બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: Breach in players' security, 3 history-sheeters arrested from the hotel where Kohli stayed

સ્પોર્ટ્સ / IPLના ખેલાડીઓની સુરક્ષામાં ચૂક! જે હોટલમાં રોકાયો હતો વિરાટ કોહલી, પોલીસે ત્યાંથી જ દબોચ્યા 3 હિસ્ટ્રીશીટરોને

Megha

Last Updated: 01:37 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે હોટલમાં IPL રમી રહેલી ટીમ રોકાઈ હતી એ જ હોટલમાં ત્રણ હિસ્ટ્રીશીટરોએ પણ રૂમ બુક કરાવ્યા હતા. પોલીસે તુરંત એક્શન લેતા ત્રણેય આરોપીઓની કાર્યવાહી હેઠળ ધરપકડ કરી છે.

  • IPL દરમિયાન ખેલાડીઓની સુરક્ષામાં ભંગનો એક નવો મામલો સામે આવ્યો
  • IPLની ટીમ રોકાઈ હતી એ જ હોટલમાં ત્રણ હિસ્ટ્રીશીટરોએ પણ રૂમ બુક કરાવ્યા
  • હાલ  ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

IPL 2023 હાલમાં 12 અલગ-અલગ સ્થળોએ ચાલી રહી છે અને 21 એપ્રિલ સુધી દરેક 10 ટીમો વચ્ચે 29 મેચ રમાઈ છે અને આ દરમિયાન ખેલાડીઓની સુરક્ષામાં ભંગનો એક નવો મામલો સામે આવ્યો. 

જણાવી દઈએ કે જે હોટલમાં IPL રમી રહેલી ટીમ રોકાઈ હતી એ જ હોટલમાં ત્રણ હિસ્ટ્રીશીટરોએ પણ રૂમ બુક કરાવ્યા હતા. એ સાથે જ ત્રણેય ત્યાં આરામથી રહેતા હતા પણ પોલીસે અંતે ત્રણેય આરોપીઓની અટકાયત કરી અને કાર્યવાહી હેઠળ ધરપકડ કરી છે.

વાત એમ છે કે ચંદીગઢની આઈટી પાર્ક પોલીસે આ કાર્યવાહી કરી છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે એ ટ્રાન સામે ફાયરિંગ અને અન્ય કેસ નોંધાયેલા છે. એટલે કે આઈપીએલ ટીમની હોટલમાંથી ત્રણેયની ધરપકડ ખૂબ જ ગંભીર બાબત છે.

નોંધનીય છે કે ગુરુવારે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મોહાલીમાં મેચ રમાઈ હતી અને આ મેચમાં RCBનો 24 રને મેચ જીતી હતી. જણાવી દઈએ કે  મેચ માટે આરસીબીના વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓ આઈટી પાર્ક સ્થિત એક પ્રખ્યાત હોટલમાં રોકાયા હતા અને એ જ હોટલમાં એ ત્રણ હિસ્ટ્રીશીટર રોકાયા હતા. જ્યારે પોલીસ અધિકારીઓને આ વિશે ખબર પડી તો એમને તુરંત એક્શન લેતા લગભગ 10:30 વાગ્યાની આસપાસ, હિસ્ટ્રીશીટ કરનારાઓની અટકાયતી કાર્યવાહી હેઠળ ધરપકડ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ