બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Virat Kohali dream of marrying actress since childhood

ક્રિકેટ / VIDEO: ભાઈબંધોને કહેતો કે મોટો થઈને હિરોઈન જોડે પરણીશ... એક-એક વાત સાચી પડી, કોહલીને લઈને ફ્રેન્ડ્સે કર્યા ખુલાસા

Arohi

Last Updated: 04:11 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Virat Kohali: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનનો આજે જન્મ દિલ્હીમાં થયો હતો. તેમણે રાજકુમાર શર્મા પાસે ક્રિકેટ શિખ્યું. વર્ષ 2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરનાર વિરાટ કોહલીએ ત્યાર બાદથી પાછળ વળીને નથી જોયું. તે સતત સફળતાની સીડી ચડતા ગયા.

  • આજે છે વિરાટ કોહલીનો જન્મદિવસ 
  • વર્ષ 2008થી કરી હતી ક્રિકેટ કરિયરની શરૂઆત 
  • સતત સફળતાની સીડી ચડતા ગાયા 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohali) IPLની 16મી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તરફથી રમી રહેલા કોહલી હાલ આઈપીએલમાં 5 સેન્ચુરી મારી ચુક્યા છે. દિલ્હીમાં જન્મેલા વિરાટે ક્રિકેટ રાજકુમાર શર્મા પાસેથી શીખ્યું. 

આરસીબીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં વિરાટ કોહલી સાથે જોડાયેલી તેમની બાળપણની અમુખ ખાસ વાતો છે જે કદાચ તેમના ફેંસ નથી જાણતા. કોહલીનું બાળપણનું સપનું હતું કોઈ અભિનેત્રી સાથે લગ્ન કરવાનું અને ટીમ ઈન્ડિયા માટે રમવાનું. 

RCBએ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો વીડિયો 
RCBએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં કોહલીના મિત્ર શલજના માતા વાત કરી રહ્યા છે કે કેવી રીતે વિરાટે નાની ઉંમરમાં જ અભિનેત્રી સાથે લગ્ન કરવાનું સપનું જોયું હતું. 

વિરાટે સાથે શલજ પણ કોચ રાજકુમાર શર્મા સાથે ક્રિકેટની કોચિંગ લેવા જતા હતા. શલજે વીડિયોમાં બાળપણની સ્ક્રેપ બુક શેર કરી છે જેમાં વિરાટે લખ્યું હતું કે તે ભારત માટે રમવા માંગે છે. 

મિત્રોના માતાના હાથનું ભોજન ભાવતું હતું કોહલીને 
શલજના માતાએ તે સમયે જણાવ્યું કે જ્યારે તેમનો દિકરો અને વિરાટ રાજકુમાર શર્માની ક્રિકેટ એકેડેમીમાં સાથે જતા હતા ત્યારે તે એકેડમીમાં દરેક બાળક માટે ભોજન બનાવીને લઈ જતા હતા. વિરાટને તેમના હાથનું ભોજન ખૂબ જ પસંદ આવતું હતું. શલજના માતાએ કહ્યું કે એક વખત મદનલાલ ક્રિકેટ એકેડમીમાં મેચ ચાલી રહી હતી. ત્યાં એક એડ એથવા ફિલ્મનું પોસ્ટર લાગેલું હતું. 

વિરાટે તે પોસ્ટરને જોઈને કહ્યું કે જોજે હું એક દિવસે એક મોટો આદમી બનીશ અને કોઈ હિરોઈન સાથે લગ્ન કરીશ. શલજના માતાએ કહ્યું કે દિલથી નિકળેલી વાત ક્યારેય પણ પુરી થઈ શકે છે. તેની દરેક ઈચ્છા પુરી થઈ તે વિચારીને ખુબ જ સારૂ લાગી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ