બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 CSK reached the top of the points table know where the Gujarat Titans team

IPL 2024 / CSK IPLના પોઇન્ટ્સ ટેબલમાં પહોંચી ટોપ પર, જાણો ગુજરાત ટાઇટન્સ ટીમ ક્યાં જઇને અટકી?

Megha

Last Updated: 08:16 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈ સુપર કિંગ્સ તેના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં 63 રને એકતરફી જીત મેળવી હતી. જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ હવે બીજા સ્થાનેથી ટોચના સ્થાને પહોંચી ગઈ છે.

IPL 2024માં અત્યાર સુધી 7 મેચ રમાઈ છે અને મંગળવારે રમાયેલી સાતમી મેચમાં, ચેન્નાઈએ ગુજરાતને 63 રનથી હરાવીને સતત બીજી જીત હાંસલ કરી હતી. જણાવી દઈએ કે હવે તમામ 10 ટીમોમાંથી છ ટીમોએ તેમની એક મેચ રમી છે, જ્યારે પંજાબ, બેંગલુરુ, ચેન્નાઈ અને ગુજરાતે તેમની બે મેચ રમી છે. 

એવામાં હવે પોઈન્ટ ટેબલ વિશે વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ સામેની જીત સાથે, ચેન્નાઈ સુપર કિંગ્સ હવે બીજા સ્થાનેથી ટોચના સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે હાર બાદ ગુજરાત ટાઇટન્સ ત્રીજા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ પહેલા સ્થાને હતું જે હવે બીજા સ્થાને પહોંચી ગયું છે. આનાથી કોલકાતા નાઈટ રાઈડર્સને ફાયદો થયો છે, જે ચોથા સ્થાને હતી, પરંતુ હવે ત્રીજા સ્થાને પહોંચવામાં સફળ થઈ છે.

જાણીતું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ તેના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં 63 રને એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં ગુજરાતની ટીમને 207 રનનો મોટો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 20 ઓવરમાં માત્ર 143 રન સુધી જ પહોંચી શકી હતી. આ હાર સાથે ગુજરાત ટોપ-4માંથી બહાર થઈ ગયું છે અને તેમનો નેટ રન રેટમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત ટાઇટન્સ ટીમ હવે -1.425ના નેટ રન રેટ સાથે 2 મેચમાંથી 1 જીત અને 1 હાર બાદ 2 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. આ મેચ પહેલા તેઓ જીટી પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતી.

વધુ વાંચો: રવિન્દ્ર જાડેજાએ 'હૂકમ'થી રિવાબાને રુમમાં બોલાવ્યાં ! પતિ-પત્ની 'મજાક' થઈ જોરદાર વાયરલ

મેચમાં 2 જીત સાથે CSKના 4 પોઈન્ટ છે. CSK બાદ રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા અને ચોથા સ્થાને કોલકાતા અને પંજાબની ટીમ છે. પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમોની વાત કરીએ તો, RCB, ગુજરાત ટાઇટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ અનુક્રમે 5 થી નંબર 10 માં સ્થાન ધરાવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ