બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 virat kohli equals ms dhoni in most man of the match award

IPL 2024 / કોહલીએ એવો કયો રેકોર્ડ સર્જ્યો કે કરી લીધી MS ધોનીની બરાબરી, જુઓ ટોપ પર કોનું નામ

Arohi

Last Updated: 04:25 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 RCB Vs RBKS: વિરાટ કોહલીએ IPL 2024ની છઠ્ઠી મેચમાં પંજાબ કિંગ્સના સામે 77 રનની શાનદાર ઈનિંગ રમી જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ મળ્યો. એવામાં વિરાટ કોહલીએ એક ખાસ મામલામાં ચેન્નાઈ સુપરકિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની બરાબરી કરી લીધી છે.

વિરાટ કોહલીની બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર વાપસી ધમાકેદાર રહી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેને સોમવારે પંજાબ કિંગ્સના સામે IPL 2024ની છઠ્ઠી મેચમાં 49 બોલમાં 77 રનની ઈનિંગ રમી. તેમણે 11 ચોગ્ગા અને બે છગ્ગા પણ માર્યા. 

કોહલીની ઈનિંગની મદદથી આરસીબીએ પંજાબ કિંગ્સને 4 વિકેટથી મ્હાત આપી અને ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીત નોંધાવી. વિરાટ કોહલીની આ શાનદાર ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ તેને સિલેક્ટ કરવામાં આવ્યો. આઈપીએલ ઈતિહાસમાં આ 17મી વખત કોહલીને પ્લેયર ઓફ ધ મેચથી સન્માનીત કરવામાં આવ્યો છે. 

MS ધોનીની બરાબરી 
તેની સાથે વિરાટ કોહલીએ આઈપીએલમાં ભારતીયો દ્વારા સૌથી વધારે વખત પ્લેયર ઓફ ધ મેચ ટ્રોફી જીતવાના મામલામાં ચેન્નાઈ સુપરકિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની બરાબરી કરી. થાલાના નામથી ફેમસ એમએસ ધોનીને આઈપીએલમાં 17 વખત પ્લેયર ઓફ ધ મેચ મળી ચુક્યું છે. 

વધુ વાંચો: 'ભાઇ પણ આજકાલ...', T20 વર્લ્ડકપ ટીમમાં સિલેક્શન પર કોહલીએ તોડ્યું મૌન, જુઓ રાહુલ દ્નવિડને લઇ શું કહ્યું

રોહિત શર્માના નામ પર છે આ રેકોર્ડ 
આમ તો ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધારે વખત આઈપીએલમાં પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ જીતવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિત શર્માને 19 વખત પ્લેયર ઓફ ધ મેચ મળ્યો છે. આઈપીએલમાં સૌથી વધારે વખત પ્લેયર ઓફ ધ મેચ મેળવનાર ખેલાડીઓમાં વિરાટ કોહલી સંયુક્ત રીતે પાંચમા સ્થાન પર છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ