્ કર્યો અને સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધને પરંપરાગત હથિયાર ખરીદવા અને વેચવા માટે આતંકવાદનું પ્રયોજન કરનારા દુનિયાના અગ્રણી દેશનો રસ્તો સાફ કર્યો.
વધારે અરાજકતા ફેલાવશે ઈરાન
તેઓએ કહ્યું કે પ્રતિબંધનો સમય વધારવા માટે સમર્થન કરનારા ઈઝરાયલ અને 6 અરબ દેશ જાણતા હતા કે જો પ્રતિબંધનો સમય સમાપ્ત થાય છે તો ઈરાન વધારે અરાજકતા અને વિનાશ ફેલાવશે. સુરક્ષા પરિષદે આ વાતને નજરઅંદાજ કરવાનું નક્કી કર્યું, પોમ્પિઓએ એક નિવેદનમાં કહ્યું કે અમેરિકા ક્ષેત્રમાં પોતાના એ મિત્રોને પણ છોડશે નહીં જેઓને સુરક્ષા પરિષદથી વધારે આશા હતી.
નહીં હોય ખતરનાક હથિયારોની આઝાદી
તેઓએ કહ્યું કે અમે એ નક્કી કરવાનું કામ કરવાનું ચાલુ રાખીશું કે આતંકી શાસનની પાસે યૂરોપ, પશ્ચિમ એશિયા અને અન્ય ક્ષેત્રમાં ખતરો જન્માવનારા હથિયાર ખરીદવા અને વેચવાની આઝાદી ન હોય. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ કેલી ક્રાફ્ટે કહ્યું કે પ્રસ્તાવ રદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સૌથી ખરાબ સ્થિતિ સુરક્ષા પરિષદમાં જોવા મળી. ક્રાફ્ટે કહ્યું કે પ્રસ્તાવ 2231ના આધારે અમેરિકાની પાસે સંયુક્ત રાષ્ટ્રના પહેલાના પ્રસ્તાવને ફરી લાગૂ કરવા માટેનો અધિકાર છે.
પ્રાવધાનને સ્વીકાર નહીં કરે અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને અનેક વાર કહ્યું કે ઈરાન અને 6 મોટી શક્તિઓની વચ્ચે 2015 પરમાણુ કરારનું અનુમોદન કરનારા સુરક્ષા પરિષદમાં હથિયાર સંબંધી એ પ્રાવધાનને સ્વીકાર નહીં કરે. પ્રતિબંધ 18 ઓક્ટોબર 2020માં સમાપ્ત થવાની વાત કરાઈ છે. ટ્રમ્પ પ્રશાસન 2018માં આ કરાર બહાર આવ્યો હતો. જ્યારે અન્ય 5 પક્ષ રશિયા, ચીન, બ્રિટન, ફ્રાંસ અને જર્મની પણ તેનું સમર્થન કરે છે.