બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 question on the fitness of Shreyas Iyer, how the best team of Kolkata will be prepared

IPL 2024 / હવે કેપ્ટન શ્રેયસ અય્યરની ફિટનેસ પર જ સવાલ ઊભો થયો, જાણો કેવી રીતે તૈયાર થશે કોલકાતાની બેસ્ટ ટીમ

Megha

Last Updated: 12:52 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KKRએ છેલ્લે 2014માં ગૌતમ ગંભીરની કેપ્ટનસીમાં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી ટીમને સફળતા મળી નથી, પણ ફરી એકવાર ગંભીરની ટીમમાં વાપસી થઈ છે.

આઇપીએલના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો શું મહત્વ ધરાવે છે તેનો અંદાજ આ પરથી જ ખબર પડે છે કે 16મી સિઝનમાંથી 10 વખત તો આ બે ટીમે જ આઇપીએલનું ટાઇટલ જીત્યું છે. જો આ બંને ટીમને કોઈ ટક્કર આપી શકે તો તે છે કોલકાતા નાઇટ રાઇડર્સ. કારણ કે આ ટીમે 3 વર્ષમાં 2 વખત ટાઇટલ જીત્યું છે પણ આ વાતને 10 વર્ષ થઈ ગયા છે. ટાઇટલની રાહ જોતાં ટીમને ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે ફરી વાપસી કરી છે. ગંભીરના આગમનની સાથે KKR ફરી ચેમ્પિયન બનશે કે નહીં, તે તેના પર નિર્ભર રહેશે કે KKR વિનિંગ પ્લેઈંગ-11 બનાવવામાં સક્ષમ છે કે નહીં?

2012 અને 2014માં કોલકતાએ આઇપીએલનો ખિતાબ જીત્યો હતો, તે પછી એક જ વખત ફાઇનલ સુધી પહોંચ્યું હતું. ટીમની પાસે પહેલાથી જ ઉતમ ખેલાડીઓ છે તો પણ છેલ્લી 9 સિઝનમાં સફળતા મેળવી શક્યા નથી. આ વખતે પણ પરિસ્થિતિ કંઈ જુદી નથી ટીમની પાસે સારા ખેલાડીઓ તો છે, પણ પ્લેઈંગ-11ને પસંદ કરવું તેટલું સરળ નથી, એમાં પણ ટીમના કેપ્ટનની શ્રેયસ અય્યરની ફિટનેસ જ સૌથી મોટું કારણ છે.

કેપ્ટનની ફિટનેસ પર સવાલ 
કેપ્ટન અય્યર તેની હાલની ફિટનેસને લઈને કેટલો સફળ રહેશે તે કહેવું મુશ્કેલ છે. કમરના દુખાવાથી પરેશાન અય્યરને ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી તો આપવામાં આવી છે પરંતુ તેની કમર ઉપર કોઈ તણાવ ન રહે તે માટે તેનો આગળનો પગ વધુ લાંબો ન લંબાવવાની પણ સૂચના આપવામાં આવી છે. હવે આવી ફિટનેસના કારણે હંમેશા ડરતો રહેશે અને જો મેચની વચ્ચે આવું થશે તો ટીમ મુશ્કેલીમાં મુકાઈ જશે.

કોણ હશે 4 વિદેશી ખેલાડીઓ?
જો પહેલા આપણે 4 વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો કોઈ વાંધો નહીં આવે કારણ કે આન્દ્રે રસેલ અને સુનિલ નરેન છેલ્લા ઘણા સમયથી આ ફ્રેન્ચાઇસના ભાગ છે અને આવનારી સીજનમાં પણ રહેશે, પછી તેમના ફોર્મ પર આધાર રાખે છે. આના સિવાય ડાબા હાથના ઔસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક શરૂઆત થી જ ટીમના નામોમાં રહેશે, કોલકતાએ તેમના માટે 24.50 કરોડ ખર્ચ કર્યા છે. ચોથું નામ ફિલ સોલ્ટનું છે જેને ટીમમાં જેસન રૉયની જગ્યા મળી છે. 

બેટિંગની જવાબદારી આ પ્રતિષ્ઠિત ખિલાડી સાંભળશે
ટીમની બેટિંગની વાત કરીએ તો તેની પાસે ઓપનિંગમાં સારા વિકલ્પો છે. વેંકટેશ ઐયરે ગત સિઝનની જેમ ઓપનિંગ કરશે પરંતુ આ વખતે રહેમાનુલ્લા ગુરબાઝ અને ફિલ સોલ્ટના રૂપમાં તેને સાથ આપવા માટે બે વિકલ્પો છે. ગુરબાઝે છેલ્લી સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ઇંગ્લિશ બેટ્સમેન સોલ્ટ વધુ વિસ્ફોટક બેટ્સમેન છે અને ગુરબાઝની જેમ તે વિકેટકીપર પણ છે. મતલબ કે અહીં પણ ફ્રેન્ચાઈઝીને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. 

ત્યાર બાદ શ્રેયસ અય્યર , નીતિશ રાણા, રીન્કુ સિંહ જેવા ખિલાડીયો સાંભળસે. અય્યર અને નીતીશ કેવું પ્રદર્શન કરશે તે સૌથી મહત્વનું રહેશે. ભાગ્યે જ કોઈને શંકા હશે કે રિંકુ સિંહ ફિનિશરની ભૂમિકા સારી રીતે ભજવશે. હવે બેટિંગને વધુ તાકાત આપવા માટે, જો મનીષ પાંડે અને રમનદીપ સિંહમાંથી કોઈને પસંદ કરવાનું હોય, તો રમનદીપ બાજી મારશે , કારણ કે પાંડેનું ફોર્મ પાછળની સિઝનમાં કંઈ ખાસ રહ્યું ન હોતું. બાકી રસેલ તો છે.

બોલિંગ પણ શાનદાર
બોલિંગમાં સ્ટાર્ક, નરેન, રસેલ સિવાય દિલ્લીના યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણા જોવા મળશે. હર્ષિતે ગઈ સિઝનમાં માત્ર થોડી જ મેચોમાં તેની ઝડપી ગતિ અને સચોટ ધારવાળી બોલિંગથી બધાને ઘણું પ્રભાવિત કર્યા હતા. તે નીચલા ક્રમમાં કેટલીક મોટી હિટ પણ ફટકારી શકે છે. આવી સ્થિતિમાં આ વખતે ટીમ શરૂઆતથી જ તેના પર દાવ મૂકશે. પહેલાની જેમ, સ્પિન વિભાગમાં, ટીમ વરુણ ચક્રવર્તીની રહસ્ય ભરી બૉલિંગનો ઉપયોગ કરશે, જે ગઈ સિઝનમાં તેના જૂના ફોર્મમાં જોવા મળ્યો હતો. એકમાત્ર લેગ સ્પિનર ​​સુયશ શર્મા છે, જેને વેંકટેશ અથવા રમનદીપ દ્વારા બદલી શકે છે. 

વધુ વાંચો: આ 3 કેપ્ટનોની IPL 2024માં થશે અગ્નિ પરીક્ષા, જાણો અગાઉ તેમના નામે કેવો રહી ચૂક્યો છે રેકોર્ડ?

KKRની બેસ્ટ પ્લેઇંગ-11 
કેપ્ટન શ્રેયસ અય્યર, વિકેટકીપર ફિલ સોલ્ટ, વેંકટેશ અય્યર, નીતિશ રાણા, રીન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ/ સુયશ શર્મા     (ઇમ્પેક્ટ પ્લેયર),સુનિલ નરેન, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ