બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Virat Kohli says using my name to promote t20 cricket rcb vs punjab

IPL 2024 / 'જ્યારે પણ T20ની વાત આવે ત્યારે...', વિરાટ કોહલીએ ઇશારા-ઇશારામાં આ શું કહી દીધું

Arohi

Last Updated: 10:52 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Virat Kohli: વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સના સામે 77 રનોની ઈનિંગ રમી. તેમના કારણે જ RCBની ટીમ મેચ જીતવામાં સફળ રહી. મેચ બાદ તેમણે મોટું નિવેદન આપ્યું છે.

RCBએ પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવીને IPL 2024ની પોતાની પહેલી જીત નોંધાવી દીધી છે. આ મેચમાં RCB માટે વિરાટ કોહલીએ કમાલનું પ્રદર્શન કર્યું અને તેમણે પોતાના દમ પર RCBની ટીમને જીત અપાવી છે. તેમણે 77 રનોની ઈનિંગ રમી. આ કારણે તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. મેચ બાદ વિરાટ કોહલીએ મોટું નિવેદન આપ્યું છે. 

વિરાટ કોહલીએ કહી આ વાત 
વિરાટ કોહલીએ કહ્યું કે ફેંસની સાથે આ સંબંધ વર્ષો સુધી ચાલી રહ્યો છે. જ્યારે તમે રમો છો તો લોકો ઘણી અન્ય વસ્તુઓ વિશે વાત કરે છે. આંકડા, સંખ્યા અને ઉપલબ્ધિઓ. પરંતુ જ્યારે તમે પાછળ વળીને જોવો છો તો આ તમારી બનાવેલી યાદો હોય છે. 

ચેન્જ રૂમમાં રાહુલ ભાઈ આજકાલ આજ કહે છે. જ્યારે તમે રમો તો દિલ ખોલીને રમો. મને જે પ્રેમ, સરાહના અને સમર્થન મળ્યું છે તે અદ્ભૂત છે. હું ટીમને ફાસ્ટ શરૂઆત આપવાનો પ્રયત્ન કરૂ છું. પરંતુ જો વિકેટ પડે છે તો તમને પરિસ્થિતિઓને પણ સમજવું પડશે. 

ટી20 ક્રિકેટને પ્રોત્સાહન આપવા જોડાયું નામ 
કોહલીએ કહ્યું કે મને ખબર છે કે જ્યારે ટી20 ક્રિકેટની વાત આવે છે તો મારૂ નામ હવે દુનિયાના વિવિધ ભાગોમાં રમતને પ્રોત્સાહન આપવા સાથે જોડવામાં આવી રહ્યું છે. પરંતુ મને લાગે છે કે મને હમણા હમણા આ મળ્યું છે. પરિવાર સાથે સમય પસાર કરવો બે મહિના સુધી નોર્મલ લાઈફ જીવવી આ અનુભવ કરવો મારા માટે સારો રહ્યો. 

વધુ વાંચો: RCBની જીત બાદ વિરાટ કોહલીએ અનુષ્કાને કર્યો વિડીયો કોલ, અકાય અને વામિકાને જોઈને આપ્યા ક્યૂટ એકપ્રેશન

મારા માટે સારો અનુભવ હતો. બે બાળકો થવા પર પારિવારિક દ્રષ્ટિકોણથી વસ્તુઓ બિલકુલ અલગ થઈ જાય છે. પરિવારની સાથે સમય પસાર કરવાની તક મેળવ્યા બાદ હું ઈશ્વરનો જેટલો આભાર માનું તે ઓછો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ