બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 virat kohli fined slow over rate can be banned royal challengers banglore

IPL 2023 / RCBની કેપ્ટનશીપ મળતા જ વિરાટ કોહલી વિરૂદ્ધ એક્શન! BCCIએ જાહેર કર્યો આદેશ, હવે ભૂલ થઇ તો...

Arohi

Last Updated: 09:49 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Virat Kohali: વિરાટ કોહલી IPL 2023માં શાનદાર બેટિંગ કરી રહ્યા છે. તે RCBની તરફથી કેપ્ટન્સી કરતા પણ જોવા મળ્યા, પરંતુ તેમની એક ભુલના કારણે તેમને સજા મળી શકે છે. પૂર્વ ભારતીય કેપ્ટન ફરી આ ભુલ કરશે તો તેમના પર બેન લાગી શકે છે. મહત્વનું છે કે આરસીબીએ અત્યાર સુધી રમાનાર 7માંથી 4 મેચ જીતી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે.

  • IPL 2023માં કોહલીનું શાનદાર પ્રદર્શન 
  • RCBની તરફથી વિરાટે કેપ્ટન્સી પણ કરી 
  • RCBએ અત્યાર સુધી 7માંથી 4 મેચો જીતો 

વિરાટ કોહલી IPL 2023ના ઉપરાંત ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી પણ છોડી ચુક્યા છે. વિરાટ હાલ IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તરફથી રમી રહ્યા છે. નિયમિત કેપ્ટન ફાફ ડુપ્લેસીના ઈજાગ્રસ્ત થવાના કારણે તેમણે ટીમની કેપ્ટન્સી મળી અને કોહલીએ આરસીબીને જીત પણ અપાવી. 

 

ટીમના એક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને 7 રનથી હરાવ્યા હતા. હવે કેપ્ટન કોહલી પર BCCIની તરફથી મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. 

વિરાટ કોહલી પર ફટકારવામાં આવ્યો દંડ 
વિરાટ કોહલી પર સ્લો ઓવર રેટના કારણે 24 લાખનો દંડ લાગ્યો છે. આગળની મેચોમાં પણ જો આમ બન્યું તો તેમના એક કે તેનાથી વધુ મેચનો બેન લાગી શકે છે. કોહલી ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના અન્ય દરેક ખેલાડીઓને પણ સજા મળે છે અને તેમની 25 ટકા મેચ ફી કાપવામાં આવી છે. 

તેના પર 6-6 લાખ દંડ લાગ્યો છે. આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસી આ સમયે સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. ઓરેન્જ કેપ તેમની પાસે છે અને તે 400થી વધારે રન પણ બનાવી ચુક્યા છે. 

સમય પર ન પુરી કરી ઓવર 
IPLની તરફથી જણાવવામાં આવ્યું કે વિરાટ કોહલી પર કેપ્ટન હોવાના કારણે દંડ લગાવવામાં આવ્યો છે. RCBની ટીમ રાજસ્થાન રોયલ્સના વિરૂદ્ધ સમય પર સંપૂર્ણ ઓવર ન નાખી શકી. 

આચાર સંહિતા હેઠળ ટીમે સીઝનમાં બીજી વખત આમ કર્યું. કોહલી પર 24 લાખ રૂપિયા તો ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ-11ના અન્ય ખેલાડિઓ પર ઈલેવન પર 6-6 લાખ રૂપિયાની મેચ ફીનો 25 ટકા દંડ લગાવવામાં આવે છે. 

5માં નંબર પર છે બેંગ્લોરની ટીમ 
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હાલ 5માં નંબર પર છે. તેમણે અત્યાર સુધી રમેલી 7માંથી 4 મેચ જીતી છે. તેના કુલ 8 અંક છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 7માંથી 5 મેચ જીતીને ટોપ પર બની ગઈ છે. તેમના 10 આંકડા છે. રાજસ્થાન રોયલ્સ 8 અંકની સાથે બીજા, લખનૌઉ સુપર જાયન્ટ્સ 8 અંકડની સાથે ત્રીજા અને ગુજરાત ટાઈટન્સ 8 અંકની સાથે ચોથા નંબર પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ