બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 RCB vs KKR Dropping these 2 catches cost Virat Kohlis team

IPL 2023 / આ 2 કેચ છોડવા વિરાટ કોહલીની ટીમને પડ્યા મોંઘા, KKRના આ બે સ્પિનરોએ ખેલ પાડી દીધો!

Megha

Last Updated: 09:01 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકતા ટીમે તેની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું હતું જેમાં આરસીબીએ બે ખૂબ જ મહત્વપૂર્ણ કેચ છોડ્યા હતા અને બંને કેચ ટીમને ભારે પડ્યા હતા.

  • કોલકાતા નાઈટ રાઈડર્સ એ સતત 4 હાર બાદ તેમની પહેલી જીત નોંધાવી
  • નીતીશ રાણાને બે વખત જીવનદાન મળ્યું
  • બે કેચ ચૂકી RCB

IPL 2023 એ તેની અડધી સફર પૂરી કરી લીધી છે એવામાં  ગઈકાલની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ એ સતત 4 હાર બાદ તેમની પહેલી જીત નોંધાવી છે. કોલકતા ટીમે તેની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું હતું જેમાં આરસીબીએ બે ખૂબ જ મહત્વપૂર્ણ કેચ છોડ્યા હતા અને બંને કેચ ટીમને ભારે પડ્યા હતા. 

નીતીશ રાણાને બે વખત જીવનદાન મળ્યું
વાત એમ છે કે વિરાટ કોહલીએ ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી હતી અને તેને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે પછી કોલકાતાની ટીમે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 200 રન બનાવ્યા જેમાં જેસન રોયે 29 બોલમાં 5 સિક્સર ફટકારી 56 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન નીતિશ રાણાએ 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. તો વેંકટેશ અય્યરે 31 અને જગદીસને 27 રન બનાવ્યા હતા. એ ઇનિંગ દરમિયાન આરસીબી તરફથી વિજય કુમાર અને વાનિન્દુ હસરંગાએ 2-2 વિકેટ લીધી હતી. એ મેચની આ ઇનિંગ રમતા નીતીશ રાણાને બે વખત જીવનદાન મળ્યું હતું. 

બે કેચ ચૂકી RCB
પહેલા ફાસ્ટ બોલર વિજય કુમારની 13મી ઓવરમાં ત્રીજા બોલ પર નીતિશ રાણાને જીવનદાન મળ્યું હતું. નીતિશે એરિયલ શોટ રમ્યો અને એ સમયે મોહમ્મદ સિરાજ બાઉન્ડ્રી પર હતો અનેએ તેની પાસે આસાન કેચની તક હતી પણ તે ચૂકી ગયો. એ સમયે નીતિશ 5 રન પર રમી રહ્યો હતો. 

હર્ષલ પટેલે બીજું જીવન આપ્યું
નીતીશે પ્રથમ જીવનદાન મેળવ્યા બાદ વધુ 43 રન બનાવ્યા હતા.  નીતિશને 15મી ઓવરના 5માં બોલ પર બીજું જીવન મળ્યું. આ વખતે પણ નીતીશે એરિયલ શોટ રમ્યો હતો. ત્યારબાદ હર્ષલ પટેલ પાસે કેચ પકડવાની આસાન તક હતી પણ તે ચૂકી ગયો. આ દરમિયાન નીતિશ 19 રન પર રમી રહ્યો હતો આ સાથે જ 16મી ઓવરમાં મેક્સવેલ કેચ પકડવાની તક ચૂકી ગયો હતો. 

KKRના આ બે બોલરોએ RCBને રન બનાવતા અટકાવી 
201 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી. ટીમ માટે આ મેચમાં કેપ્ટનશિપ સંભાળી રહેલા વિરાટ કોહલીએ 37 બોલમાં સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. આ સિવાય મહિપાલ લોમરોરે 34 અને દિનેશ કાર્તિકે 22 રન બનાવ્યા હતા.કોલકાતા ટીમ તરફથી સ્પિનર વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી તો સુયશ શર્માને 2 અને મીડિયમ ફાસ્ટ બોલર આન્દ્રે રસેલે પણ 2 મહત્વની વિકેટ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ