બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 ms dhoni knee wicket keeping retirement csk

IPL 2024 / આ કારણોસર MS ધોની લઇ શકે છે સંન્યાસ? IPLના શુભારંભ પહેલા પૂર્વ ખેલાડીનું મોટું નિવેદન

Arohi

Last Updated: 05:15 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ઘૂંટણની સર્જરી થઈ છે. ગઈ સિઝનને ધોનીને છેલ્લી સિઝન માનવામાં આવી રહી હતી પરંતુ આ સ્ટાર ખેલાડીએ ફાઈનલ જીત્યા બાદ બીજી સીઝનમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલથી ક્યારે સન્યાસ લેશે તે હજુ સુધી નક્કી નથી. ગઈ સિઝનને ધોનીને છેલ્લી સિઝન માનવામાં આવી રહી હતી પરંતુ આ સ્ટાર ખેલાડીએ ફાઈનલ જીત્યા બાદ બીજી સીઝનમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધોનીની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમી ચુકેલા રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે ધોની જો સન્યાસ લેશે તો તેનું કારણે બેટિંગ નહીં વિકેટકીપિંગ હશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781)

ધોની માટે વિકેટકીપિંગ મુશ્કેલ 
રોબિને જણાવ્યું કે ધોનીને ઘૂંટણનો દુખાવો રહે છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ તેમને જવા નથી દેવા માંગતું. રોબિને કહ્યું, "જો ધોની વ્હીલચેર પર હશે તો પણ સીએસકે તેમને રમાડવા માંગશે. વ્હીલચેરથી ઉતરો, બેટિંગ કરો અને પાછું બેસી જાઓ. પરંતુ મને નથી લાગતું કે ધોનીને આ વખતે બેટિંગની કોઈ સમસ્યા છે. બેટિંગ તેમના માટે ક્યારેય સમસ્યા નથી રહી. મારા ખ્યાલથી વિકેટકીપિંગ ચિંતાનો વિષય બની શકે છે. તેમના ઘૂંટણમાં સોજા રહે છે. પરંતુ તેમને કીપિંગથી પ્રેમ છે. જો ધોનીને લાગ્યું કે તે ટીમ માટે યોગદાન નથી આપી રહ્યા તો તે આગળ વધી જશે."

વધુ વાંચો: ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા પર પૂર્વ ક્રિકેટરનો હાર્દિક પંડ્યા પર કટાક્ષ, કહ્યું 'શું તે ચંદ્ર પરથી આવ્યો છે?'

કુંબલેએ કહ્યું ખૂબ જ મજબૂત છે ધોની 
આ વાતચીત વખતે કુંબલેએ પણ ધોનીના વખાણ કર્યા. તેમણે કહ્યું, "હું એમએસના સાથે આઈપીએલમાં ક્યારેય નથી રમ્યો. જ્યારે ટીમ ઈન્ડિયામાં તે મારી સાથે હતો ત્યારે તે પહેલો વ્યક્તિ હતો જે મને ઉઠાવી શકતા હતા. મને લાગે છે કે તે તે ટીમમાં સૌથી મજબૂત હતા જે મારા જેવા ભારે વ્યર્તિને ઉઠાવી શકતો હતો. આ મારા માટે શાનદાર ક્ષણ હતી."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ