બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2024 ambati rayudu says if ms dhoni retires then rohit sharma can lead chennai super kings

IPL 2024 / 'જો MS ધોની સંન્યાસ લે તો રોહિત શર્મા...', IPL 2025ને લઇ અંબાતી રાયડુની મોટી ભવિષ્યવાણી

Arohi

Last Updated: 03:23 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024: IPL 2024ના દિગ્ગજ બેટ્સમેન અંબાતી રાયડૂએ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું છે કે જ્યારે MS ધોની સન્યાસ લે તો રોહિત શર્મા તેમની જગ્યા પર ચેન્નાઈ સુપરકિંગ્સની કેપ્ટન્સી કરી શકે છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. ગઈ વખતે IPL ચેમ્પિયન રહેલી ચેન્નાઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે ટૂર્નામેન્ટની ઉદ્ધાટન મેચ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ambati Rayudu (@a.t.rayudu)

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ બન્ને માટે રમી ચુકેલા વિકેટકીપર બેટ્સમેન અંબાતી રાયડૂએ આગામી ટૂર્નામેન્ટ માટે પોતાનો મત આપ્યો છે. રાયડૂએ સીએસકે ટીમની સાથે 2023 ટ્રોફી જીત્યા બાદ IPLથી સન્યાંસ લીધો હતો. તેમણે મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન્સીમાં થયેલા ફેરફારને લઈને પોતાનો મત આપ્યો છે. 

હાર્દિક પંડ્યાને થશે મુશ્કેલી 
મહત્વનું છે કે મુંબઈ ઈન્ડિયન્સે આગામી ટૂર્નામેન્ટ માટે રોહિત શર્માની જગ્યા પર હાર્દિક પંડ્યાને કપ્ટન્સી સોંપી છે. રાયડૂનું માનવું છે કે હાર્દિક પંડ્યા માટે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી કરવી મુશ્કેલ થશે કારણ કે ગુજરાત ટાઈટન્સ અને પલટનનું વાતાવરણ અલગ છે રાયડૂનું માનવું છે કે હાર્દિક પંડ્યાએ એક વર્ષ મુંબઈ માટે રમવું જોઈતુ હતું અને પછી કેપ્ટન્સી કરવાની હતી. એવું એટલા માટે કારણ કે રોહિત હજુ પણ ભારતીય ટીમની કેપ્ટન્સી કરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781)

 વધુ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં ચાલી રહ્યો છે ભારતીય ટીમનો સુવર્ણ કાળ, આવ્યો 92 વર્ષની આતુરતાનો અંત, જાણો હાર-જીતનો રેકોર્ડ

શું કહ્યું અંબાતી રાયડૂએ? 
અંબાતી રાયડૂએ કહ્યું "રોહિત શર્મા જો ઈચ્છે તો આવતા 5-6 વર્ષ સુધી આઈપીએલ રમી શકે છે. જો તે કેપ્ટન બનવા માંગતા હતા તો આખી દુનિયા તેમના માટે ખુલી છે. તે ઈચ્છતા તો ત્યાં કેપ્ટન્સી કરી શકતા હતા. હું ઈચ્છુ છું કે રોહિત શર્મા 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી કરે. જો એમએસ ધોની સન્યાસ લે તો રોહિત શર્મા સીએસકેની કેપ્ટન્સી કરી શકે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ