બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 virat kohli naveen ul haq fight lsg bowler post on mumbai indians win goes viral

IPL 2023 / વિરાટ કોહલીને ખિજવવા જુઓ કેવી કેવી ઇંસ્ટા સ્ટોરી પોસ્ટ કરી રહ્યો છે નવીન, ઝઘડો વધે તેવા અણસાર

Arohi

Last Updated: 12:14 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Virat Kohli Naveen Ul Haq: IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને લખનૌઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન ઉલ હકની વચ્ચે હજુ પણ બધુ બરાબર નથી.

  • વિરાટ અને નવીન વચ્ચે થઈ હતી લડાઈ 
  • હજુ પણ બન્ને વચ્ચે બધુ બરાબર નથી
  • નવીની પોસ્ટથી વધી શકે છે ઝગડો 

IPL 2023 વખતે ઝગડા બાદ વિરાટ કોહલી અને નવીન ઉલ હકની વચ્ચે દૂરી હજુ સુધી ઓછી નથી થઈ. હવે આ ઝગડો અલગ અંદાજમાં આગળ વધી રહ્યો છે. હાલમાં જ જ્યારે લખનૌઉ સુપર જાયન્ટ્સની ટીમ ગુજરાત ટાઈટન્સથી હારી હતી. ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કહોલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન ઋદ્ધિમાન સાહાના વખાણ કર્યા હતા.

અને હવે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે આરસીબીને ધોઈ છે. તો એલએજીના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે ઈન્સ્ટા સ્ટોરી પર અમુક એવી પોસ્ટ શેર કરી છે જે જોઈને લાગી રહ્યું છે કે તે વિરાટ કોહલીને ચીડાવવા માંગે છે. 

વિરાટ અને નવીન વચ્ચે થયો હતો ઝગડો 
1 મે એ આરસીબી અને એલએસજીની વચ્ચે રમાઈ રહેલી મેચ વખતે વિરાટ અને નવીન ઉલ હકમાં ખૂબ વધારે બોલાચાલી થઈ હતી. મેદાન પર આ બન્ને ખેલાડી સામસામે આવી ગયા હતા. ત્યાં જ મેચ પુરી થયા બાદ એલએસજી મેન્ટોર ગૌતમ ગંભીરની લડાઈ વિરાટ સાથે થઈ ગઈ હતી. 

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 100 ટકા મેચ ફીનો દંડ લગાવ્યો હતો. જ્યારે નવીન ઉલ હક પર 50 ટકા મેચ ફીનો દંડ લગાવ્યો હતો. હવે બન્નેની લડાઈ ભલે ડાયરેક્ટ ન હોય, પરંતુ ઈન્સ્ટા સ્ટોરી જોઈને ફેન્સ સમજી ગયા છે કે બન્નેની વચ્ચે હજુ સુધી વસ્તુઓ સામાન્ય નથી થઈ શકી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ